કિમ જોંગ સાથે મુલાકાત કરશે ડોનાલ્ડ ટ્રમ્પ, પરંતુ રાખી એક શરત

News18 Gujarati
Updated: March 10, 2018, 12:39 PM IST
કિમ જોંગ સાથે મુલાકાત કરશે ડોનાલ્ડ ટ્રમ્પ, પરંતુ રાખી એક શરત

  • Share this:
અમેરિકન રાષ્ટ્ર્પતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયન તાનાશાહ કિમ જોંગ-ઉન સાથે મુલાકાત કરશે, પરંતુ તે માટે એક તેમને એક શરત રાખી છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવે શુક્રવારે જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઉત્તર કોરિયાના સર્વોચ્ચ નેતાથી ત્યાર સુધી મળશે નહી, જ્યાર સુધી ઉત્તર કોરિયા કંઈક મક્કમ પગલા નથી લઈ લેતો, જેને લઈને તેને વચન આપ્યા છે.

સારા સેંડર્સે કહ્યું, બંને નેતાઓ વચ્ચે આ બેઠક ત્યાર સુધી થઈ શકશે નહી, જ્યાર સુધી ઉત્તર કોરિયાએ આપેલા વચનોને તે પૂરા કરતો નથી.

સમાચાર એજન્સી એફે અનુસારાસ, પ્રવક્તએ આ વાતની પુષ્ટી કરી નથી કે, ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે આ બેઠક ક્યારે થશે. જોકે, દક્ષિણ કોરિયાએ સરકારે કહ્યું છે કે, આ મુલાકાત મે મહિનાથી પહેલા થશે. સારાહ સેંડર્સે કહ્યું, રાષ્ટ્રપતિએ ઉત્તર કોરિયાના વચનના આધાર પર આ બેઠકના નિમંત્રણનો સ્વીકાર કર્યો છે.

ઉલ્લેખનિય છે કે, કિમ જોંગે ભવિષ્યમાં પરમાણુ બોમ્બ અને મિસાઇલ પરીક્ષણ નહીં કરવાનું આશ્વાસન આપ્યું છે. ઉત્તર કોરિયા જે રીતે ન્યૂક્લિયર પરીક્ષણ કરી રહ્યું હતું તેને લઈને અમેરિકાએ અનેક વખત કડક કાર્યવાહી કરવાની ચેતવણી ઉચ્ચારી હતી. પરંતુ હવે બંને નેતાઓ વચ્ચે મે મહિનામાં મુલાકાત થવા જઈ રહી છે. બેઠક પહેલા ઉત્તર કોરિયા તરફથી અમેરિકાને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેઓ કોઈ પણ પ્રકારનું પરમાણુ કે મિસાઇલ પરીક્ષણ નહીં કરે.

ઉત્તર કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ચુંગ ઇઉઇ યોંગે ટ્રમ્પ અને તેની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ સાથે મુલાકાત બાદ આની જાહેરાત કરી હતી. નિવેદન આપતા ચુંગે કહ્યું કે, 'ઉત્તર કોરિયાના નેતાએ વહેલામાં વહેલી તકે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. '

ડોનાલ્ડ ટ્રમ્પે આ મુલાકાતને લઈને એક ટ્વિટ પણ કર્યું છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, 'કિમ જોંગે ફક્ત પરમાણુ કાર્યક્રમ રોકવાની જ નહીં પરંતુ નિશસ્ત્રીકરણની પણ વાત કરી છે. આ દરમિયાન ઉત્તર કોરિયા કોઈ પરમાણુ પરીક્ષણ નહીં કરે. વાતચીતમાં સારી પ્રગતિ થઈ છે, આ પ્રતિબંધ ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી કોઈ કાયમી કરાર નથી કરવામાં આવતો. અમારા વચ્ચે મુલાકાતની યોજના છે.'
First published: March 10, 2018, 12:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading