ભારત-ચીન સીમા વિવાદ પર ડૉનાલ્ડ ટમ્પે કહ્યું- સ્થિતિ ખૂબ જ ગંભીર છે, અમે મદદ માટે તૈયાર છીએ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ

"હું ભારત અને ચીન વિવાદમાં જોડવવા માંગુ છું. અને આ સમસ્યાનો ઉકેલ કરવામાં મદદ કરવા તૈયાર છું " : ટ્રમ્પ

  • Share this:
    વોશિંગ્ટન- ભારત અને ચીન સીમા વિવાદ પર ફરી એક વાર સ્થિતિ ગંભીર થઇ છે. અમેરિકા પણ ચીનના આ રવૈયાથી પરેશાન છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ કહ્યું કે તે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ (India China Border Dispute)માં મદદ કરવા માટે તૈયાર છે.

    તેમણે કહ્યું કે અમેરિકા ભારત-ચીન સીમા વિવાદનો ઉકેલ લાવવામાં મદદ કરવા માટે તૈયાર છે. ટ્રમ્પે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે સીમા પર વિવાદ ખૂબ જ વધી ગયો છે. બંને દેશો વચ્ચે સ્થિતિ ખરાબ છે. હું ભારત અને ચીન વિવાદમાં જોડવવા માંગુ છું. અને આ સમસ્યાનો ઉકેલ કરવામાં મદદ કરવા તૈયાર છું. તેણે કહ્યું કે જો આપણે કંઇ સારુ કરી શકીએ તો અમે મદદ કરવા તૈયાર છીએ.

    વધુ વાંચો : ચીની સેનાએ અરુણાચલથી 5 લોકોનું કર્યું અપહરણ, કોંગ્રેસ MLAએ કર્યું ટ્વિટ

    રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આ વિવાદ મામલે અમે બંને દેશોથી વાત કરી રહ્યા છીએ. ટ્રમ્પે આ વાત વ્હાઇટ હાઉસમાં આયોજીત સંવાદદાતા સંમેલનમાં કહી.
    ટમ્પે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે સ્થિતિ ગંભીર છે અને અમે ચીન અને ભારતના સંબંધોમાં મદદ કરવા માટે તૈયાર છીએ. અમે કંઇ પણ કરી શકીએ છીએ. માટે જ અમે તેમાં જોડાઇને તેમની મદદ કરવાનું પસંદ કરીશું. અમે આ મામલે બંને દેશો સાથે વાત કરી રહ્યા છીએ.



    એક સંવાદાતાએ પુછ્યું કે ચીન, ભારતમાં વિસ્ફોટ કરી રહ્યું છે. આ સવાલના જવાબમાં ટમ્પે કહ્યું કે હું આશા રાખું છું કે આવી વાત ના થાય અને ચીન નિશ્ચિત રૂપે આ દિશામાં આગળ વધી રહ્યો છે. ટ્રમ્પે કહ્યું કે હું આશા રાખું છું કે આવું ના થાય. પણ ચીન આ દિશામાં જ આગળ વધી રહ્યું છે. ચીન આ દિશામાં ખૂબ જ મજબૂતીથી આગળ વધી રહ્યું છે. અને આ વાતને અનેક લોકો સારી રીતે સમજી રહ્યા છે.
    Published by:Chaitali Shukla
    First published: