ડોનાલ્ડ ટ્રમ્પને ડિનરમાં પીરસાશે આ વ્યંજનો, ખાસ મહેમાન કરશે સ્વાગત

News18 Gujarati
Updated: February 25, 2020, 10:56 AM IST
ડોનાલ્ડ ટ્રમ્પને ડિનરમાં પીરસાશે આ વ્યંજનો, ખાસ મહેમાન કરશે સ્વાગત
(AP Photo/Alex Brandon)

મેન્યૂમાં વ્યંજનો ભારતીય હશે પરંતુ તેને બનાવવા માટે અમેરિકાના મસાલાઓનો ઉપયોગ કરવામાં આવશે

  • Share this:
નીરજ કુમાર, નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના ભારત પ્રવાસ પર અંતિમ ઑફિશિયલ કાર્યક્રમ રાષ્ટ્રપતિ (President Of India) તરફથી આયોજિત બૅંક્વિટ એટલે કે રાત્રિ ભોજન હશે. બૅંક્વિટની પૂરી તૈયારી રાષ્ટ્રપતિ ભવન (Rashtrapati Bhavan) તરફથી કરી લેવામાં આવી છે. સૌથી ખાસ વાત એ છે કે રાષ્ટ્રપતિ ભવનના મેન્યૂમાં વ્યંજનો તો ભારતીય હશે પરંતુ વ્યંજનોને બનાવવામાં અમેરિકાના મસાલાઓનો ઉપયોગ કરવામાં આવશે જેથી અમેરિકન ટેસ્ટ હોય. રાષ્ટ્રપતિ ભવનના બૅંક્વિટના મેન્યૂના તમામ વ્યંજનોને ખૂબ જ ખાસ રીતે બનાવવામાં આવશે, સૌથી પહેલા અમેરિકાના મહેમાનોને મોંમાં સ્વાદ બનાવવા માટે અમૂજ બૂશે પીરસવામાં આવશે. અમૂબ બૂશેને ખાવા લાયક ગોલ્ડન લીવ્સમાં ડેકોરેટ કરવામાં આવશે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને બાકી મહેમાોને સ્ટાર્ટરમાં ફીશ ટિક્કા પીરસવામાં આવશે જે સેલ્મન ફીશથી બનાવવામાં આવશે. અમેરિકાના લોકો સેલ્મન ફિશ પસંદ કરે છે. આ ઉપરાંત આલૂ ટિક્કી પણ પાલક પાપડી સાથે પીરસવામાં આવશે. લીંબું અને કોથમીર સૂપ પણ ખાવાના મેન્યૂમાં છે.

મેન્યૂના મેઇન કોર્સની વાત કરીએ તો રાન અલીશાન, દમ ગુચ્ચી મટર, દમ ગોશ્ત બિરયાની, દેક્કી બિરયાની અને મિન્ટ રાયતા ઉપરાંત રાષ્ટ્રપતિ ભવનની ખાસ ડિશ દાલ રાયસીના પણ સામેલ છે. ગળ્યામાં માલપુઆ રબડીની સાથે પીરસવામાં આવશે, આ ઉપરાંત હેજલનટ સફરજન વેનિલા આઇસ્ક્રીમ પણ મેન્યૂમાં છે.

કેટલા લોકોને આમંત્રણ અપાયું?

ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં આયોજિત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramanth Kovind)ના બૅંક્વિટમાં 90થી 100 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમાં લગભગ 25 લોકો અમેરિકાના મહેમાન છે જે ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અમેરિકાથી આવ્યા છે અને બાકી 60થી 65 લોકો ભારતથી હશે. દેશના દરેક હિસ્સાની કલા, ઉદ્યોગ, રાજનીતિ જગતની હસ્તીઓને રાષ્ટ્રપતિ ભવન તરફથી આમંત્રિત કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિના બૅંક્વિટ હૉલમાં બૅંક્વિટઅમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી બૅંક્વિટ રાષ્ટ્રપતિ ભવનના બૅંક્વિટ હૉલમાં આપવામાં આવશે. તેમાં મહત્તમ 104 લોકોના બેસવાની વ્યવસ્થા હોઈ શકે છે. બૅંક્વિટ હૉલમાં દેશના પૂર્વ રાષ્ટ્રપતિઓની લાઇફ સાઇઝ તસવીરો લાગેલી છે. બૅંક્વિટ હૉલમાં મેહમાનોને ભોજન સંગીતના સૂરોની સાથે પીરસવામાં આવશે.

આ પણ વાંચો, ટ્રમ્પ ખાશે પાન : જાણો કોણ છે દેવીપ્રસાદ પાંડે જેમની દુકાનથી આવશે આ પાન
First published: February 25, 2020, 10:56 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading