ઇમરાન ખાનને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ- કાશ્મીર પર PM મોદીનું ભાષણ લોકોને ખૂબ ગમ્યું

News18 Gujarati
Updated: September 24, 2019, 9:07 AM IST
ઇમરાન ખાનને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ- કાશ્મીર પર PM મોદીનું ભાષણ લોકોને ખૂબ ગમ્યું
ઇમરાન ખાન, ડોનાલ્ડ ટ્રમ્પ

પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રવિવારે હ્યૂસ્ટનમાં Howdy Modi કાર્યક્રમમાં પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યુ હતુ કે, "ભારતના નિર્ણય સામે તેમને (પાકિસ્તાનને) વાંધો છે, જેનાથી પોતાના દેશનો સરખો વહીવટ નથી થતો. આ એ લોકો છે જે ઉગ્રવાદને પોષે છે."

  • Share this:
ન્યૂયોર્ક : સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ની બેઠક દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan) સાથે મુલાકાત કરી હતી. ન્યૂયોર્કમાં સોમવારે થયેલી આ બેઠકમાં ટ્રમ્પે ઇમરાન ખાનને હાઉડી મોદી (Howdy Modi) ઇવેન્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ભાષણનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યુ કે પીએમ મોદીએ કાશ્મીર પર ખૂબ જ આક્રમક ભાષણ આપ્યું હતું, ત્યાં હાજર લોકોને તેમનું ભાષણ ખૂબ પસંદ પડ્યું હતું. લોકોએ મોદીના ભાષણનું જોરદાર સમર્થન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આજે UNGAમાં પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશે.

ટ્રમ્પે ઇમરાન ખાનને હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમ ખાતે યોજાયેલા Howdy Modi  કાર્યક્રમ ઇવેન્ટ વિશે જણાવતા કહ્યુ કે, "મેં રવિવારે ખૂબ આક્રમક ભાષણ સાંભળ્યું હતું. હું ત્યાં હજાર હતો. મને ખબર ન હતી કે ત્યાં મને ભારતના વડાપ્રધાન પાસેથી આ ભાષણ સાંભળવા મળશે." પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ રવિવારે હ્યૂસ્ટનમાં Howdy Modi કાર્યક્રમમાં પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યુ હતુ કે, "ભારતના નિર્ણય સામે તેમને (પાકિસ્તાનને) વાંધો છે, જેનાથી પોતાના દેશનો સરખો વહીવટ નથી થતો. આ એ લોકો છે જે ઉગ્રવાદને પોષે છે."

આ પણ વાંચોટ્રમ્પ પાકિસ્તાની પત્રકાર પર ભડક્યા, ઈમરાન ખાનની સામે જ કરી ફજેતી

આતંકને પોષનારાઓ સામે કડક કાર્યવાહ થાય : મોદી

'હાઉડી મોદી'માં વડાપ્રધાન મોદીએ આતંકવાદ સામે નિર્ણાયક લડાઇની અપીલ કરી હતી. આવું કહીને મોદીએ આતંકવાદને પોષતા પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે હવે એવો સમય આવી ગયો છે કે આતંકવાદનું સમર્થન કરતા અને આતંકવાદનો ઉછેર કરતા લોકો સામે નિર્ણાયક લડાઈ લડવામાં આવે.

ટ્રમ્પે કાશ્મીર મુદ્દે ફરીથી મધ્યસ્થતા કરવાનો ઉલ્લેખ કર્યોઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવાનો વિચાર રજૂ કર્યો છે. તેમણે કહ્યુ, "હું આશા રાખું છું કે ભારત અને પાકિસ્તાન સાથે આવશે. બંને મળીને કંઈક એવું કરશે જે બંને માટે સારું હશે. હું માનું છું કે દરેક સમસ્યાનું સમાધાન હોય છે તો કાશ્મીરનું સમાધાન પણ જરૂર થશે."

આતંકવાદને ખતમ કરવા સિવાય પાક. પાસે કોઈ રસ્તો નથી

પ્રૅસ કૉન્ફરન્સ દરમિયાન જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, તેઓ આતંકવાદ સામે પાકિસ્તાનની લડાઈથી ખુશ છે, તો તેમણે સીધુ જ જણાવ્યું કે ઇમરાન ખાનની સરકારે ખૂબ સારી પ્રગતિ કરી છે. મને લાગે છે કે તેઓ કંઇક કરવા માંગે છે. બીજો કોઈ રસ્તો નથી. આતંકવાદનો રસ્તો ફક્ત વિનાશ, મોત અને ગીરીબી તરફ લઈ જશે.

આ પણ વાંચોHowdy Modi: જાણો મોદી-ટ્રમ્પ સાથે સેલ્ફી લેનાર આ છોકરો કોણ છે?

પીએમ મોદીનું ભાષણ સાંભળવા અચાનક UN પહોંચ્યો ટ્રમ્પ

વડાપ્રધાન મોદીએ ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય ખાતે સોમવારે જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલા એક સત્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન અમેરિકાના રાષ્ટપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ મોદીનું ભાષણ સાંભળવા માટે અચાનક યૂએન પહોંચી ગયા હતા. ટ્રમ્પનો આ કાર્યક્રમ નક્કી ન હતો. અહીં તેઓ 15 મિનિટ સુધી રોકાયા હતા. તેમણે સત્રને સંબોધન કર્યું ન હતું પરંતુ પીએમ મોદીનું ભાષણ સાંભળ્યું હતું.

આ પણ વાંચો : UNમાં પીએમ મોદીએ કહ્યું, જળવાયું પરિવર્તન પર વાતચીત નહીં, દુનિયાએ હવે કામ કરવું પડશે
First published: September 24, 2019, 8:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading