નવી દિલ્હીઃ ચીનની સાથે ચાલી રહેલા સરહદ વિવાદ (Border Dispute)ની વચ્ચે ભારતીય સેના (Indian Army)ના ગ્રાઉન્ડ કમાન્ડરોને અનુશાસન રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથોસાથ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ચીની સૈનિકો (Chinese Soldiers)ને કોઈ પણ કિંમતે ભારતીય સરહદની અંદર ઘૂસવા ન દેવામાં આવે. સ્પષ્ટ છે કે ભારતીય સૈનિકોને પોતાની સરહદોની સંપ્રભુતા કાયમ રાખવાની સાથે જ કોઈ પણ પ્રકારના ચીની અતિક્રમણ રોકવાનો આદેશ આપવામાં આવી ચૂક્યા છે.
ચીની સૈન્ય દળ કરી રહ્યું છે ફાયરિંગ અભ્યાસ
સમાચાર એજન્સી એએનઆઈએ સરકારના સૂત્રોના હવાલાથી કહ્યું છે કે ફીલ્ડ કમાન્ડરોને કહેવામાં આવ્યું છે કે પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન શક્તિનું કારણ વગર પ્રદર્શન ન કરે. સૂત્રોનું કહેવું છે કે વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે ચીની પક્ષ પોતાની તરફ ફાયરિંગ પ્રેક્ટિસ પણ કરી રહ્યું છે. ચીન આ પ્રેક્ટિસ ભલે પોતાના વિસ્તારમાં કરે રહ્યું છે પરંતુ તેનો અવાજ ભારતીય વિસ્તારોમાં પણ સંભળાય છે.
ભારતીય પક્ષે બ્રિગેડિયર સ્તરની સૈન્ય વાતચીત દરમિયાન ચીની સૈનિકો દ્વારા ભાલા અને ધારદાર હથિયાર સાથે રાખવાનો મામલો પણ ઉઠાવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ચીને વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે લગભગ 50 હજાર સૈનિકોને એકત્ર કરી રાખ્યા છે જેમની પાસે ટેન્કો અને અન્ય યુદ્ધક સામાન છે. આ ઉપરાંત વિસ્તારોમાં યુદ્ધક સામગ્રીની સંખ્યા વધારવામાં આવી રહી છે.
આ પહેલા એક વરિષ્ઠ અધિકારી સૂત્રના હવાલાથી ખબર આવી હતી કે, ફેસ ઓફની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે, પરંતુ આપણે યુદ્ધને આરે નથી પહોંચ્યા. ચીનો એક પૂર્ણ વિકસિત સંઘર્ષ સુધીનું નિર્માણ કરે છે, પરંતુ હજુ સુધી માત્ર મામૂલી વાતો જ થઈ છે. હજુ ચીની તૈનાથી વધુ ઝડપી નથી. જોકે તેઓએ એમ પણ કહ્યું કે, તમે ચીનીઓ પર ભરોસો ન મૂકી શકો. 29 તારીખની સવાર, ચુશૂલમાં ચીની કમાન્ડરે પોતાના ભારતીય સમકક્ષ સાથે વાત કરી હતી તેમ છતાંય તે જ રાત્રે તેઓએ આપણી પોસ્ટ તરફ પોતાના સૈનિકોને મોકલ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર