Home /News /national-international /

PM મોદી સાથે બેઠક પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ ઇમરાન ખાન સાથે મુલાકાત કરશે

PM મોદી સાથે બેઠક પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ ઇમરાન ખાન સાથે મુલાકાત કરશે

મોદી, ટ્રમ્પ (ફાઇલ તસવીર)

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan)ની અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સાથે 23મી સપ્ટેમ્બરના રોજ મુલાકાત થઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પની મુલાકાત ન્યૂયોર્કમાં મંગળવારે થશે.

    વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે ઔપચારિક મુલાકાત પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan) સાથે મુલાકાત કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇમરાન ખાન વચ્ચે સોમવારે ઔપચારિક બેઠક થશે. જે બાદમાં ટ્રમ્પ અને મોદી વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ન્યૂયોર્કમાં બેઠક થશે. જોકે, રવિવારે ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદીના હ્યૂસ્ટન ખાતે યોજાનાર હાઉડી મોદી (Howdy Modi) કાર્યક્રમમાં ભાગ લેશે. જ્યારે ઔપચારિક રીતે મુલાકાતનો દૌર સોમવારે અને મંગળવારે હશે.

    પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન 23મી સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ન્યૂયોર્કમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. પાકિસ્તાનના દૈનિક વર્તમાનપત્ર 'ડૉન' એ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે યૂએનજીએ સત્ર દરમિયાન ખાન અને ટ્રમ્પ વચ્ચે બે મુલાકાત થશે.

    હાઉદી મોદી કાર્યક્રમમાં 50 હજાર લોકો આવશે

    ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી હ્યૂસ્ટનમાં 'હાઉડી મોદી' નામના એક કાર્યક્રમમાં 50 હજારથી વધારે ભારતીય-અમેરિકન લોકોને સંબોધન કરશે. જેના એક દિવસ બાદ ખાન અને ટ્રમ્પ વચ્ચે ઔપચારિક મુલાકાત થશે. ખાન રવિવારે ન્યૂયોર્ક પહોંચે તેવી આશા છે, આ જ દિવસે ટ્રમ્પ અને મોદી સંયુક્ત રેલીને સંબોધન કરશે.

    મોદી અને ઇમરાન 27મી સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્રને સંબોધન કરશે

    પીએમ મોદી અને ઇમરાન ખાન 27મી સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરશે. ઇમરાન ખાને જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેઓ કાશ્મીરનો મુદ્દો ઉઠાવશે. ઇસ્લામાબાદના વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યુ હતુ કે પાકિસ્તાને કાશ્મીર મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે સતત પગલાં લીધા છે.

    પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ કે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની કાર્યવાહી 'કાશ્મીરની વર્તમાન સ્થિતિને અર્થપૂર્ણ રીતે પ્રભાવિત કરે,' તે માટે પાકિસ્તાન દરેક સંભવિત વિકલ્પો અજમાવશે.

    બીજ તરફ, ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલેએ નવી દિલ્હીમાં ગુરુવારે કહ્યુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અઠવાડિયોનો પ્રવાસ ફક્ત આતંકવાદ પર કેન્દ્રીત નહીં હોય પરંતુ આ દરમિયાન ભારતની સિદ્ધિઓ અને તેની વૈશ્વિક ભૂમિકા પર પણ કેન્દ્રીત હશે.

    આ પણ વાંચો : ભારત-અમેરિકા શાંતિપૂર્ણ અને સ્થિર દુનિયાના નિર્માણમાં યોગદાન આપી શકે છે : PM મોદી
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Donald trump, Howdy Modi, Imran Khan, નરેન્દ્ર મોદી, પીએમ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन