દુનિયાભરના લોકો આ તસવીરને જોઈને થયા ભાવુક, ટ્રમ્પે કહી આવી વાત

પિતા-પુત્રી

પિતા-પુત્રી મેક્સિકોની રિયો ગ્રેનેડ નદીમાંથી અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ડૂબી ગયા હતા.

 • Share this:
  અલ સાલ્વાડોરના એક પિતા અને તેની બે વર્ષની દીકરીની એક તસવીરે દુનિયાભરના લોકોને હચમચાવી નાખ્યાં છે. પિતા-પુત્રી મેક્સિકોની રિયો ગ્રેનેડ નદીમાંથી અમેરિકામાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બંને લપસીને નદીમાં પડી ગયા હતા અને મોત થયા હતા. આ તસવીર વાયરલ થયા બાદ અપ્રવાસીઓને લઈને ટ્રમ્પે લીધેલા કડક પગલાંઓની ખૂબ જ ટીકા કરવામાં આવી રહી છે. આને લઈને ટ્રમ્પ તરફથી પણ નિવેદન આવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે તેમને આ પ્રકારની તસવીરો પસંદ નથી.

  આ ઘટનાએ ભલે આખી દુનિયાના લોકોને ગુસ્સો અપાવ્યો હોય પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કહ્યુ કે તેઓ જ્યારે પણ આ પ્રકારની તસવીરો જુઓ છે ત્યારે તેમને સારુ નથી લાગતું. તેમણે કહ્યું કે શક્ય છે કે દુર્ઘટનામાં માર્યો ગયેલો પિતા એક અદભૂત વ્યક્તિ હોય. ટ્રમ્પે આ પ્રકારની દુર્ઘટના માટે સરહદની નીતિઓને જવાબદારી ગણાવી હતી.

  નોંધનીય છે કે 25 વર્ષીય ઓસ્કર માર્ટિનેઝ રમાયરેઝ પોતાની 21 વર્ષની પત્ની અને પુત્રી સાથે અલ સાલ્વાડોરથી ભાગીને રવિવારે મેક્સિકોના રસ્તેથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રમાયરેઝે પોતાની દીકરીને પોતાની પીઠ પાછળ બાંધી રાખી હતી અને તે નદી પાર કરી રહ્યો હતો.  બાળકીને સુરક્ષિત રાખવા માટે તેણે તેને પોતાની ટી-શર્ટમાં છૂપાવી રાખી હતી. રમાયરાઝને નદીના વેણ વિશે જરા પણ અંદાજ ન હતો. બંને નદીના પાણીના પ્રવાહમાં તણાયા હતા. જોકે, તેની પત્ની બચી જવામાં સફળ રહી હતી. બંનેના મૃતદેહ સોમવારે મેક્સિકોના ટીમોલીપાસ રાજ્યના માટામોરસથી મળી આવ્યા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published: