ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો, બંને સાથે કરી રહ્યા છીએ વાત

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો, બંને સાથે કરી રહ્યા છીએ વાત
સરહદ પર ભારત અને ચીન વચ્ચે ઘણી મોટી સમસ્યા છે, હાલત ખૂબ ગંભીર છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

સરહદ પર ભારત અને ચીન વચ્ચે ઘણી મોટી સમસ્યા છે, હાલત ખૂબ ગંભીર છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

 • Share this:
  વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ કહ્યું છે કે તેઓ ભારત અને ચીન (India China Conflict)ને સરહદ પર તણાવને ઓછો કરવામાં મદદ કરી શકે છે. આ પહેલા લદાખમાં LAC પર હિંસાના બીજા દિવસે અમેરિકાએ કહ્યું હતું કે સમગ્ર ઘટનાક્રમ પર તેમની નજર છે. નોંધનીય છે કે, ગલવાન ઘાટી (Galwan Valley)માં ચીનની સાથે થયેલા હિંસક ઘર્ષણમાં ભારતના 20 સૈનિક શહીદ થયા હતા, જ્યારે કહેવામાં આવી રહ્યું છે કે ભારતે પણ ચીનના લગભગ 45 સૈનિકોને ઢાળી દીધા.

  ‘અમે વાતચીત કરી રહ્યા છીએ’  ટ્રમ્પે ઓકલાહોમામાં રેલી માટે જતાં પહેલા મીડિયા સાથે વાતચીત દરમિયાન ભારત-ચીન વિવાદ પર પોતાની વાત રજૂ કરી. તેઓએ કહ્યું કે, હાલત ખૂબ ગંભીર છે. અમે લોકો ભારત સાથે વાતચીત કરી રહ્યા છીએ. અમે લોકો ચીન સાથે વાતચીત કરી છીએ. સરહદ પર બંને દેશોની ઘણી મોટી સમસ્યા છે. બંને એક બીજાની સામે આવી ગયા છે. અમે તેમને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

  સ્થિતિ પર અમેરિકાની નજર

  નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા ટ્રમ્પ પ્રશાસન તરફથી કહવામાં આવ્યું હતું કે હાલના ઘટનાક્રમ પર તેમની નજર છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો ગત સપ્તાહે ચીનમાં જ હતા. તેઓેન ચીનના મોટા ડિપ્લોમેટ યાંગ રેચી સાથે મુલાકાત કરી. લદાખમાં ભારતીય સૈનિકો શહીદ થયા બાદ પોમ્પિઓએ કહ્યું હતું કે, અમે ચીનની સાથે હાલના ઘર્ષણ બાદ ભારતના શહીદો પ્રત્યે તેમની ઘેરી સંવેદન વ્યક્ત કરીએ છીએ. અમે સૈનિકોના પરિવારો, પ્રિયજનો અને સમુદાયોને યાદ રાખીશું, કારણ કે તેઓ દુઃખી છે.

  આ પણ વાંચો, પૂર્વ આર્મી ચીફ જનરલ વીકે સિંહનો દાવો, ભારતે પણ પકડ્યા હતા ચીની સૈનિક, બાદમાં છોડ્યા


  ત્યારબાદ શનિવારે અમેરિકા તરફથી નિવેદન આવ્યું કે ગલવાન ઘાટીમાં જ કંઈ પણ થયું, તેને લઈને પૂરી રીતે ચીન જવાબદાર છે. અમેરિકાએ સાથોસાથ કહ્યું છે કે આવી હરકત કરી ચીન કોરોના વાયરસથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

  આ પણ વાંચો, ચીની સામાનનો બહિષ્કાર કરવા માટે નવો પ્લાન તૈયાર! ઇ-કોમર્સ કંપનીઓએ જણાવી પડશે આ વાત
  Published by:News18 Gujarati
  First published:June 21, 2020, 09:30 am

  ટૉપ ન્યૂઝ