અમેરિકા અને નોર્થ કોરિયા વચ્ચે સંબંધો સુધર્યાના ફરી એંધાણ દેખાઇ રહ્યાં છે. છેલ્લે ટ્રમ્પ અને કિમ વચ્ચે મતભેદ થયા બાદ હવે ફરી સંબંધ સુધર્યા હોવાના એંધાણ દેખાઇ રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્વીટર હેન્ડલ પર નોર્થ કોરિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધ હટાવવાની જાહેરાત કરી છે.
US પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ટ્વીટ કરી કે, અમેરિકાના નાણા મંત્રાલયે આજે જાહેરાત કરી હતી કે, નોર્થ કોરિયા પર પહેલેથી જ લગાવેલા પ્રતિબંધો બાદ હવે તેના પર વ્યાપક સ્તરે પ્રતિબંધ લગાવવામાં આવશે. સાથે જ તેઓએ પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે, મેં આજે આ વધારાના પ્રતિબંધોને પરત લેવાનો આદેશ આપી દીધો છે.
It was announced today by the U.S. Treasury that additional large scale Sanctions would be added to those already existing Sanctions on North Korea. I have today ordered the withdrawal of those additional Sanctions!
જો કે, ટ્રમ્પે પોતાની ટ્વીટમાં નોર્થ કોરિયા પર ક્યા પ્રતિબંધોની વાત કરી રહ્યા છે તે સ્પષ્ટ નથી. ટ્રમ્પની આ ટ્વીટથી મંત્રાલયના અધિકારીઓ આશ્ચર્યમાં છે. કારણ કે, મંત્રાલયે કોઇ નવા પ્રતિબંધની શુક્રવારે જાહેરાત કરી નહતી. વ્હાઇટ હાઉસે આ જાહેરાત સામે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા નથી આપી કે ટ્રમ્પ ક્યા પ્રતિબંધોની વાત કરી રહ્યા છે. નાણા મંત્રાલયે નોર્થ કોરિયા વિરૂદ્ધ કોઇ નવા પ્રતિબંધની શુક્રવારે જાહેરાત નથી કરી. ટ્ર્મપે આ સપ્તાહે આવું કરવાની ધમકી ચોક્કસથી આપી હતી.
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા અને નોર્થ કોરિયાની મદદ કરવાના સંદેહમાં બે ચાઇનીઝ શિપિંગ કંપનીઓ પર ગુરૂવારે પ્રતિબંધ લગાવ્યા હતા. વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ સારા સેન્ડર્સે શુક્રવારે નિવેદન આપ્યું કે, ટ્રમ્પ નોર્થ કોરિયાના નેતા કિમને પસંદ કરે છે અને તેઓને નથી લાગતું કે, આ પ્રતિબંધ જરૂરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની સિંગાપોરમાં પ્રથમ બેઠક થઇ હતી, ત્યારબાદ બંને નેતાઓના સંબંધોમાં સુધારો થયો હતો. એક સમય હતો જ્યારે બંને નેતા એકબીજાંના દેશને નષ્ટ કરી દેવાની ધમકી આપતા હતા. ગત ફેબ્રુઆરી મહિનામાં વિયેતનામની રાજધાની હનોઇમાં ટ્રમ્પ અને કિમની બીજી સમિટ થઇ હતી, જે કોઇ પણ પરિણામ વગર નિષ્ફળ રહી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર