Home /News /national-international /એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને આપી ખુશખબર, 22 મહિના બાદ ટ્વિટર પર વાપસી થઈ

એલન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને આપી ખુશખબર, 22 મહિના બાદ ટ્વિટર પર વાપસી થઈ

donald trump (file photo)

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ રિસ્ટોર થઈ ગયું છે. ટ્વિટરના નવા બોસ એલન મસ્કના એલાન બાદ ટ્રમ્પે 22 મહિના બાદ સોશિયલ મીડિયા પર વાપસી કરી છે.

Donald trump twitter account:  અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ રિસ્ટોર થઈ ગયું છે. ટ્વિટરના નવા બોસ એલન મસ્કના એલાન બાદ ટ્રમ્પે 22 મહિના બાદ સોશિયલ મીડિયા પર વાપસી કરી છે. આ અગાઉ મસ્કે ટ્વિટ કરીને યુઝર્સને જાણકારી આપી હતી કે, લોકોની ઈચ્છા છે કે, ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવે અને તેવું જ થયું. આપને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા એલન મસ્કે ટ્વિટર પર એક પોલ દ્વારા લોકોને પુછ્યું હતું કે, શું ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવે?

આ પણ વાંચો: ટ્વિટરે ફરી એક વાર સપાટો બોલાવ્યો: કોન્ટ્રાક્ટ પર કામ કરી રહેલા 4400 કર્મચારીઓને ઘરભેગા કરી દીધા

એલન મસ્કે રવિવારેસ વારે ટ્વિટર કરીને લોકોને જાણકારી આપી હતી કે, ડોનાલ્ડ ટ્રમ્પને ટ્વિટર પર વાપસીની મંજૂરી આપવામાં આવશે. મસ્કના એલાન બાદ તુરંત જ ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ રિસ્ટોર થઈ ગયું. ટ્રમ્પ હવે ટ્વિટર પર દેખાવા લાગશે. મસ્કે તેની પાછળ હાલમાં જ કરેલા એક પોલનો ઉલ્લેખ પણ કર્યો હતો. કહ્યું કે, 15 મિલિયન લોકોની ઈચ્છા હતી કે, આવું થાય. મસ્કે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિના અકાઉન્ટ વિશે ટ્વિટ કર્યુ કે લોકોએ વાત કરી છે, ટ્રમ્પનું ટ્વિટર અકાઉન્ટ રિસ્ટોર કરવામાં આવે.


ભડકાઉ ટ્વિટર પર થઈ હતી એક્શન


આપને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના જૂના માલિકે ડોનાલ્ડ ટ્રમ્પ પર અનવોન્ટેડ કંટેંટને લઈને કરેલા ટ્વિટ બાદ એક્શન લીધી હતી. વર્ષ 2021માં તેમના ટ્વિટર અકાઉન્ટને હંગામી ધોરણે પ્રતિબંધ મુકી દીધો હતો.
First published:

Tags: Donald trump, Elon musk