ટ્રમ્પ બે વર્ષમાં 8,000થી વધુ વખત ખોટું બોલ્યા, રોજ 6 વાર ગેરમાર્ગે દોર્યા: અહેવાલ

ટ્રમ્પ બે વર્ષમાં 8,000થી વધુ વખત ખોટું બોલ્યા, રોજ 6 વાર ગેરમાર્ગે દોર્યા: અહેવાલ
ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

અમેરિકાના અખબાર 'વૉશિંગ્ટન પોસ્ટ'ના અહેવાલમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિએ પોતાના કાર્યકાળના પ્રથમ વર્ષમાં પ્રતિદિન અવેરેજ છ વાર ગુમરાહ કરે તેવા દાવા કર્યા હતા, જ્યારે બીજા વર્ષે ત્રણ ગણા ઝડપી આવા 17 દાવા પ્રતિદીન કર્યા હતા.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી અત્યાર સુધીમાં 8,158 વખત ખોટું બોલ્યા છે અથવા તો ગેરમાર્ગે દોરે તેવા દાવા કરી ચુક્યા છે. એક મીડિયા અહેવાલમાં આ બાબતનો ખુલાસો અમેરિકામાં કરવામાં આવ્યો છે.

  અમેરિકાના અખબાર ' વૉશિંગ્ટન પોસ્ટ'ના અહેવાલમાં જણાવાયું છે કે રાષ્ટ્ર્પતિએ પોતાના કાર્યકાળના પ્રથમ વર્ષે પ્રતિદિન એવરેજ છ વખત ગુમરાહ કરનારા દાવા કર્યા છે, જ્યારે બીજા વર્ષે તેમણે ત્રણ ગણી ઝડપે પ્રતિદીન આવા 17 દાવા કર્યા છે.



  અખબારે અહેવાલમાં 'ફૅક્ટ ચેકર' આંકડાને ટાંકીને આ અહેવાલ રજૂ કર્યો છે. 'ફૅક્ટ ચેકર' અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલા દરેક શંકાસ્પદ નિવેદનોનું વિશ્લલેષણ કરે છે. જેના મુજબ ટ્રમ્પે અત્યારસુધીમાં 8,158 વખત ગુમરાહ કરે તેવા દાવા કર્યા છે.

  અખબારે જણાવ્યું છે કે રાષ્ટ્રપતિએ બીજા વર્ષે 6,000થી વધુ વખત આ પ્રકારના દાવાઓ કર્યા છે. રિપોર્ટ મુજબ, ટ્રમ્પે સૌથી વધુ ખોટા દાવા ઇમગ્રેશન અંગે કર્યા છે. આ વિષયમાં તેઓ અત્યાર સુધીમાં 1433 વખત ખોટા દાવા કરી ચુક્યા છે, જેમાં પછલા ત્રણ અઠવાડિયા દરમિયાન થયેલા 300 દાવાનો સમાવેશ થાય છે.

  ટ્રમ્પે વિદેશ નીતિ અંગે 900 દાવા કર્યા છે, ત્યારબાદ વેપાર અંગે 854 અને અર્થવ્યવસ્થા અંગે 790, અને નોકરીઓ અંગે 755 ખોટા દાવા કર્યા છે. આ ઉપરાંત અન્ય વિષયોના 899 દાવા કર્યા છે. આ દાવામાં મીડિયા અને અને અન્ય લોકોને પોતાના દુશ્મન ગણાવતા લોકો પર કરાયેલા દાવાઓનો સમાવેશ થાય છે.

  અહેવાલ મુજબ, ટ્રમ્પના કાર્યકાળમાં 11 ટકા સમય એટલે કે ફક્ત 82 દિવસ જ એવા છે, જેમાં ટ્રમ્પે કોઈ દાવો નથી કર્યો. આ દિવસો દરમિયાન ટ્રમ્પ ગોલ્ફ રમવામાં વ્યસ્ત હતા. (PTI)
  Published by:News18 Gujarati
  First published:January 22, 2019, 19:11 pm

  ટૉપ ન્યૂઝ