ડોનાલ્ડ ટ્રમ્પે લોન્ચ કર્યું ટ્વિટર જેવું પ્લેટફોર્મ, અહીં પોસ્ટ કરનાર ટ્રમ્પ એક માત્ર વ્યક્તિ

ડોનાલ્ડ ટ્રમ્પે લોન્ચ કર્યુ ટ્વિટર જેવું પોતાનું પ્લેટફર્મ

  • Share this:
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેસબુક અને ટ્વિટર પર ઘણા સમય પહેલા જ બેન કરી દેવાયા હતા. જેથી તેમણે પોતાની વેબસાઈટમાં અલાયદી સ્પેસ ઉભી કરી છે. આ પ્લેટફોર્મ ટ્વિટર જેવું છે. જ્યાં તેઓ મેસેજ પોસ્ટ કરશે અને લોકો તે મેસેજને ટ્વિટર અથવા ફેસબુકમાં શેર કરી શકશે.

ટ્રમ્પને પ્લેટફોર્મ પરથી પ્રતિબંધિત રાખવા કે કેમ તે અંગેના ફેસબુક ઈન્ક (FB.O)ના નિરીક્ષણ બોર્ડના નિર્ણયના એક દિવસ પહેલા આ તખ્તો ઘડાયો હતો. ગત 6 જાન્યુઆરીના રોજ યુએસ કેપિટલમાં ટ્રમ્પના સમર્થકોએ લોહિયાળ દેખાવ કર્યા હતા. ત્યારથી ટ્રમ્પને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પ્રતિબંધિત કરાયા હતા.

ટ્રમ્પના વરિષ્ઠ સલાહકાર જેસન મિલરે ટ્વિટ કર્યું હતું કે, ટ્રમ્પની પોસ્ટનું આ કલેક્શન ટ્રમ્પના પ્લાન મુજબ લોન્ચ થનાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નથી.

આ સાઇટ અંગે સૌપ્રથમ ફોક્સ ન્યુઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેમાં કહેવાયું હતું કે, “From the Desk of Donald J. Trump" નામના આ પ્લેટફોર્મમાં ટ્રમ્પની પોસ્ટને શેર અને લાઈક કરી શકાય છે.

આ મામલે સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્લેટફોર્મ કેમ્પઇન ન્યુક્લિયસ દ્વારા બનાવાયું છે. આ ડિજિટલ સર્વિસ કંપની ટ્રમ્પના પૂર્વ કેમ્પઇન મેનેજર બ્રાડ પાર્સકેલે તૈયાર કરી છે.

ટ્રમ્પના ટ્વીટ્સનું ફોર્મેટ, કેન્ટેન્ટ જોઈને આપણે તેને ફક્ત ટ્વીટ્સ જ કહી શકીએ છીએ. આ પોસ્ટ ટ્રમ્પના ટ્વિટથી પણ ખૂબ વિચિત્ર છે. VICEના અહેવાલ મુજબ આ ટ્વીટ્સ ઈનબોક્સમાં મેળવવા રસ ધરાવનાર વ્યક્તિ સાઈન અપ કરી શકે છે.

સાઇટ પરની પોસ્ટ્સ ટ્રમ્પના ખોટા દાવાને પુનરાવર્તિત કરે છે. ટ્રમ્પએ આ પોસ્ટમાં દાવો કર્યો કે, વ્યાપક વોટર ફ્રોડ અને સાથી રિપબ્લિકન સભ્યોએ તેમને બદનામ કાર્ય હોવાથી તેઓ 2020ની ચૂંટણી હારી ગયા હતા.

5મી મે સુધીની વિગતો મુજબ છેલ્લું ટ્વીટ 3 મે, 2021ના રોજ ​​સવારે 11:20 વાગ્યે થયું હતું. જેમાં લખ્યું હતું કે, "યુટોહ રિપબ્લિકન સ્ટેટ કન્વેન્શન ખાતે રીનો મીટ રોમની સ્ટેજ પરથી આગળ આવ્યા તે જોઈને ખૂબ સારું લાગ્યું. આ વ્યક્તિને ઓળખી કાઢનાર તેઓ શરૂઆતના લોકો પૈકીના છે.

ટ્વીટર ઇન્ક અને ફેસબુક બંનેએ અન્ય એકાઉન્ટમાંથી પોસ્ટ કરેલી સામગ્રીને હટાવી દીધી છે. ટ્રમ્પ પરના પ્રતિબંધોને હટાવવા પ્રયાસ કરાયો હોવાનું જાણવા મળે છે. ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું હતું કે, જ્યાં સુધી કન્ટેન્ટ ટ્વિટરના નિયમોને તોડશે નહીં ત્યાં સુધી વેબસાઇટથી આવા કન્ટેન્ટને શેર કરવાની મંજૂરી આપવામાં આવશે. પરંતુ સસ્પેન્શનને અટકાવવાના પ્રયત્નો જેવા કે 'સસ્પેન્ડ એકાઉન્ટની નકલ કરીને તેને બદલવાનો પ્રયાસ કરવો' તેને મંજૂરી નહીં મળે. ટ્વિટર આ કેસની તપાસ કરશે.

ન્યુ સ્પેસથી શેર થયેલી પોસ્ટ સાથે શું કરવામાં આવશે તે અંગે હજુ ફેસબૂકે ખુલાસો કર્યો નથી. જે પ્લેટફોર્મનો ટ્રમ્પ ખૂબ ઉપયોગ કરતા હતા અને 88 મિલિયન ફોલોવર્સ હતા તે ટ્વિટરનું કહેવું છે કે, ટ્રમ્પ પરનો પ્રતિબંધ કાયમી છે. તે ફરી પદ માટે ચૂંટણી લડશે તો પણ પ્રતિબંધ રહેશે. બીજી તરફ આલ્ફાબેટ ઇન્ક (ગૂગલ)નું કહેવું છે કે, હિંસાનો ખતરો ઓછો થઈ જશે ત્યારે ટ્રમ્પની ચેનલ રિસ્ટોર થશે.
First published: