ટ્રમ્પ H1-B વિઝા પર કરી શકે છે મોટો નિર્ણય, બે લાખ 40 હજાર લોકો થશે પ્રભાવિત

News18 Gujarati
Updated: June 22, 2020, 10:22 PM IST
ટ્રમ્પ H1-B વિઝા પર કરી શકે છે મોટો નિર્ણય, બે લાખ 40 હજાર લોકો થશે પ્રભાવિત
ડોનાલ્ડ ટ્રમ્પ H1-B વિઝા પર કરી શકે છે મોટો નિર્ણય, બે લાખ 40 હજાર લોકો થશે પ્રભાવિત

કોવિડ-19 મહામારીના કારણે અમેરિકામાં બેરોજગારી દર વધ્યો છે

  • Share this:
નવી દિલ્હી : કોવિડ-19 મહામારીના કારણે અમેરિકામાં બેરોજગારી દર વધ્યો છે. આ કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ H-1B વિઝા સહિત અસ્થાયી કાર્ય વિઝાને નિલંબિત કરવાની જાહેરાત કરી શકે છે. 180 દિવસ માટે આ પ્રતિબંધ સંભવ છે. જો આમ થશે તો ભારતીય પ્રોફેશનલને ફટકો પડશે. ‘ગ્રેટ અમેરિકન ડ્રીમ’ને પુરુ કરવા માટે વિઝા પ્રતિબંધ દુનિયાના અલગ-અલગ ભાગના 2,40,000 લોકોને પ્રભાવિત કરી શકે છે. H-1B વિઝા અરજીકર્તાની યાદીમાં સૌથી વધારે ભારતીય આઈટી પ્રોફેશનલ પ્રભાવિત થઈ શકે છે.

અમેરિકામાં કામ કરવા માટે H-1B વિઝા મેળવનાર લોકોમાં સૌથી વધારે ભારતીય આઈટી પ્રોફેશનલ હોય છે. જેથી વિઝાના પ્રતિબંધ પર સૌથી વધારે નુકસાન ભારતીયોને થશે તે નક્કી છે. જોકે એવી પણ સંભાવના છે કે નવા વિઝા પ્રતિબંધથી હાલના સમયે વર્ક વિઝા પર અમેરિકામાં કામ કરતા લોકો પર અસર પડશે નહીં. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તે રવિવારે કે સોમવારે નવા વિઝા પ્રતિબંધની જાહેરાત કરશે.


આ પણ વાંચો - સૈન્ય વાતચીતમાં ચીને સ્વીકાર્યું- અથડામણમાં માર્યો ગયો હતો ચીની કમાન્ડિંગ અધિકારી

કોરોના વાયરસના કારણે અમેરિકામાં બેરોજગારી વધી છે. અમેરિકાના લોકોને નોકરી આપવી પ્રાથમિકતા છે. ટ્રમ્પના નિર્ણયથી 2,40,000 લોકો પ્રભાવિત થશે. અમેરિકામાં દર વર્ષે 85,000 લોકોને H-1B વિઝા મળે છે. જેમાં 70 ટકા ભારતીયોને ફાળે આવે છે.
First published: June 22, 2020, 10:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading