દિલ્હી હિંસા : મહિલા પત્રકારની આપવીતી - 'હથિયારોથી સજ્જ તોફાનીઓએ ધમકી આપી, રેકોર્ડ ન કરો માત્ર એન્જોય કરો'

News18 Gujarati
Updated: February 26, 2020, 4:10 PM IST
દિલ્હી હિંસા : મહિલા પત્રકારની આપવીતી - 'હથિયારોથી સજ્જ તોફાનીઓએ ધમકી આપી, રેકોર્ડ ન કરો માત્ર એન્જોય કરો'
તોફાની ટોળાએ દિલ્હીમાં અનેક દુકાનોને આગને હવાલે કરી દીધી. (Photo AP)

હિંસક ભીડથી જીવ બચાવવા એક પત્રકારે પહેરેલી રૂદ્રાક્ષની માળા બતાવી, રેકોર્ડિગ કરનારા પત્રકારના ત્રણ દાંત તોડી નાખ્યા

  • Share this:
નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદાને લઈ ચાલી રહેલા પ્રદર્શનોએ દિલ્હીને હિંસામાં ધકેલી દીધી છે. ઉત્તર પૂર્વ દિલ્હીના અનેક વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધી 18થી વધુ લોકોનાં મોત થયા છે જેમાં એક પોલીસકર્મીનો પણ સમાવેશ થાય છે. જોકે, પોલીસનું કહેવું છે કે હવે સ્થિતિ કાબૂમાં છે. પરંતુ CNN News18ની જર્નાલિસ્ટ રુનઝુન શર્માએ નરી આંખે જોયેલી હિંસાની જે વાત વ્યક્ત કરી છે તે ચોંકાવનારી છે. રુનઝુનના જણાવ્યા મુવબ તોફાનીઓ એ હદે હિંસા કરી રહ્યા હતા કે તેઓ આગચંપી અને તોડફોડ કરવામાં આનંદ અનુભવી રહ્યા હતા.

જાણો પત્રકારની જુબાની, દહેશતની કહાણી

રુનઝૂન શર્માએ જણાવ્યું કે, મને લાગ્યું કે હું કોઈ હૉરર ફિલ્મ જોઈ રહી છું. દૃશ્ય બિલકુલ રુંવાડા ઊભા કરી દેનારું હતું. ભીડમાં કેટલાક લોકોના હાથમાં તલવારો, લોખંડના સળીયા અને હૉકી સ્ટિક હા. તેમનંથી અનેક હેલ્મેટ પહેરીને આવ્યા હતા અને જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા. જેવા તેઓ ઘરોમાં દાખલ થયા તો મેં પરેશાન કરનારા અવાજો સાંભળ્યા. થોડીક મિનિટ બાદ મેં એક બારીમાંથી આગની જ્વાળાઓ જોઈ. હું પૂર્વોત્તર દિલ્હીના ખજૂરી ખાસ વિસ્તારમાં બે અન્ય પત્રકારોની સાથે એક મોટા સીવર નાળા પર ઊભી હતી.

ભીડે ધમકી આપી કે - રેકોર્ડ ન કરો માત્ર એન્જોય કરો

રુનઝુન શર્માએ જણાવ્યું કે, ત્યાં જે પણ ઘટના સર્જાઈ રહી હતી તેને શૂટ કરવા કે રેકોર્ડ કરવાની મંજૂરી નહોતી. ભીડે તેમને ધમકી આપતાં કહ્યું કે, ફોન કાઢવાની જરૂર નથી, માત્ર દૃશ્યનો આનંદ લો. પત્રકારના જણાવ્યા મુજબ પથ્થર ફેંકવામાં આવી રહ્યા હતા અને અમારી સામે અને પાછળની ગલીઓમાં એસિડ ફેંકવામાં આવી રહ્યો હતો. ધાર્મિક માળખું પણ આગને હવાલે કરવામાં આવી રહ્યું હતું. અમને તેની નજીક જવાની મંજૂરી નહોતી પરંતુ આકાશમાં ઉઠતા કાળા ધૂમાડા દૂરથી દેખાઈ રહ્યા હતા.કલમ 144 લાગુ થવા છતાંય લોકો હથિયાર લઈને ઊભા હતા

જેવા અમે જૂના મૌજપુરથી થોડા આગળ એક સ્થાન તરફ આગળ વધ્યા. અમે એરિયામાં કલમ 144 લાગુ હોવા છતાંય હથિયારબંધ ભીડને જોઈ. જૂના મૌજપુરની પાસે વધુ એક ધાર્મિક સંરચનાને તોડવામાં આવી રહી હતી. રુનજુને જણાવ્યું કે બે એનડીટીવી પત્રકારો, સૌરભ શુક્લા અને અરવિંદ ગુનાસેકરની સાથે રિપોર્ટિંગ કરી રહી હતી. અમે પોતાની ગાડીઓ રોકી દીધી. અમે બાઇક પર તિલક લગાવેલા લોકોને જોયા. તેઓ હથિયારોથી સજ્જ હતા. જેમ કોઈ પણ રિપોર્ટર કરે છે અરવિંદ ગનસેકરે પોતાના મોબાઇલ ફોન પર તે દૃશ્યોને રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું, જે તેના શર્ટના બ્રેસ્ટ-પોકેટમાં રાખ્યો હતો. થોડીક જ મિનિટોમાં લગભગ 50 લોકો, લોખંડના સળિયા અને હૉકી સ્ટિકથી સજ્જ હતા અમારી તરફ દોડવા લાગ્યા. અમે કંઈ સમજી શકીએ તેઓએ અરવિંદની સાથે મારપીટ શરૂ કરી દીધી.

પત્રકારોએ હાથ જોડ્યા

સૌરભ શુક્લા અને મેં અમારા હાથ જોડ્યા અને ભીડને નિવેદન કર્યું કે અમે ત્રણેયને જવા દો. અમે સતત કહી રહ્યા હતા કે અમને માફ કરી દો, અમને જવા દો, અમે પત્રકાર છીએ. અરવિંદને સતત થોડીક મિનિટો સુધી માર્યા બાદ ભીડના કેટલાક લોકોએ તેમના ફોનથી વીડિયો ડિલીટ કરી દીધો. ત્યારબાદ જ તેને ત્યાંથી જવા દીધો. તે લંગડાઈ રહ્યો હતો અને મોંમાંથી લોહી વહી રહ્યું હતું, એક દાંત પડી ગયો હોત, બે અન્ય તૂટી ગયા હતા.

જીવ બચાવવા પત્રકારે રુદ્રાક્ષની માળા બતાવી

રુનજુન શર્માએ જણાવ્યું કે, ટોળાએ અમારો ધર્મના પુરાવા આપવા પણ કહ્યું. મેં મારું પ્રેસ આઈડી કાર્ડ બતાવ્યું જેમાં મારી સરનેમ શર્મા લઈ હતી. સૌરભ શુક્લાએ રુદ્રાક્ષ માળા બહાર કાઢી. ભીડે એ જાણી લીધું કે અમે પણ તેમના જ ધર્મના છીએ ત્યારબાદ જ અમને જવા દીધા. અમે ચૂપચાપ ત્યાંથી જતા રહ્યા. તેઓ જય શ્રી રામના નારા લગાવતા આગળ વધી ગયા.

આ પણ વાંચો, દિલ્હી હિંસા : સોનિયા ગાંધીએ અટલજીને યાદ કર્યા અને સરકાર પર સાધ્યું નિશાન
First published: February 26, 2020, 4:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading