Home /News /national-international /આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત મળે તો સંસદ પર હુમલા કરનારાને માફ કરશે Donald Trump, કહ્યું- તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે
આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત મળે તો સંસદ પર હુમલા કરનારાને માફ કરશે Donald Trump, કહ્યું- તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Image credit- Reuters)
Donald Trump: અમેરિકામાં 2020માં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના નેતા ટ્રમ્પને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ડેમોક્રેટિક પાર્ટી તરફથી ચૂંટણીમાં ઊભેલા જો બાયડને (Joe Biden) જીત મેળવી હતી. એ પછી 6 જાન્યુઆરી 2021ના હજારો ટ્રમ્પ સમર્થકોએ અમેરિકન સંસદ પર હુમલો કર્યો હતો.
Donald Trump: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US Former President Donald Trump) શનિવારે કહ્યું કે જો વર્ષ 2024માં તેઓ ફરી રાષ્ટ્રપતિની ચૂંટણી લડે અને જીતે, તો તેઓ કેપિટલ હિલ (અમેરિકન સંસદ)માં ગયા વર્ષે 6 જાન્યુઆરીએ હિંસા (Capital riot) કરવાને લીધે ક્રિમિનલ ઓફેન્સનો સામનો કરી રહેલા લોકોને માફ કરી દેશે. અમેરિકામાં 2020માં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના નેતા ટ્રમ્પને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ડેમોક્રેટિક પાર્ટી તરફથી ચૂંટણીમાં ઊભેલા જો બાયડને (Joe Biden) જીત મેળવી હતી. પરંતુ ટ્રમ્પે હાર માનવાનો ઇનકાર કરી દીધો અને ચૂંટણીમાં ગોટાળાના આરોપ લગાવ્યા હતા. જે પછી તેમના સમર્થકોએ સંસદ પર હુમલો કર્યો હતો.
હવે ટ્રમ્પે ટેક્સાસમાં એક રેલી દરમિયાન આ લોકોને માફ કરવાની વાત ઉચ્ચારી છે. રેલીમાં ટ્રમ્પે કહ્યું, ‘અમે વધુ એક પગલું લઈશું, અને ઘણાં લોકો મને આ વિશે પૂછી રહ્યા છે, જો હું ચૂંટણીમાં ઊભો રહ્યો અને જીત્યો, તો અમે 6 જાન્યુઆરીના એ લોકો સાથે યોગ્ય વ્યવહાર કરશું. અને જો એ માટે માફ કરવાની આવશ્યતા છે તો તેમને માફ કરશું. કેમ કે, તેમની સાથે ઘણો અન્યાય થઈ રહ્યો છે.’ 6 જાન્યુઆરી 2021ના હજારો ટ્રમ્પ સમર્થકોએ કેપિટલ પર હુમલો કર્યો હતો. આ વર્ષ 1812ના યુદ્ધ બાદ કોંગ્રેસ પર સૌથો મોટો હુમલો હતો.
હુમલાના એક દિવસ બાદ ઘટનાસ્થળ પર હાજર એક પોલીસ અધિકારીનું મૃત્યુ થયું હતું. જ્યારે ચાર અન્ય લોકોએ આત્મહત્યા કરી લીધી. આશરે 140 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. (6 January Riot) ચાર હુમલાખોરો પણ માર્યા ગયા હતા. આ મામલે 700થી વધુ લોકો સામે કેસ નોંધાયો હતો. આ ઘટનાએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. ડેમોક્રેટિક પાર્ટીએ દંગા માટે ટ્રમ્પને દોષી ઠરાવ્યા હતા. પાર્ટીના નેતાઓએ કહ્યું કે ટ્રમ્પના ભડકાઉ નિવેદનને લીધે લોકોએ હુલ્લડ મચાવ્યું હતું.
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બાદમાં ફેસબુક, ટ્વિટર સહિત દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી બૅન કરવામાં આવ્યા હતા. કેપિટલ હિંસાની તપાસ કરી રહેલી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની કમિટીએ થોડા સમય પહેલા જ ટ્વિટર, મેટા, રેડિટ અને યુટ્યુબને સમન જારી કર્યા હતા. સમિતિએ સોશિયલ નેટવર્કિંગ સાઈટને દસ્તાવેજ આપવા કહ્યું હતું. પરંતુ કંપનીઓના પ્રારંભિક જવાબો અપૂરતા હતા, જેના કારણે તેમને સમન્સ જારી કરવામાં આવ્યા હતા. તો ટ્રમ્પે ટ્વિટર વિશે એક નિવેદનમાં કહ્યું કે તેમની સાથે ભેદભાવ થઈ રહ્યો છે. તાલિબાનને ટ્વિટરનો ઉપયોગ કરવાની છૂટ છે પરંતુ તેમને નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર