ટ્રમ્પની ધમકી: USAમાં સ્થાયી પરદેશી લોકોનાં બાળકોની નાગરિક્તા રદ કરી દઇશ!

ડોનાલ્ડ ટ્રમ્પ

150 વર્ષ પહેલા અમેરિકાનાં બંધારણમાં કરવામાં આવેલી જોગવાઇ મુજબ, જે નાગરિકો અમેરિકા જન્મ્યા છે તે તમામ એની મેળે જ, અમેરિકાનાં નાગરિકો બની જાય છે.

 • Share this:
  અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પે ફરી એક વખત સ્થળાતંરિક લોકો માટે ધમકી ઉચ્ચારી છે અને કહ્યું છે કે, પરદેશથી આવી અમેરિકામાં વસેલા લોકોના બાળકોને જે આપોઆપ અમેરિકાની નાગરિક્તા મળે છે તેને તેઓ બદલવા માંગે છે અને જરૂર પડશે તો આ માટે તેઓ અમેરિકાનાં બંધારણમાં પણ ફેરફાર કરવા તૈયાર છે.

  ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાનાં પ્રમુખ બન્યા છે ત્યારથી વિશ્વનાં અનેક દેશોમાંથી આવીને અમેરિકામાં વસેલા લોકોનાં જીવ પડીકે બંધાયેલા રહ્યા છે. કેમ કે, ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ બહારથી આવીને અમેરિકામાં વસેલા લોકો વિરોધી રહી છે.

  ટ્રમ્પે તાજેતરમાં અમેરિકામાં એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે,  દુનિયામાં અમેરિકા જ એક એવો દેશ છે કે, જ્યાં કોઇ વ્યક્તિ અહીંયા આવે છે, તેને બાળક થાય છે અને બાળકને આપોઆપ નાગરિક્તા મળી જાય છે અને દેશના તમામ લાભ તેને મળે છે”.

  જો કે, ટ્રમ્પ જે કરવા ધારે છે તે બંધારણમાં જોગવાઇ નથી અને અમેરિકાના પ્રમુખે એ ચોખવટ કરી નથી કે, તેમનો જે આ ઇરાદો છે તે તેઓ કેવી રીતે અમલમાં મુકશે.

  150 વર્ષ પહેલા અમેરિકાનાં બંધારણમાં કરવામાં આવેલી જોગવાઇ મુજબ, જે નાગરિકો અમેરિકા જન્મ્યા છે તે તમામ એની મેળે જ, અમેરિકાનાં નાગરિકો બની જાય છે.

  આ પહેલા, ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ જાહેર કર્યુ હતું કે, મેક્સિકોમાંથી અમેરિકામાં સ્થળાતંરિત થઇને આવતા લોકો માટે ટેન્ટ સિટી બનાવશે અને ત્યાં તેમને રાખશે. અમેરિકા અને મેક્સિકોની વચ્ચે મોટી દિવાલ બનાવવાની પણ વાત કરી હતી.

  જો કે, અત્રે એ ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે વિવાદાસ્પદ નિર્ણયો લેવામાં આવ્યા છે તેને કોર્ટમાં પડકારવામાં આવ્યા છે.
  .
  Published by:Vijaysinh Parmar
  First published: