ટ્રમ્પે H1-B સહિતના વર્ક વીઝા પર પ્રતિબંધ 31 માર્ચ સુધી લંબાવ્યો, ભારતીયો મૂકાશે મુશ્કેલીમાં

ડોનાલ્ડ ટ્રમ્પ (Photo by Brendan Smialowski/AFP)

ડોનાલ્ડ ટ્રમ્પના H1-B વીઝા પ્રતિબંધના આ નિર્ણયની સૌથી વધુ અસર ભારતીય આઇટી પ્રોફેશનલ્સને થશે

 • Share this:
  વોશિંગટનઃ અમેરિકા (US)ના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ અમેરિકાના કારીગરોના હિતમાં H1-B વીઝાની સાથે જ અન્ય વિદેશી કાર્ય વીઝા (Work Visa) પર પ્રતિબંધોને ત્રણ મહિના માટે લંબાવી દીધા છે. ટ્રમ્પે કહ્યું કે કોરોના વાયરસ (Coronavirus)ની સારવાર અને વેક્સીન ઉપલબ્ધ છે, પરંતુ શ્રમ બજાર અને સામુદાયિક સ્વાસ્ય્ પર મહામારીની અસર સંપૂર્ણપણે ખતમ નથી થઈ.

  આ નિર્ણયથી મોટી સંખ્યામાં ભારતીય આઇટી પ્રોફેશનલ્સ (Indian IT Professionals) અને અનેક અમેરિકન અને ભારતીય કંપનીઓ પ્રભાવિત થશે, જેઓએ અમરિકાની સરકારે H1-B વીઝા ઇસ્યૂ કર્યા હતા. ટ્રમ્પે ગયા વર્ષે 22 એપ્રિલ અને 22 જૂને વિવિધ શ્રેણીના કાર્ય વીઝા પર પ્રતિબંધ લગાવવાના આદેશ આપ્યા હતા.

  આ પણ વાંચો, લાલ કીડીઓની ચટણીથી થશે કોરોનાનો ઈલાજ? હાઈકોર્ટે આયુષ મંત્રાલયને સંશોધન કરવા આપ્યો આદેશ

  આદેશ 31 ડિસેમ્બરે ખતમ થઈ રહ્યો હતો, અને તેના થોડાક કલાકો પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે તેને 31 માર્ચ સુધી વધારવાની જાહેરાત કરી. તેઓએ કહ્યું કે જે સ્થળોથી આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો તેમાં કોઈ ફેરફાર નહીં થાય.

  આ પણ વાંચો, શું છે Light House પ્રોજેક્ટ? ફ્લેટની કિંમત કેટલી હશે? જાણો તમામ સવાલોના જવાબ

  H1-B વીઝા એક બિન-અપ્રવાસી વીઝા છે જે અમેરિકાની કંપનીઓને કેટલાક વ્યવસાયો માટે વિદેશી શ્રમિકોને નિયુક્ત કરવાની મંજૂરી આપે છે, જ્યાં સૈદ્ધાંતિક કે ટેકનીકલ વિશેષજ્ઞતાની આવશ્યક્તા હોય છે. ટેક્નોલોજી આધારિત કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોથી દરેક વર્ષે હજારો કર્મચારીઓને નિયુક્ત કરવા માટે આ વીઝા પર નિર્ભર છે. ટ્રમ્પના આ નિર્ણયથી પોતાના H1-B વીઝાને રિન્યૂ કરાવવાની રાહ જોતા ભારતીય પ્રોફેશનલ્સ ઉપર પણ અસર પડશે.
  Published by:Mrunal Bhojak
  First published: