કાર્તિ ચિદમ્બરને SCની ચેતવણી, કાયદા સાથે રમત ન રમો, વિદેશ જવા 10 કરોડ જમા કરો

કાર્તિ આ સમયે આઈએનએક્સ મીડિયા મામલામાં જામીન પર બહાર છે. સીબીઆઈ અને ઈડી આ મામલામાં તપાસ કરી રહી છે

કાર્તિ આ સમયે આઈએનએક્સ મીડિયા મામલામાં જામીન પર બહાર છે. સીબીઆઈ અને ઈડી આ મામલામાં તપાસ કરી રહી છે

 • Share this:
  તપાસ એજન્સી સાથે સહયોગ ન કરવા પર સુપ્રિમ કોર્ટે બુધવારે કાર્તિ ચિદમ્બરમને ચેતવણી આપતા કહ્યું કે, તે કાયદા સાથે રમત ના રમે. રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચે પી ચિદમ્બરમના દીકરા કાર્તિ ચિદમ્બરમને કહ્યું કે, આઈએનએક્સ મીડિયા મામલામાં તેમના દ્વારા કરવામાં આવતા જરા પણ અસહયોગને કોર્ટે સ્વીકાર નહી કરે.

  ફેબ્રુઆરી-માર્ચમાં દેશમાંથી બહાર જવાની અરજી પર વિચાર કરતા રંજન ગોગોઈએ કહ્યું કે, કાયદા સાથે રમત ના રમો. તમે હજુ સુધી કોઈ સહયોગ નથી કર્યો. કોર્ટ તમને સ્પષ્ટ કહે છે કે, આ મામલામાં થોડી પણ અસહયોગતા સહન નહી કરવામાં આવે. જો તમે સહયોગ નહી કરે તો, આ કોર્ટ તમારી સાથે કડક પગલા ભરશે. બેંચે વધુમાં કહ્યું કે, જ્યાં જવું હોય ત્યાં જાઓ, જ્યાં ફરવું હોય ત્યાં ફરો પરંતુ તપાસમાં સહયોગ ન કરવાનું અમે પસંદ નહી કરીએ.

  કોર્ટે કાર્તિ ચિદમ્બરમને દેશમાંથી બહાર જવા માટે મંજૂરી તો આપી દીધી પરંતુ સાથે એવો આદેશ પણ કર્યો કે, પૂછતાછ માટે તેમણે 5,6,7 અને 12 માર્ચે પ્રવર્તન નિર્દેશાલય (ઈડી) સામે હાજર રહેવું પડશે. તેમણે કોર્ટના સેક્રેટરી જનરલ પાસે 10 કરોડ રૂપિયા પણ જમા કરાવવાનું કહ્યું, જે કાર્તિ ચિદમ્બરમ પાછા ફરે ત્યારે તેમને પાછા આપી દેવામાં આવશે.

  આ પહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, તે યૂકે, સ્પેન, ફ્રાંસ જ્યાં જવા માંગતા હોય ત્યાં જઈ શકે છે, પરંતુ પૂછતાછના દિવસે તેમણે ઈડી સામે હાજર રહેવું પડશે. જવાબી શપથપત્રમાં ઈડીએ જણાવ્યું હતું કે, કાર્તિ ચિમ્બરમ ન માત્ર આઈએનએક્સ મીડિયા કેસ પરંતુ એયરસેલ-મેક્સિસ મામલામાં પણ સહયોગ નથી કરી રહ્યા. આમાં કહેવામાં આવ્યું હતું કે, કાર્તિ ગત છ મહિનામાં 51 દિવસ સુધી વિદેશમાં રહ્યા છે અને તેથી કોર્ટ પાસે મંજૂરી લઈ પૂછતાછમાં મોડુ કરતા રહ્યા છે.

  કાર્તિ આ સમયે આઈએનએક્સ મીડિયા મામલામાં જામીન પર બહાર છે. સીબીઆઈ અને ઈડી આ મામલામાં તપાસ કરી રહી છે. આ સમયે કાર્તિ ચિદમ્બરમના પિતા પી ચિદમ્બરમ દેશના નાણામંત્રી હતા.
  Published by:kiran mehta
  First published: