કેન્દ્ર સરકારે ખાનગી FM ચેનલોને આલ્કોહોલ, ડ્રગ્સ, શસ્ત્રો અને ગેંગસ્ટર ગન કલ્ચરનો મહિમા વધારતા કરતા ગીતો ન ચલાવવા માટે નિર્દેશ આપ્યો છે, જેમાં પરવાનગીઓ સસ્પેન્ડ કરવા સહિતની દંડાત્મક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ખાનગી FM ચેનલોને આલ્કોહોલ, ડ્રગ્સ, શસ્ત્રો અને ગેંગસ્ટર ગન કલ્ચરનો મહિમા વધારતા કરતા ગીતો ન ચલાવવા માટે નિર્દેશ આપ્યો છે, જેમાં પરવાનગીઓ સસ્પેન્ડ કરવા સહિતની દંડાત્મક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. આલ્કોહોલ, ડ્રગ્સ, શસ્ત્રો અને ગેંગસ્ટર ગન કલ્ચરનો મહિમા વધારતા ગીતો યુવાન અવસ્થાના ઉંબરે પહોંચેલા યુવાનોના માનસિક નુકસાન પહોંચાડે છે અને તેમનું જીવન ખોટા રવાડે ચઢી જાય છે.
30 નવેમ્બરના રોજ માહિતી અને પ્રસારણ મંત્રાલય (Ministry of Information and Broadcasting) દ્વારા જાહેર કરેલી એક એડવાઈઝરીમાં જે ખાનગી FM ચેનલોને (FM channels) લાઇસન્સ આપે છે, તેમને સૂચના આપી છે કે કેટલીક એફએમ રેડિયો ચેનલો એવા ગીતો પ્રસારીત કરી રહી છે, જેનાથી દારૂ, ડ્રગ્સ, શસ્ત્રો, ગેંગસ્ટર, ગન કલ્ચર વગેરેનો મહિમા ગાવામાં આવે છે. આ પ્રસારણ AIR પ્રોગ્રામ કોડનું (All India Radio Programme Code) ઉલ્લંઘન છે.
ઓલ ઈન્ડિયા રેડિયો (All India Radio Programme Code) પ્રોગ્રામ કોડને ટાંકીને એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું હતું કે, ખાનગી ચેનલોએ કે પરમિશન ધારકે ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા પ્રસારિત થતા બધા પ્રોગ્રામને સમય-સમય પર જાહેરાત કરેલા કોડ મુજબ જ અનુસરવાનું રહેશે. એડવાઈઝરીમાં આ કન્ટેન્ટ સામે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા તાજેતરની ન્યાયિક નોંધ પણ ટાંકવામાં આવી છે. પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટે ન્યાયિક નોંધ લીધી છે કે આ પ્રકારનું કન્ટેન્ટ યુવાન વયના બાળકોને વધુ અસર કરે છે. વધુમાં તે પ્રકારનું કન્ટેન્ટ ગુંડાઓની સંસ્કૃતિને જન્મ આપે છે.
સરકારે રેડિયો ચેનલોને ચેતવણી આપી હતી કે જો તેઓ કોડનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો દંડનીય કાર્યવાહી થશે. સરકાર કોઈપણ નિયમો અને શરતો અથવા એફએમ રેડિયોની નીતિની કોઈપણ અન્ય જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી સ્થિતિમાં લાયસન્સ ધારકની પરવાનગી સસ્પેન્ડ કરવા અને પ્રસારણ પર પ્રતિબંધ મૂકવા તથા પ્રતિબંધો લાદવાનો અધિકાર ધરાવે છે.
13 નવેમ્બરના રોજ પંજાબ સરકારે રાજ્યના પોલીસ મહાનિર્દેશક, જિલ્લા મેજિસ્ટ્રેટ, કમિશનર અને વરિષ્ઠ પોલીસ અધિક્ષકને એક પત્ર જારી કર્યો હતો, જેમાં જાહેરમાં શસ્ત્રોના પ્રદર્શન અને શસ્ત્રોનો મહિમા કરતા ગીતો પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે રાજ્યોમાં અત્યાર સુધીમાં જારી કરાયેલા તમામ લાયસન્સની ત્રણ મહિનાની અંદર સમીક્ષા કરવાનું પણ કહ્યું હતું.
I&B મંત્રાલય અનુસાર જૂન 2019 સુધીમાં લગભગ 381 ખાનગી FM રેડિયો સ્ટેશનો હતા, જે 100 કરતાં વધુ શહેરોમાં કાર્યરત હતા.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર