વોશિંગ્ટન : યૂએઈ અને ઇઝરાયલ (UAE-Israel)વચ્ચે શાંતિ સમજૂતી કરાવવાના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને (Donald Trump)વર્ષ 2021ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ (Nominated For Nobel Piece Prize) કરવામાં આવ્યા છે. ફોક્સ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પનું નોમિનેશન નોર્વે સંસદના ક્રિશ્ચિયન તાઇબ્રિંગ ગજેડ્ડે તરફથી કરવામાં આવ્યું છે. ક્રિશ્ચિયન તાઇબ્રિગ નોર્વે પ્રતિનિધિમંડળના ચેરમેન છે અને નાટો પાર્લિયામેન્ટરી અસેંબલીનો ભાગ છે. ક્રિશ્ચિયન તાઇબ્રિગ સિવાય નોમિનેશન કરનાર ચાર અન્ય સભ્યો પણ છે.
ઓગસ્ટ 2020માં સંયુક્ત અરબ અમિરાત અને ઇઝરાયલે દાયકા જૂની દુશ્મની ભૂલાવી એક ઐતિહાસિક સમજૂતી કરી હતી. આ સમજૂતીમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભૂમિકા ભજવી હતી. સમજૂતી પ્રમાણે ઇઝરાયલ પેલેસ્ટાઇનના વેસ્ટ બેંક વિસ્તારમાં પોતાની દાવેદારી છોડવા તૈયાર થઈ ગયું છે. બીજી તરફ યૂએઈ, ઇઝરાયલ સાથે પૂર્ણ રાજનયિક સંબંધ બહાલ કરવા માટે રાજી થઈ ગયું છે. આવું કરનાર તે પ્રથમ ખાડી દેશ બની ગયો છે.
આ પણ વાંચો - કોંગ્રેસ નેતા સંજય નિરૂપમ કંગનાના સમર્થનમાં ઉતર્યા, ઓફિસ તોડવાને ગણાવી બદલાની ભાવના
ક્રિશ્ચિયન તાઇબ્રિંગના હવાલાથી ફોક્સ ન્યૂઝે કહ્યું કે હું એ સમજી શકું છું કે ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચે સમજુતી કરાવવાનો જે પ્રયત્ન કર્યો છે તેના માટે શાંતિ પુરુસ્કારનું નોમિનેશન કાફી નથી. તાઇબ્રિંગ નોર્વેની સંસદના ચાર વખતના સભ્ય છે અને નાટો સંસદીય અસેંબલીનો ભાગ છે.
તાઇબ્રિંગે ટ્રમ્પની મિડલ ઇસ્ટથી મોટી સંખ્યામાં સૈનિકોને પાછા બોલાવવા માટે પણ પ્રશંસા કરી છે.
Published by:Ashish Goyal
First published:September 09, 2020, 18:37 pm