બાળકોની કોરોના સારવાર માટે કેન્દ્રની ગાઈડલાઈન: રેમડેસિવીરનો ઉપયોગ ન કરવો, CT સ્કેન અને સ્ટીરોઈડને મર્યાદિત રાખો

બાળકોની કોરોના સારવાર માટે કેન્દ્રની ગાઈડલાઈન: રેમડેસિવીરનો ઉપયોગ ન કરવો, CT સ્કેન અને સ્ટીરોઈડને મર્યાદિત રાખો
પ્રતિકાત્મક તસવીર

કોરોના મહામારીની ત્રીજી લહેરમાં બાળકો પર વધુ ખતરો હોવાનું નિષ્ણાંતો કહી ચુક્યા છે. આવી સ્થિતિમાં બાળકોની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા બુધવાર રાત્રે ખાસ ગાઈડલાઈન પારિત કરવામાં આવી

  • Share this:
નવી દિલ્હી : કોરોના મહામારીની ત્રીજી લહેરમાં બાળકો પર વધુ ખતરો હોવાનું નિષ્ણાંતો કહી ચુક્યા છે. આવી સ્થિતિમાં બાળકોની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા બુધવાર રાત્રે ખાસ ગાઈડલાઈન પારિત કરવામાં આવી હતી. ડીરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીઝે બાળકોમાં એન્ટિ-વાયરલ ડ્રગ રેમડેસિવીરનો ઉપયોગ ન કરવા પર ભાર મુક્યો હતો.

એક તરફ રાષ્ટ્રીય કોરોના વાયરસ ટાસ્ક ફોર્સ સાથે સંકળાયેલા ભારતમાં ટોચના ડોકટરોએ કહ્યું છે કે, બાળકોને આવો કોઈ ખતરો થશે તેવા કોઈ ડેટા નથી. બીજી તરફ નવા નિયમો સરકારે જાહેર કર્યા છે.એઇમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, બીજી લહેર દરમિયાન સંક્રમણ લાગતા દાખલ થયા હોય તેવા 60-70 ટકા બાળકોને અન્ય રોગ પણ હતા અથવા ઇમ્યુનિટી ઓછી હતી. જ્યારે તંદુરસ્ત બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર વગર હળવી બીમારીમાંથી સાજા થઈ ગયા હતા.

ડો. વી.કે. પૌલે કહ્યું હતું કે, લહેર ખાસ બાળકોને જ અસર કરશે તે અનિશ્ચિત છે. અત્યાર સુધી બાળકોએ પુખ્ત વયના વ્યક્તિ સમાન સરોપ્રેવેલેન્સ પ્રદર્શિત કર્યું છે. જેનો અર્થ છે કે તેઓ વયસ્કની જેમ જ પ્રભાવિત થાય છે.

હળવું સંક્રમણ

એસિમ્પટમેટિક અને હળવા કેસોમાં સ્ટીરોઇડ્સ હાનિકારક છે. થેરાપી અથવા પ્રોફીલેક્સીસ માટે એન્ટિમાઈક્રોબાયલ્સની સલાહ કરવામાં આવતી નથી.

- એચઆરસીટી ઇમેજિંગના તર્કસંગત ઉપયોગની ભલામણ કરવામાં આવી છે.

- હળવા ઇન્ફેક્શનમાં તાવ અને ગળાને સુકવનાર તકલીફ માટે પેરાસીટામોલ 10-15 MG/KG જેટલી માત્રા દર 4થી 6 કલાકમાં આપી શકાય છે. ઉધરસમાં મોટા બાળકો અને કિશોરોમાં મીઠાવળું ગરમ પાણીના કોગળાની સલાહ આપવામાં આવી છે.

સાધારણ સંક્રમણ

માધ્યમ સંક્રમણના કિસ્સામાં ઓક્સિજનથી તાત્કાલિક ઈલાજ શરૂ કરવાનું સૂચન માર્ગદર્શિકા કરે છે.

મધ્યમ બીમારીવાળા બાળકોમાં કોર્ટીકોસ્ટેરોઇડ્સની આવશ્યકતા નથી. તેઓને ઝડપથી વધે તેવા રોગ સંબંધિત ટ્રીટ કરી શકાય. આવા કિસ્સામાં એન્ટિકોએગ્યુલેન્ટ્સ પણ સૂચવવામાં આવી શકે છે.

ગંભીર સંક્રમણ

આવા કિસ્સામાં બાળકને માર્ગદર્શિકા અનુસાર જો એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ વિકસિત થાય તો આવશ્યક પ્રબંધ કરવો જોઈએ.

શોક ઉભો થાય તેવા કેસમાં પણ આવશ્યક વ્યવસ્થા ગોઠવવી જોઈએ. જો વધુ બેક્ટેરિયલ ચેપના પુરાવા અથવા મજબૂત શંકા હોય તો એન્ટિમિક્રોબાયલ્સ આપી શકાય. કોઈ અંગની તકલીફના કિસ્સામાં બાળકને ઓર્ગન સપોર્ટની જરૂર પડી શકે છે.

કાર્ડિયોપલ્મોનરી એક્સરસાઇઝ ટોલરેન્સનું મૂલ્યાંકન કરવા માટે માતા-પિતા કે વાલીઓની દેખરેખ હેઠળ 12 વર્ષથી વધુ બાળકો માટે છ મિનિટની વોક ટેસ્ટની ભલામણ કરવામાં આવે છે. આ ટેસ્ટનો ઉપયોગ હાયપોક્સિયાને ઉજાગર કરવા માટે થાય છે. બાળકોની આંગળી પર પલ્સ ઓક્સિમીટર મૂકો અને બાળકને તેમના ઓરડામાં સતત છ મિનિટ સુધી ચાલવા માટે કહો
Published by:News18 Gujarati
First published:June 11, 2021, 00:02 am