જ્યારે પ્રેસ કોન્ફરન્સની વચ્ચે ટ્રમ્પને લઈ ગયો બંદૂકધારી, વ્હાઇટ હાઉસની બહાર થયું ફાયરિંગ

News18 Gujarati
Updated: August 11, 2020, 8:15 AM IST
જ્યારે પ્રેસ કોન્ફરન્સની વચ્ચે ટ્રમ્પને લઈ ગયો બંદૂકધારી, વ્હાઇટ હાઉસની બહાર થયું ફાયરિંગ
પ્રેસ કોન્ફરન્સમાં સીક્રેટ એજન્ટ દોડતો આવ્યો અને ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની સાથે લઈ ગયો, જાણો કારણ

પ્રેસ કોન્ફરન્સમાં સીક્રેટ એજન્ટ દોડતો આવ્યો અને ડોનાલ્ડ ટ્રમ્પને પોતાની સાથે લઈ ગયો, જાણો કારણ

  • Share this:
વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની પ્રેસ કોન્ફરન્સમાં સોમવારે ત્યારે અફરાતફરી ફેલાઈ ગઈ જ્યારે બંદૂકોથી સજ્જ એક શખ્સ દોડતો-દોડતો આવ્યો અને ટ્રમ્પને પોતાની સાથે લઈ ગયો. આ શખ્સ મૂળે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની સુરક્ષામાં તૈનાત સીક્રેટ સર્વિસનો એજન્ટ (Secret service agent) હતો. ટ્રમ્પ વ્હાઇટ હાઉસ (White House)ની લૉનમાં પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા જ્યારે આ સમગ્ર ઘટના બની. જોકે થોડીવાર બાદ ટ્રમ્પ પરત આવ્યા અને તેઓએ જણાવ્યું કે વ્હાઇટ હાઉસની બહાર કોઈ શૂટઆઉટ થયું છે, જેના કારણે સુરક્ષાને ધ્યાને લઈ આવું કરવામાં આવ્યું હતું.

વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ભવનની બહાર એક બંદૂકધારી શખ્સે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ તેને ઠાર મારવામાં આવ્યો. સુરક્ષા પ્રોટોકોલ હેઠળ આ દરમિયાન ટ્રમ્પને પ્રેસ કોન્ફરન્સની વચ્ચેથી લઈ જવા પડ્યા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સીક્રેટ સર્વિસ એજન્ટે તાત્કાલિક ટ્રમ્પને અંદર જવા માટે કહ્યું, તેના કારણે ત્યાં ઉપસ્થિત લોકોમાં અફરાતફરી મચી ગઈ. જોકે લગભગ 10 મિનિટ બાદ ટ્રમ્પ પરત આવ્યા અને તેઓએ કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે.

આ પણ વાંચો, અચાનક જમીનમાં સમાઈ ગયો કૂવો, લોકોના ઉડ્યા હોશ

ટ્રમ્પે કહ્યું, મને સીક્રેટ સર્વિસ પર પૂરો ભરોસો

ટ્રમ્પ પરત આવીને જણાવ્યું કે, સુરક્ષાકર્મીઓએ વ્હાઇટ હાઉસની બહાર કોઈ બંદૂકધારી શખ્સને ઠાર માર્યો છે, એટલા માટે આવું કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું કે, હજુ સુધી એ નથી જાણવા મળ્યું કે બંદૂકધારી શખ્સ વ્હાઇટ હાઉસમાં કયા ઈરાદાથી ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે શક્ય છે કે આ સમગ્ર ઘટના સાથે મારે કંઈ લેવા-દેવા ન પણ હોય પરંતુ સુરક્ષા પ્રોટોકોલ હેઠળ આવું કરવું પડ્યું છે. જો સુરક્ષામાં કોઈ ચૂક પણ થઈ છે તો તે મારાથી ઘણી દૂર રહીને જ સુધારી લેવામાં આવી હતી. AFPના રિપોર્ટ મુજબ વ્હાઇટ હાઉસની બહાર સોમવારે આ ઘટના બાદ સુરક્ષાની ભારે વ્યવસ્થા જોવામાં આવી.

આ પણ વાંચો, BSNLના આ સસ્તા રિચાર્જ પ્લાન્સમાં દરરોજ મળે છે 2GB ડેટા, ફ્રી કોલિંગ પણ...

વ્હાઇટ હાઉસ તરફ જતા દરેક રોડને બંધ કરી દેવામાં આવ્યા હતા અને દરેક ગાડીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓએ મુજબ, તેઓએ ફાયરિંગનો અવાજ અમેરિકાના સમય મુજબ સવારે 10 વાગ્યાની આસપાસ સાંભળ્યો હતો. ત્યારબાદ AR-15 રાઇફલ્સથી સજ્જ એક સુરક્ષા ટીમ આવી અને તેઓએ ફાયરિંગ કરી રહેલા શખ્સને ઠાર માર્યો. આ શખ્સ ફાયરિંગ કેમ કરી રહ્યો હતો તે સ્પષ્ટ નથી.
Published by: Mrunal Bhojak
First published: August 11, 2020, 8:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading