ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીઃ કોરોના વાયરસના કારણે બંધ પાળવાથી દેશ થઈ શકે છે બરબાદ

News18 Gujarati
Updated: March 25, 2020, 7:27 AM IST
ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીઃ કોરોના વાયરસના કારણે બંધ પાળવાથી દેશ થઈ શકે છે બરબાદ
ટ્રમ્પે કોરોના વાયરસના કારણે દેશમાં લાગુ બંધમાં છૂટછાટ આપવાના નિર્ણયનો બચાવ કર્યો

ટ્રમ્પે કોરોના વાયરસના કારણે દેશમાં લાગુ બંધમાં છૂટછાટ આપવાના નિર્ણયનો બચાવ કર્યો

  • Share this:
વોશિંગટનઃ અમેરિકા (America)ના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) એ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દેશમાં લાગુ બંધમાં છૂટછાટ આપવાના નિર્ણયનો મંગળવારે બચાવ કર્યો. સાથોસાથ તેઓએ ચેતવણી પણ આપી કે બંધના પગલાથી દેશ બરબાદ થઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ઘણા બધા લોકો મારી વાતથી સહમત નથી. આપણો દેશ બંધ માટે નથી બન્યો. તમે બંધ કરીને દેશને બરબાદ કરી શકો છો. રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે સંકટગ્રસ્ત અર્થવયવસ્થાને પાટા પર લાવવા માટે સામાજિક મેળ-મિલાપથી અંત્ર અને પૃથક રહેવાના ઉપાયને ખતમ કરવામાં આવે કે નહીં તેની સમીક્ષા માટે તેઓ આવતા સપ્તાહે સ્થિતિનું આકલન કરશે.

તેઓએ કહ્યું કે, આપણે બોઇંગને ન ગુમાવી શકીએ, આપણે આ કંપનીઓને ન ગુમાવી શકીએ. જો આપણે આ કંપનીઓને ખતમ કરીએ છીએ તો તેનો અર્થ છે કે આપણે હજારો, લાખો નોકરીઓને દાવ પર લગાવી રહ્યા છીએ. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ચેતવણી આપી કે કોરોના વાયરસના કારણે બંધ એક દેશને બરબાદ કરી શકે છે.

આ પણ વાંચો, કોરોના વાયરસથી બચવા માટે ટ્રમ્પની ‘સલાહ’ માનીને આ શખ્સે ગુમાવ્યો પોતાનો જીવ!

એક દિવસમાં 130થી વધુ લોકોનાં મોત

કોરોના વાયરસના કારણે અમેરિકામાં એક દિવસમાં 130થી વધુ લોકોનાં મોત થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આવશ્યક મેડિકલ આપૂર્તિ અને ખાનગી સુરક્ષા ઉપકરણોની જમાખોરી રોકવા માટે એક સરકારી આદેશ પર સહી કરી છે. આવું પહેલીવાર છે જ્યારે દેશમાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. સોમવાર સુધી અમેરિકામાં 43,700 લોકોમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ હતી. તેમાંથી 10,000 મામલો માત્ર એક દિવસમાં સામે આવ્યા. કોવિડ-19 (COVID-19)ના આંકડા એકત્ર કરી રહેલી વેબસાઇટ વર્લ્ડોમીટરે આ જાણકારી આપી છે.આ પણ વાંચો, કોરોનાઃ ઘરડા ઘરમાંથી આર્મીને મળી 19 લાશો, સંતાનોએ મા-બાપને મરવા માટે છોડી દીધા!
First published: March 25, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading