ભારત-ચીન સરહદ વિવાદ : ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ, અમેરિકા મધ્યસ્થતા કરવા તૈયાર

ભારત-ચીન સરહદ વિવાદ : ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ, અમેરિકા મધ્યસ્થતા કરવા તૈયાર

ડોનાલ્ડ ટ્રમ્પે આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ સરહદ વિવાદ પર મધ્યસ્થતા કરવાની વાત કરી હતી. જે પછી મામલો ગરમાયો હતો

 • Share this:
  નવી દિલ્હી : લદ્દાખ (Ladakh)માં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચીન (China)તરફથી ભારતીય જમીન (India Territory) પર અતિક્રમણ પછી થયેલો સરહદ વિવાદ સતત વધી રહ્યો છે. ભારત અને ચીને પોત-પોતાના સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald trump)ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદમાં મધ્યસ્થતા કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

  ડોનાલ્ડ ટ્રમ્પે આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ સરહદ વિવાદ પર મધ્યસ્થતા કરવાની વાત કરી હતી. જે પછી મામલો ગરમાયો હતો.

  અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યું કે અમે ભારત અને ચીન, બંનેને સૂચિત કરવા માંગીએ છીએ કે અમેરિકા બંને વચ્ચે સરહદ વિવાદમાં મધ્યસ્થતા કરાવવા માટે તૈયાર છે. ધન્યવાદ.

  આ પણ વાંચો - બે ટંક ભોજન માટે એએમટીએસનો કંડક્ટર કડિયા કામ કરવા મજબૂર

  જણાવી દઈએ કે લદ્દાખમાં સ્થિતિ તે સમયે તનાવપૂર્ણ બની ગઈ હતી જ્યારે લગભગ 250 ચીની અને ભારતીય સૈનિકોની વચ્ચે 5 મે ના રોજ ઝડપ થઈ હતી અને તેના પછી સ્થાનીય કમાંડરોની વચ્ચે બેઠક પછી બંને પક્ષોમાં કેટલીક સહમતિ બની શકી. આ ઘટનામાં ભારતીય અને ચીની પક્ષના 100 સૈનિક ઘાયલ થયા હતા. 9 મેના રોજ ઉત્તરી સિક્કિમમાં પણ આવી ઘટના સામે આવી હતી.

  પૂર્વીય લદાખ સીમા પર ભારત અને ચીની સૈનિકની વચ્ચે તણાવ વધવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને ત્રણેય સેનાના પ્રમુખોની સાથે બેઠક કરી હતી. તેમાં બાહરના સુરક્ષા પડકારો સામે લડવા માટે ભારતની સૈન્ય તૈયારીઓને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

  મંગળવારે પીએમ મોદી સાથે બેઠકની પહેલા ત્રણેય સેનાના પ્રમુખોએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને પૈંગોંગ સો ઝીલ, ગલવાન ઘાટી, ડેમચોક અને દૌલત બેગ ઓલ્ડીની સ્થિતિ વિશે જાણકારી આપી હતી. જ્યાં છેલ્લા લગભગ 20 દિવસથી ભારત અને ચીનના સૈનિકો આક્રમક વલણ અપનાવ્યું છે.

  Published by:Ashish Goyal
  First published: