ડોનાલ્ડ ટ્રમ્પનું એલાન - અમેરિકાએ બગદાદીના ઉત્તરાધિકારીને પણ ઠાર કર્યો

News18 Gujarati
Updated: October 29, 2019, 9:01 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પનું એલાન - અમેરિકાએ બગદાદીના ઉત્તરાધિકારીને પણ ઠાર કર્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

અમેરિકાના રાષ્ટ્રપતિ (Donald Trump)એ મંગળવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે 'હાલમાંજ પુષ્ટી થઈ છે કે બગદાદાની નંબર વન રિપ્લેસમેન્ટને પણ અમેરિકાની સેનાએ ઠાર કર્યો છે.'

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ દાવો કર્યો છે કે વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદી અને ઇસ્લામિક સ્ટેટ (Islamic State)ના વડા અબૂ બક્ર-અલ-બગદાદી સાથે તેના ઉત્તરાધિકારીને પણ અમેરિકાની સેનાએ ઠાર કર્યો છે. જોકે, અમેરિકાએ મૃત આતંકવાદીની ઓળખ છત્તી નથી કરી. ઉલ્લેખયની છે કે બગદાદી બાદ ISISની કમાન અબ્દુલ્લાહ કર્દશ પાસે આવી ગઈ હતી. છેલ્લા ઘણા દિવસોથી કર્દશ જ આતંકવાદી સંગઠનની દેખરેખ કરતો હતો.

બે દિવસ પહેલા અમેરિકાના ડેલ્ટા ફોર્સે દૂનિયાના ખતરનાર આતંકવાદ અલ-બગદાદીને ખતમ કરી દીધો તેમાં એક કૂતરાએ મહત્વની ભૂમિકા ભજવી અને અમેરિકી સેનાના કમાન્ડોને આ આતંકવાદી સુંધી દોરી જવામાં મહત્વની ભજવી હતી અને અંતે બગદાદીએ પોતાની કેડે બાંધેલા બોમ્બને ફોડીને પોતે આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચો : અર્થવ્યવસ્થાનાં વિકાસ માટે સ્થિર તેલની કિંમત જરૂરી, સાઉદી પાસે ઘણી આશા : PM મોદી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ કૂરતાના વખાણ કર્યા હતા. બગદાદી પર કરવામાં આવેલી રેડ દરમિયાન આ કૂતરો થોડોક ઇજાગ્રસ્ત પણ થયો હતો પણ તે હવે સાજો થઇ ગયો છે અને પાછો ફરજ પર આવી ગયો છે. આ મિલિટરી ડોગ છે.અમેરિકાની સેનાના ઉચ્ચ અધિકારી જનરલ માર્ક મીલેએ જણાવ્યું કે, અલ બગદાદીને ખતમ કરવાના ઓપરેશનમાં આ ડોગે ખૂબ જ સાહસિક ભૂમિકા ભજવી હતા અને અંતે ઇસ્લામિક સ્ટેટનો એ ખતરનાક આતંકવાદી હણાયો હતો.

રવિવારે દુનિયાને સંબોધિત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, એ સુંદર અને ટેલેન્ટેડ ડોગ કમાન્ડોને અંધારી ટનરમાં કમાન્ડોને બગદાદી સુંધી લઇ ગયો હતો. આ ઓપરેશનમાં આ ડોગ ઇજાગ્રસ્ત બન્યો હતો.

આ પણ વાંચો :  શિવસેનાનું નિવેદન : મહારાષ્ટ્રમાં કોઈ ચૌટાલા નથી, ફડણવીસે કહ્યું, 'હું જ 5 વર્ષ CM રહીશ'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ(ISIS)ના પ્રમુખ અબુ બકર અલ બગદાદીના ખાતમાનું લાઈવ પ્રસારણ જોયું હતું. વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પે ઉચ્ચ અધિકારીઓ સાથે અમેરિકન સેનાના દરેક સ્ટેપ પર નજર રાખશે. તેમણે કહ્યું કે, ‘આ સાચ્ચે સિનેમા જોઈ રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું’બગદાદી સીરિયામાં અમેરિકી ફોઝના નેતૃત્વમાં રાતભર ચાલેલા અભિયાનમાં માર્યો ગયો હતો.
First published: October 29, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading