ભારત-પાક. પરમાણુ શક્તિઓ છે, મેં બંને PMને કાશ્મીર મુદ્દો ઉકેલવા કહ્યુ : ડોનાલ્ડ ટ્રમ્પ

News18 Gujarati
Updated: September 26, 2019, 11:13 AM IST
ભારત-પાક. પરમાણુ શક્તિઓ છે, મેં બંને PMને કાશ્મીર મુદ્દો ઉકેલવા કહ્યુ : ડોનાલ્ડ ટ્રમ્પ
નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, નરેન્દ્ર મોદી અને ઈમરાન ખાન, બંને મારા ખૂબ સારા મિત્રો છે

  • Share this:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)એ કહ્યુ છે કે ભારત અને પાકિસ્તાન બે પરમાણુ શક્તિઓ છે અને એવામાં બંને દશોએ કાશ્મીર મુદ્દા (Kashmir Issue)ને ઉકેલવો જોઈએ. તેઓએ એમ પણ કહ્યુ કે, તેઓ બંને દેશોની વચ્ચે મુદ્દો ઉકેલવાનો પ્રયાસ કરશે. ટ્રમ્પે આ વાતો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કર્યા બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં કહી.

'પરસ્પર મામલો ઉકેલી દો'

ટ્રમ્પે કહ્યુ કે, જો તમે બંને વડાપ્રધાનો તરફ જુઓ તો તેઓ બંને મારા ખૂબ સારા મિત્ર છે. હું તેમને કહું છું કે તેઓ તેને ઉકેલી દે કારણ કે તેઓ બંને પરમાણુ શક્તિઓ છે. નોંધનીય છે કે ટ્રમ્પે સોમવારે ઈમરાન ખાન સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ બીજા દિવસે તેઓએ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી.

મધ્યસ્થતાની રજૂઆત

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે કાશ્મીર મુદ્દાને ઉકેલા માટે છેલ્લા થોડાક સમયમાં અનેકવાર મધ્યસ્થતાની રજૂઆત કરી છે. તેઓએ ફરી એકવાર આ મુદ્દે મદદની વાત કરી છે. તેઓએ કહ્યુ કે, પાકિસ્તાન અને ભારતના સંબંધોમાં અમે કાશ્મીર વિશે વાત કરી અને હું જે પણ મદદ કરી શકું છું, તેની મેં રજૂઆત કરી અને તે મદદ મધ્યસ્થતા છે. હું જે કરી શકું છું તે કરીશ, કારણ કે આ ખૂબ ગંભીર મામલો છે અને આશા રાખું છું કે તે સારી સ્થિતિમાં થઈ જશે.

દ્વિપક્ષીય મામલોભારતનું માનવું છે કે કાશ્મીર એક દ્વિપક્ષીય મામલો છે અને તેમાં કોઈ ત્રીજા દેશનો હસ્તક્ષેપ તેમને મંજૂર નથી. ટ્રમ્પના નિવેદનો પર પ્રતિક્રિયા આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ કે, આ મુદ્દે વડાપ્રધાન અને વિદેશ સચિવ પહેલા જ પોતાની વાત રજૂ કરી ચૂક્યા છે.

વિદેશ સચિવે શું કહ્યુ?

આ પહેલા ટ્રમ્પ અને મોદીની મુલાકાત બાદ વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું હતું કે, પીએમ મોદીએ સ્પષ્ટ કર્યુ કે અમે પાકિસ્તાન સાથેની વાતચીત ટાળી નથી રહ્યા, પરંતુ અમે તેમને પહેલા પાકિસ્તાન પાસેથી કેટલાક મજબૂત પગલાં ઉઠાવવાની આશા રાખીએ છીએ અને અમને લાગે છે કે તેઓ એવું નથી કરી રહ્યા. ગોખલેએ કહ્યુ કે, વડાપ્રધાને આતંકવાદ મુદ્દે ભારતના દૃષ્ટિકોણને સામે રાખ્યો, રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેની પર સહમતિ વ્યક્ત કરી અને તેઓએ પણ સ્વીકાર્યુ કે આ એક પડકાર છે જેની સામનો બંને દેશ કરી રહ્યા છે. વિજય ગોખલેએ કહ્યુ કે, અમે વેપાર પર એક સમય-સીમા પર ચર્ચા નથી કરી પરંતુ અમે આશાવાદી છીએ કે અમે ટૂંક સમયમાં સમૂજતીને પૂરી કરી શકીશું.

આ પણ વાંચો,

અમેરિકા પહોંચતા જ ઈમરાનના સૂર બદલાયા, કહ્યુ- અમે ભારત પર હુમલો ન કરી શકીએ
PM મોદી-NSA ડોભાલ પર હુમલો કરવા આતંકવાદીની વિશેષ ટીમ તૈયાર કરી રહ્યું છે જૈશ
First published: September 26, 2019
વધુ વાંચો
अगली ख़बर