વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ કહ્યું છે કે જો તેઓ ભારત-ચીન વિવાદ (India China Conflict)નો ઉકેલ લાવવામાં મદદ કરી શકશે તો તેમને ઘણી ખુશી થશે. એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે ગુરુવારે આશા વ્યક્ત કરી કે ભારત અને ચીન વચ્ચેના હાલના સરહદ વિવાદને ઉકેલવા માટે તેઓ સક્ષમ છે. આ દરમિયાન તેઓએ એશિયન દિગ્ગજોની મદદ માટે પોતાના પ્રસ્તાવનું પુનરાવર્તન કર્યું. ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં સંવાદદાતાઓને કહ્યું કે, મને ખબર છે કે હવે ચીન (China) અને ભારત (India)ને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. મને આશા છે કે તેઓ તેનો ઉકેલ શોધી શકશે. જો અમે મદદ કરી શકીએ તો અમે મદદ કરવાનું પસંદ કરીશું.
ભારત ચીન વિવાદને ધ્યાને લઈ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ટિપ્પણી ભારતીય અને ચીની સૈન્ય કમાન્ડરોની વચ્ચે લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર મહિનાઓથી ચાલી રહેલા ગતિરોધને ઉકેલવાના ઉદ્દેશ્યથી ચાલી રહેલી મંત્રણા દરમિયાન આવી છે. બંને દેશ હિમાલયમાં પોતાના વિવાદસ્પદ સરહદ પર વધુ સૈનિકોને મોકલવાથી રોકવા પર સહમત થયા છે.
આ પહેલા પણ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ભારત અને ચીન બંને સાથે સ્થિતિ વિશે વાત કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે અમે ચીન અને ભારતના સંબંધમાં મદદ કરવા માટે તૈયાર છે. જો અમે કંઈ પણ કરી શકીશું તો અમને તેમાં સામેલ થઈને વધુ મદદ કરવાનું પસંદ કરીશું. અમે બંને દેશો સાથે આ મામલે વાત કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીનના સૈન્ય કમાન્ડરોની વચ્ચે છઠ્ઠા ચરણની મંત્રણા સોમવારે થઈ જેમાં બંને પક્ષોએ LAC પર સ્થિતિને સ્થિર કરવાના મુદ્દે પોતાના વિચારોનું આદાન પ્રદાન કર્યું. તેમાં બંને પક્ષ સરહદ પર વધુ સૈનિકો ન મોકલવા, પરસ્પર સંપર્ક મજબૂત કરવા અને ગેરસમજો તથા ખોટા નિર્ણયથી બચવા પર સહમત થવાની સાથે જ વાસ્તવિક સ્થિતિને એકતરફી રીતે ન બદલવા માટે સહમત થયા.
તેઓએ કહ્યું કે, અમે જેમ પહેલા ઉલ્લેખ કરી ચૂક્યા છીએ કે સૈનિકોને પાછળ હટાવવા એક જટિલ પ્રક્રિયા છે જેમાં બંને પક્ષોને એલએસીના પોતપોતાની તરફ નિયમિત ચોકીઓ પર સૈનિકોની પુનઃ તૈનાતીની જરૂર પડશે. તેના માટે પારસ્પરિક સહમતિવાળી કાર્યવાહીની આવશ્યક્તા હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર