Howdy Modi ઇવેન્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામેલ થશે, પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી

News18 Gujarati
Updated: September 16, 2019, 10:29 AM IST
Howdy Modi ઇવેન્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામેલ થશે, પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

આવું પહેલીવાર થશે કે જ્યારે અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાનની સાથે એક જ મંચ પર હજારો ઇન્ડો-અમેરિકન નાગરિકોને સંબોધિત કરશે

  • Share this:
અમેરિકા (America)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના કાર્યક્રમ 'Howdy Modi'માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પણ સામેલ થશે. આ અહેવાલ પર વ્હાઈટ હાઉસે પણ પોતાની મહોર મારી દીધી છે. નોંધનીય છે કે, 22 સપ્ટેમ્બરે હ્યૂસ્ટનમાં મોદી ભારતીય સમુદાયને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિની શક્યતા છે. Howdy Modi નામના આ કાર્યક્રમમાં પહેલાથી જ ટ્રમ્પના સામેલ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

બીજી તરફ, વ્હાઉટ હાઉસ તરફથી તેની પુષ્ટિ થયા બાદ પીએમ મોદીએ કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિનું આ વિશેષ પગલું ભારત અને અમેરિકાની વચ્ચેની ખાસ મિત્રતાને દર્શાવે છે. મને ખુશી છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ 22 સપ્ટેમ્બરે યોજાનારા કાર્યક્રમમાં સામેલ થશે.

આવું પહેલીવાર થશે કે જ્યારે અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાનની સાથે એક જ મંચ પર હજારો ઇન્ડો-અમેરિકન નાગરિકોને સંબોધિત કરશે. અમેરિકામાં ભારતીય રાજદૂત હર્ષ વર્ધન સિંઘલે આ ઇવેન્ટને ઐતિહાસિક અને અભૂતપૂર્વ ગણાવી છે. 'હાઉડી' (Howdy) શબ્દ અંગ્રેજીના 'હાઉ ડૂ યૂ ડુ' (How Do You Do) નું શોર્ટ ફોર્મ છે. સાઉથ વેસ્ટ યૂએસમાં આ શબ્દ ઘણો પ્રચલિત છે.

આ કાર્યક્રમનું આયોજન હ્યૂસ્ટન સ્થિત સંસ્થા ટેક્સાસ ઈન્ડિયા ફોરમ કરી રહી છે. (ફાઇલ તસવીર)


આ પણ વાંચો, ઈમરાન ખાને સ્વીકાર્યુ : ભારત સાથેના યુદ્ધમાં પાકિસ્તાન હારી જશે

આ કાર્યક્રમનું આયોજન હ્યૂસ્ટન સ્થિત બિન-લાભકારી સંસ્થા ટેક્સાસ ઈન્ડિયા ફોરમ (TIF) કરી રહ્યું છે. પીએમ મોદીનો આ કાર્યક્રમ એનઆરજી સ્ટેડિયમમાં આયોજિત થશે. વડાપ્રધાન મોદીને સાંભળવા માટે આ સ્ટેડિયમમાં 50 હજાર લોકોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. અત્યાર સુધી તમામ સીટો બુક થઈ ચૂકી છે. હવે જે પણ લોકો પીએમ મોદીને સાંભળવા માટે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે તેમને વેઇટિંગ લિસ્ટમાં સામેલ કરવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાન મોદીને સાંભળવા માટે સ્ટેડિયમમાં 50 હજાર લોકોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. (ફાઇલ તસવીર)


હ્યૂસ્ટનમાં 1.30 લાખથી વધુ ભારતીય-અમેરિકન રહે છે

યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ માટે રજિસ્ટ્રેશન 29 ઓગસ્ટ સુધી સ્પેશલ એલોટમેન્ટ રૂપે શરૂ થયું હતું. અહીં પીએમ મોદી મુખ્ય બિઝનેસમેન, રાજકીય અને વિવિધ સમુદાયના નેતાઓને મળશે. નોંધનીય છે કે, હ્યૂસ્ટનમાં લગભગ 1.30 લાખથી વધુ ભારતીય-અમેરિકન રહે છે. કહેવાય છે કે ઉત્તર અમેરિકામાં કોઈ પણ ભારતીય વડાપ્રધાનને સાંભળવા માટે આ અત્યાર સુધીનો સૌથી મોટું લાઇવ ઓડિયન્સ હશે. જો સમગ્ર અમેરિકાની વાત કરીએ તો પોપ ફ્રાન્સિસ બાદ કોઈ પણ વિદેશી નેતાને સાંભળવા માટે પણ આ અત્યાર સુધીનું સૌથી વધુ લાઇવ ઓડિયન્સ હશે.

આ પણ વાંચો, 'બદલૂરામ કા બદન' માર્ચ ગીત પર એક સાથે નાચ્યા ભારતીય અને અમેરિકન સૈનિકો
First published: September 16, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...