ભારત પ્રવાસ પહેલા ટ્રમ્પ બન્યા બાહુબલી, વીડિયો ટ્વિટ કરી કહ્યું- મિત્રોને મળવા ઉત્સુક

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પએ બાહુબલી ફિલ્મનો વીડિયો રિટ્વિટ કર્યો, બાહુબલીના વેશમાં કરી રહ્યા છે યુદ્ધ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પએ બાહુબલી ફિલ્મનો વીડિયો રિટ્વિટ કર્યો, બાહુબલીના વેશમાં કરી રહ્યા છે યુદ્ધ

 • Share this:
  વૉશિંગટન : ભારત પ્રવાસ માટે રવાના થયાના થોડાક કલાક પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)એ ટ્વિટ કરીને કહ્યું કે તેઓ ભારતમાં પોતના મહાન મિત્રોને મળવા માટે આતુર છે. ટ્રમ્પે એક અનવેરિફાઇડ ટ્વિટર એકાઉન્ટ SoIના એક વીડિયોને રિટ્વિટ કર્યો છે. આ વીડિયોમાં દક્ષિણના અભિનેતા પ્રભાષની ફિલ્મ બાહુબલીના સીનનું સંપાદન કરવામાં આવ્યું છે.

  આ વીડિયોમાં ટ્રમ્પને બાહુબલી તરીકે દર્શાવવામાં આવ્યા છે. સાથોસાથ ઈવાન્કા, મેલાનિયા અને ટ્રમ્પના જમાઈ કુશનરને પણ દર્શાવવામાં આવ્યા છે. આ પહેલા ટ્રમ્પ, બૉલિવૂડ ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન'ની પણ ટ્વિટર પર પ્રશંસા કરી ચૂક્યા છે.  નોંધનીય છે કે, ભારત પ્રવાસ દરમિયાન તેમની સાથે આવનારા ઉચ્ચસ્તરીય ડેલિગેશનમાં તેમની દીકરી ઈવાન્કા, જમાઈ જેરેડ કુશનેર તથા ઉચ્ચ અમેરિકન અધિકારીઓનું દળ હશે. ટ્રમ્પના 24 અને 25 ફેબ્રુઆરીના ભારત પ્રવાસમાં તેમની સાથે પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ હશે. આ ડેલિગેશનમાં સામેલ અન્ય ઉચ્ચ અમેરિકન અધિકારીઓમાં નાણા મંત્રી સ્ટીવન મ્‍નૂચિન, નાણા મંત્રી બિલ્બર રોસ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રૉબર્ટ ઓબ્રાયન અને ઉર્જા મંત્રી ડૈન બ્રૂલિયેટ પણ હશે.

  રક્ષા તથા વેપાર સહિત વિભિન્ન મુદ્દાઓ પર મંત્રણા

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 25 ફેબ્રુઆરીએ રક્ષા તથા વેપાર સહિત વિભિન્ન ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા કરશે.

  અમદાવાદમાં આયોજિત થનારા 'નમસ્તે ટ્રમ્પ' (Namaste Trump) કાર્યક્રમ હ્યૂસ્ટનમાં યોજાયેલા 'હાઉડી મોદી' (Howdy Modi) કાર્યક્રમની જેમ હશે. મોદી ટ્રમ્પ માટે બપોરના ભોજનની મેજબાની કરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) ટ્રમ્પ માટે રાત્રિ ભોજનનું આયોજન કરશે.

  સૂત્રોનું કહેવું છે કે ભારત અને અમેરિકા વેપાર સોદાને અંતિમ રૂપ આપવાને લઈ કોઈ ઉતાવળ નથી ઈચ્છતું. બંને દેશ લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે. તેઓએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ દરમિયાન કેટલાક રક્ષા સોદા થઈ શકે છે.

  આ પણ વાંચો, જાણો એ કાળા સૂટવાળા બૉડી ગાર્ડ્સ વિશે જે 24 કલાક કરે છે ટ્રમ્પની સુરક્ષા
  Published by:Mrunal Bhojak
  First published: