Home /News /national-international /બિહારનાં CM નિતીશ કુમારે પોલીસને કહ્યું: બધુ ભગવાન ભરોસે ના છોડો!

બિહારનાં CM નિતીશ કુમારે પોલીસને કહ્યું: બધુ ભગવાન ભરોસે ના છોડો!

બિહારમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે અને વિરોધ પક્ષો નિતીશ કુમારની સરકાર પર માછલાં ધોઇ રહ્યા છે.

બિહારમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે અને વિરોધ પક્ષો નિતીશ કુમારની સરકાર પર માછલાં ધોઇ રહ્યા છે.

    બિહારમાં કાયદો અને વ્યવસ્થા કથળતા મુખ્યમંત્રી નિતીશ કુમારે બિહાર પોલીસને સલાહ આપી છે કે, બધુ ભગવાન ભરોસે ના છોડશો અને રાજ્યમાં નાગરિકોને મદદ કરો”

    બિહારમાં વણસી રહેલી સ્થિતિને પગલે નિતીશ કુમારે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી. રૂ 320 કરોડનાં ખર્ચે બનેલા પોલીસ હેડક્વાર્ટરનું ઉદ્ધાટન કરતી વખતે નિતીશ કુમારે પોલીસને સંબોધન કરતા કહ્યું કે, “લોકશાહીમાં ચૂંટાયેલી સરકાર બધા નાગરિકો માટે સમાન રીતે કામ કરે છે. જેમાં પોલીસનો પણ સમાવેશ થાય છે. પોલીસે પણ હવે આ અંગે આગળ આવવાની જરૂર છે અને લોકોને મદદ કરવાની જરૂર છે.”

    બિહારનાં મંત્રીએ ગુનેગારોને બે હાથ જોડીને કહ્યું: “10-15 દિવસ ગૂનાઓ ના કરશો”

    બિહારનાં મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, થોડો સમય વિચારો અને ભ્રષ્ટાચાર અને ગુનાખોરીને કાબુમાં લાવો. સમાજમાં સંવાદિત જળવાય તે માટે કામ કરો. સમાજ સુધારા માટેનાં સરકારનાં પ્રયાસોને મદદ કરો. બધુ ભગવાન ભરોસે ના છોડી દો”.
    આ પ્રસંગે નિતીશ કુમારે પોલીસ વિભાગના અન્ય પ્રોજેક્ટો માટે ખાતમૂહુર્ત કર્યા હતા.

    નિતીશ કુમારે જ્યારે આ નિવદેન આપ્યું ત્યારે તેમની સાથે રાજ્યનાં મંત્રીઓ, ડી.જી.પી કે.એસ. દ્વિવેદી પણ હાજર હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઇ છે અને વિરોધપક્ષો દ્વારા નિતીશ કુમારનાં વહિવટ પર માછલાં ધોઇ રહ્યાં છે.

    નિતીશ કુમારે વધુમાં જણાવ્યું કે, તેમની સરકાર પોલીસતંત્રને આધુનિક બનાવવા માટે કટીબદ્ધ છે અને નવી ભરતી પણ કરશે.

    ગરવી ગુજરાતની વાસ્તવિક્તા, બાળકીના મૃત્યદરમાં યુપી, બિહાર જેવી સ્થિતિ !
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Nitish Kumar, પોલીસ, બિહાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन