Corona: ટ્રમ્પે WHOને ગણાવ્યું ચીનનું હિમાયતી, કહ્યું- ફન્ડિંગ રોકી રહ્યા છીએ

News18 Gujarati
Updated: April 8, 2020, 9:52 AM IST
Corona: ટ્રમ્પે WHOને ગણાવ્યું ચીનનું હિમાયતી, કહ્યું- ફન્ડિંગ રોકી રહ્યા છીએ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમે WHO પર ખૂબ જ આકરા પ્રતિબંધ લગાવવા જઈ રહ્યા છીએ

  • Share this:
વોશિંગટનઃ કોરોના વાયરસ (Coronavirus)નો ખતરો દુનિયાભરના દેશોમાં વધતો જઈ રહ્યો છે. અમેરિકા (America)માં કોરોના વાયરસ (COVID-19)થી દરરોજ મોતનો આંકડો વધતો જ જઈ રહ્યો છે. અહીં મોતનો આંકડો 12 હજારને પાર કરી ચૂક્યો છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ કોવિડ-19 મહામારીનો સામનો કરવા મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે WHOને ચીનના હિમાયતી ગણાવતાં તેમનું ફન્ડિંગ રોકવાની ધમકી આપી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, WHOને અમેરિકાથી મોટાપાયે ફન્ડિંગ મળે છે. મેં ચીનના પ્રવાસ પર પ્રતિબંધ લગાવ્યો તો તેઓ મારાથી અસહમત હતા અને તેઓએ (WHO)એ મારી ટીકા કરી. તેઓ ઘણી બધી બાબતે ખોટા હતા. એવું લાગી રહ્યું છે કે તેમની ચીન તરફ વધુ ધ્યાન છે. અમે WHO પર ખર્ચ થતી રકમ પર રોક લગાવવા જઈ રહ્યા છીએ.

આ પણ વાંચો, Corona: ટ્રમ્પની ચેતવણી બાદ ભારતે આપી મંજૂરી, અમેરિકા મોકલાશે આ જરૂરી દવાઓ

ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં કોરોના વાયરસ પર ડેઇલી બ્રીફિંગ દરમિયાન આ વાત કહી. તેઓએ કહ્યું કે, અમે WHO પર ખૂબ જ શક્તિશાળી પ્રતિબંધ લગાવવા જઈ રહ્યા છીએ અને અમે તેનું ધ્યાન રાખવાના છીએ. જો આ કામ કરશે તો ખૂબ સારી બાબત હશે, પરંતુ જ્યારે તેઓ દરેક પગલાને ખોટો કહે છે તો તે સારું નથી. નોંધનીય છે કે, WHOનું હેડક્વાર્ટર સ્વિત્ઝરલેન્ડના જીનેવામાં આવેલું છે એન તેને અમેરિકા મોટાપાયે ફન્ડિંગ કરે છે.

ટ્રમ્પે કહ્યું કે, અમે તેમને 5.8 કરોડ ડૉલરથી વધુની રકમ આપીએ છીએ. આટલા વર્ષોમાં જે નાણાં આપ્યા છે તેની સામે 5.8 કરોડ ડૉલર નાનો હિસ્સો છે. અનેકવાર તેમને આનાથી ઘણું વધુ મળ્યું છે.

આ પણ વાંચો, COVID-19: ભારત બાયોટેક 4 મહિનામાં શરૂ કરશે વેક્સીનનો હ્યૂમન ટ્રાયલ- રિપોર્ટ

ટ્રમ્પે કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે ચીનથી આવનારી ફ્લાઇટો પર પ્રતિબંધ મૂકવાનો ઉલ્લખ પણ કર્યો. તેઓએ પૂછ્યું કે WHOએ આ પ્રકારની દોષપૂર્ણ ભલામણ કેમ કરી છે? તેઓએ કહ્યું કે સૌભાગ્યથી મેં ચીનથી પોતાની સરહદો વહેલી ખોલવાની તેમની સલાહને ફગાવી દીધી છે.

જોકે, બાદમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમખે મીડિયાના સવાલના જવાબમાં પોતાની જ વાતનું જ એક રીતે ખંડન કરી દીધું અને કહ્યું કે, ના, મેં એવું નથી કહ્યું. મેં કહ્યું કે હું તે અંગે વિચારું છું.

આ દરમિયાન, સેનેટની વિદેશ મામલાની સમિતિના અધ્યક્ષ સેનેટર જિમ રિચે કોવિડ-19નો સામનો કરવામાં WHOની કાર્યપદ્ધતિની સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ કરી.

આ પણ વાંચો, મોતની હૉસ્પિટલ! કોરોનાથી ઈમરજન્સી વોર્ડમાં માત્ર 40 મિનિટમાં 10 દર્દીનાં મોત
First published: April 8, 2020, 9:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading