Home /News /national-international /ખુદની સોશ્યલ મીડિયા કંપની માટે ડોનાલ્ડ ટ્રમ્પે 75 અબજ રૂપિયા ઊભા કર્યા, ટ્વિટર-ફેસબુક પર બૅન છે
ખુદની સોશ્યલ મીડિયા કંપની માટે ડોનાલ્ડ ટ્રમ્પે 75 અબજ રૂપિયા ઊભા કર્યા, ટ્વિટર-ફેસબુક પર બૅન છે
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે જાન્યુઆરીથી જ ટ્વિટર અને ફેસબુક ઉપર બૅન છે. (Image- Shutterstock)
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે જાન્યુઆરીથી જ ટ્વિટર અને ફેસબુક ઉપર બૅન છે. ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપ (Trump Media & Technology Group) આવતા વર્ષની શરૂઆતમાં ટ્રુથ સોશિયલ (Truth Social)ની સોશિયલ મીડિયા એપ લોન્ચ કરવા જઈ રહ્યું છે.
વોશિંગ્ટન. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની નવી સોશ્યલ મીડિયા કંપનીએ દાવો કર્યો છે કે, કંપનીએ સ્ટોક માર્કેટ લિસ્ટિંગ પહેલાં રોકાણકારો પાસેથી 1 અબજ ડોલર એટલે કે 75 અબજ રૂપિયા (75 અબજ 13 કરોડ 46 લાખ 66 હજાર 500 રૂપિયા) ભેગાં કરવા માટે સમજૂતી કરી લીધી છે. ટ્રમ્પ મીડિયા એન્ડ ટેકનોલોજી ગ્રુપ (Trump Media & Technology Group) આવતા વર્ષની શરૂઆતમાં ટ્રુથ સોશિયલ (Truth Social)ની સોશિયલ મીડિયા એપ લોન્ચ કરવા જઈ રહ્યું છે.
જણાવી દઈએ કે આ નિર્ણય એવા સમયે લેવામાં આવી રહ્યો છે જ્યારે ટ્રમ્પ ખુદ ટ્વિટર અને ફેસબુક પર બૅન છે. યુએસ કેપિટલ પર હુમલા બાદ બંને સોશિયલ મીડિયા કંપનીઓએ તેમના કથિત ભડકાઉ નિવેદન માટે સોશિયલ મીડિયા પર બૅન કરી દીધા હતા. ટ્રમ્પ મીડિયા એન્ડ ટ્ક્નોલોજી ગ્રુપે કહ્યું, 1 અબજ ડોલર એકઠા થવા દર્શાવે છે કે સેન્સરશિપ અને રાજકીય ભેદભાવ ખતમ થવા જોઈએ.
કંપનીએ કહ્યું, જેમ જેમ અમારી બેલેન્સ શીટ વધશે, ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી ગ્રુપ બિગ ટેક (ફેસબુક-ટ્વિટર)ના અત્યાચાર વિરુદ્ધ લડવા માટે એક મજબૂત સ્થિતિમાં હશે. ટ્રમ્પે આ વર્ષની શરૂઆતમાં ટ્રુથ સોશિયલ લોન્ચ કરવાની યોજનાની ઘોષણા કરતા કહ્યું હતું કે, આ ‘રાજકીય વિચારધારાના આધારે ભેદભાવ વિના’ વાતચીતનો આધાર બનશે. ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્ર્નોલોજી ગ્રુપે ડિજિટલ વર્લ્ડ એક્વિઝિશન સાથે આ પ્રોજેક્ટ પર ભાગીદારી કરી છે.
શનિવારે ટ્રમ્પની ફર્મએ કહ્યું કે, તેમણે સંસ્થાકિય રોકાણકારોના ગ્રુપ પાસેથી 1 અબજ મળ્યા છે. જોકે, આ રોકાણકારો કોણ છે તે તેમણે નહોતું જણાવ્યું. રિપોર્ટ્સ અનુસાર, સોશિયલ મીડિયા ફર્મની વેલ્યુ હવે 4 અબજ સુધી પહોંચી ગઈ છે. રોયટર્સ અનુસાર, અમુક વોલ સ્ટ્રીટ ફર્મ પૂર્વ રાષ્ટ્રપતિના નવા વેન્ચરમાં રોકાણ કરતા બચી છે, પરંતુ અમુક ફેમિલી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ અને પૈસાદાર વ્યક્તિઓએ આમાં મદદ કરી છે.
જે સમયે ટ્રમ્પને બ્લોક કરવામાં આવ્યા હતા ત્યારે ટ્રમ્પના ટ્વિટ ઉપર 8.9 કરોડ, ફેસબુક ઉપર 3.3 કરોડ અને ઇન્સ્ટાગ્રામ ઉપર 2.45 કરોડ ફોલોઅર્સ હતા. ગત દિવસોમાં તેમણે વારંવાર સંકેત પણ આપ્યો છે કે, તે 2024માં ફરી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર