Home /News /national-international /ભારતના ટોપ બિઝનેસમેનને મળ્યા ટ્રમ્પ, કહ્યું - તમને કાનૂનમાં ઢીલ આપીશું

ભારતના ટોપ બિઝનેસમેનને મળ્યા ટ્રમ્પ, કહ્યું - તમને કાનૂનમાં ઢીલ આપીશું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ભારતના ટોપના બિઝનેસમેન સાથે મુલાકાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ભારતના ટોપના બિઝનેસમેન સાથે મુલાકાત કરી

    નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) મંગળવારે ભારતના ટોપના બિઝનેસમેન સાથે મુલાકાત કરી હતી. ટ્રમ્પે વિશ્વાસ આપ્યો છે કે અમેરિકામાં વેપાર કરવા માટે ઉત્સાહિત ભારતીયો માટે તે કાયદા-કાનૂનના અંકુશ વધારે ઓછા કરીને કાનૂનમાં ઢીલ પણ આપશે. ટ્રમ્પે કહ્યું હતું કે અમે અમેરિકી અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે વધારે વિદેશી નિવેશકોને તક આપવા માંગીએ છીએ. ટ્રમ્પે એમ પણ કહ્યું કે જો હું ચૂંટણીમાં જીતીશ તો આપણા (ભારત-અમેરિકા) બજાર1000 પોઇન્ટ ઉપર ચાલશે.

    ટ્રમ્પે પોતાની યાત્રાના બીજા દિવસે ભારતની ટોપ કંપનીઓના માલિકો સાથે મુલાકાતમાં કહ્યું કે બંને દેશો એક મોટી ટ્રેડ ડીલ પર કામ કરી રહ્યા છે. જોકે આ યાત્રામાં આ ડીલ વિશે કોઈ વિગત જાહેર કરવામાં આવી રહી નથી. ભારત યાત્રા વિશે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે અહીં આવવું મારા માટે સન્માનની વાત છે. અમે ભારત સાથે વેપારની ઘણી વાત કરી છે. તે અમારી પાસે 3 અરબ ડોલર કિંમતના હેલિકોપ્ટર ખરીદશે. ટ્રમ્પે મોદીને ફરી એક વખત સખત પ્રશાસક અને નેતા બતાવ્યા છે. જોકે એમ પણ કહ્યું કે તે દિલના સારા માણસ છે. ટ્રમ્પે કહ્યું કે અમે અહીં નોકરીઓ સૃજિત કરી. તેમણે ત્યાં (અમેરિકા) રોજગાર સૃજન કર્યું છે.

    આ પણ વાંચો - PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે લાંબી વાતચીત, ભારતે અમેરિકા સાથે ત્રણ કરાર કર્યાં

    ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે કોરોનાવાયરસ મહામારીને જલ્દી કાબુ કરી લેવામાં આવશે કારણ કે ચીન આ મામલે પુરી તત્પરતાથી અને જોર-શોરથી કામ કરી રહ્યું છે. ભારતીય ઉદ્યોગપતિને સંબોધિત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે ખતરનાક વિષાણુંથી નિપટવાને લઈને અમેરિકાની લગભગ 2.5 અરબ ડોલર ખર્ચ કરવાની યોજના છે. મેં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી છે. હાલ એવું લાગી રહ્યું છે કે તેને સતત કાબુમાં કરી રહ્યા છે. જેથી મને લાગે છે કે આ સમસ્યા દૂર થવા જઈ રહી છે.

    અમેરિકાના રાષ્ટ્રપતિ સાથેની બેઠકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી, મહિન્દ્રા સમૂહના ચેરમેન આનંદ મહિન્દ્રા, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન અને આદિત્ય બિરલા સમૂહના ચેરમેન કુમાર મંગલમ બિરલા સામેલ હતા.
    First published:

    विज्ञापन
    विज्ञापन