Home /News /national-international /ફરી એકવાર મળશે ટ્રમ્પ અને કિમ જોંગ, જાણો ક્યાં અને ક્યારે થશે મુલાકાત

ફરી એકવાર મળશે ટ્રમ્પ અને કિમ જોંગ, જાણો ક્યાં અને ક્યારે થશે મુલાકાત

સિંગાપુરમાં મુલાકાત દરમિયાન કિમ અને ટ્રમ્પની તસવીર

કિમ જોંગ ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પની આગામી 27 અને 28 ફેબ્રુઆરીના રોજ એકવાર ફરીથી મળવા જઇ રહ્યા છે. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ટ્વીટ કરી નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન સાથે વિયેતનામની રાજધાની હનોઇમાં બીજી સમિટ કરશે. ટ્રમ્પે કહ્યું કે, કિમની લીડરશિપમાં દેશ ભવિષ્યમાં શ્રેષ્ઠ ઇકોનોમિક પાવરહાઉસ બનશે. ટ્રમ્પે ટ્વીટમાં કિમ જોંગના વખાણ પણ કર્યા હતા અને કહ્યું કે, તેઓના રિપ્રેઝન્ટેટિવ્સ હમણાં જ નોર્થ કોરિયા માટે રવાના થયા છે.

સામ્યવાદી શાસન પર મૂડીવાદી અર્થતંત્રવાળું વિયેતનામ અમેરિકા અને નોર્થ કોરિયા બંને એકબીજાંની નજીકના દેશો છે. ઓસ્ટ્રેલિયાની સાઉથ વેલ્સ યુનિવર્સિટીમાં વિયેતનામ મામલાઓના જાણકાર કાર્લ થાયેર અનુસાર, વિયેતનામની સ્થિતિ એક તટસ્થ યજમાનની છે. જે અમેરિકા અને નોર્થ કોરિયાની તમામ કસોટીઓ પર ખરું ઉતર્યું છે.

અહીં ક્લિ કરી વાંચોઃ ઘરબેઠા 8 હજાર રુ.માં શરુ કરો ચોકલેટ બિઝનેસ, થશે લાખોની કમાણી

કાર્લ થાયેરે કહ્યું કે, ટ્રમ્પ-કિમની બીજી મુલાકાત માટે વિયેતનામની પસંદગી માત્ર એક સાંકેતિક નથી. વિયેતનામ પર બનેલી સહમતિનો હેતુ એ વાત ઉપરથી પણ સમજી શકાય છે કે, સમિટ માટે સુરક્ષિત માહોલ આપવા માટે વિયેતનામની કેપેબિલિટી પર બંને દેશોને ભરોસો છે.

કિમ જોંગ ઉન માટે વિયેતનામનો નિર્ણય ચીન ઉપરથી એક સુરક્ષિત ઉડાણનો છે. ચીન અને વિયેતનામ બંને એવા દેશો છે જેના નોર્થ કોરિયા સાથે સારાં સંબંધો છે. થાયેર અનુસાર, કિમ જોંગ ઉન પહેલીવાર વિયેતનામની યાત્રા કરશે. આ યાત્રાથી તેઓ એવું સાબિત કરવાનો પણ અવસર જોઇ રહ્યા છે કે, નોર્થ કોરિયા કોઇ અલગ પડી ગયેલો દેશ નથી.

અમેરિકા વિરૂદ્ધ પહેલા લડાઇ લડવા અને ત્યારબાદ તેની સાથે કૂટનીતિ સંબંધોની પહેલ કરવાનો વિયેતનામનો ઇતિહાસ, મુક્ત વેપાર સમજૂતી માટે સમિટ એવી ઘણી બાબતો છે જેમાં નોર્થ કોરિયાના સરમુખત્યારને રસ હોઇ શકે છે. કિમ જોંગ ઉન પોતે પણ વિયેતનામની વાર્તાને જોવા માટે ઉત્સુક હશે. આ તેમના માટે પ્રેરણા સ્ત્રોત હોઇ શકે છે કે, તેઓ નોર્થ કોરિયાને કેવી રીતે આગળ લઇ જઇ શકે છે.
First published:

Tags: Kim Jong UN