ભારત-પાક. વચ્ચે તણાવ ઘટ્યો, બંને દેશ ઈચ્છે તો મદદ કરવા તૈયાર છું : ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જો દક્ષિણ એશિયાના બંને પડોસી દેશો ઈચ્છે તો મધ્યસ્થતા કરવા માટે તૈયાર છું.

News18 Gujarati
Updated: September 10, 2019, 11:57 AM IST
ભારત-પાક. વચ્ચે તણાવ ઘટ્યો, બંને દેશ ઈચ્છે તો મદદ કરવા તૈયાર છું : ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: September 10, 2019, 11:57 AM IST
વોશિંગટન : અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ કહ્યું છે કે છેલ્લા બે સપ્તાહની તુલનામાં ભારત અને પાકિસ્તાન (India and Pakistan) વચ્ચે તણાવમાં ઘટાડો થયો છે. સાથોસાથ તેઓએ ફરી એકવાર કહ્યું કે, 'જો દક્ષિણ એશિયાના બંને પડોસી દેશો ઈચ્છે તો મધ્યસ્થતા કરવા માટે તૈયાર છું.' 26 ઑગસ્ટે ફ્રાન્સમાં યોજાયેલી G7ની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાતના બે સપ્તાહ બાદ ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે. ફ્રાન્સમાં મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ટ્રમ્પને દ્રઢતાથી કહી દીધું હતું કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે કોઈ મુદ્દે ત્રીજા દેશના હસ્તક્ષેપની જરૂર નથી.

સોમવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં સંવાદદાતાઓને કહ્યું કે, તમે જાણો છો કે કાશ્મીરને લઈને ભારત અને પાકિસ્તાનમાં ટકરાવ છે. મારું માનવું છે કે બે સપ્તાહ પહેલા બંને પડોસી દેશોમાં જેટલો તણાવ હતો તેમાં હવે ઘટાડો થયો છે. નોંધનીય છે કે, ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા આર્ટિકલ 370 (Article 370)ને સમાપ્ત કરી દીધો છે. ત્યારબાદથી ભારત અને પાકિસ્તાનમાં તણાવ વધી ગયો હતો, જે સમય જતાં ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો છે.

અનેક વાર મધ્યસ્થતા કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે ટ્રમ્પ

ભારત અને પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થતાની અનેકવાર ઈચ્છા જાહેર કરી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર મધ્યસ્થતા કરવાની ઈચ્છા જાહેર કરી છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે સ્થિતિ વિશે એક સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, મને બંને દેશોનો સાથ ખૂબ જ પસંદ છે. જો બંને દેશો ઈચ્છે તો હું તેમની મદદ કરવા તૈયાર છું. બંને દેશ જાણે છે કે તેમની સામે મધ્યસ્થતાનો પ્રસ્તાવ છે.

આ પણ વાંચો, પાકિસ્તાની સેનાની મદદથી ઘૂસણધોરી કરી રહેલા આતંકવાદીઓને સેનાએ ઠાર માર્યા

ભારતે જુલાઈમાં પણ ટ્રમ્પના પ્રસ્તાવને ઠુકરાવી દીધો હતો
Loading...

આ પહેલા જુલાઈ 2019માં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)ના અમેરિકાના પ્રવાસ સમયે ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતે આ પ્રસ્તાવને તાત્કાલીક નકારી દીધો હતો. ગત મહિને ફ્રાન્સમાં મોદી અને ટ્રમ્પની મુલાકાત સમયે ટ્રમ્પે કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે સમાધાન કરવું જોઈએ, તો પીએમ મોદીએ તેમને જણાવ્યું હતું કે ભારત અને પાીકસ્તાનની વચ્ચે તમામ મુદ્દા દ્વિપક્ષીય છે અને કોઈ ત્રીજા દેશની તેમાં કોઈ ભૂમિકા ન હોઈ શકે.

આ પણ વાંચો, ભારતમાં મોટા હુમલાની તૈયારી! પાકિસ્તાને મસૂદ અઝહરને મુક્ત કર્યો - રિપોર્ટ
First published: September 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...