ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે હનોઇના મેટ્રોપોલ હોટલમાં બીજી વખત મુલાકાત કરી. બંને નેતાઓએ પહેલી વખત સાથે ડિનર પણ કર્યું. બંને નેતાઓ વચ્ચે ગત વર્ષે 12 જૂને સિંગાપુરમાં પહેલી વખત વાતચીત થઈ હતી.
તેજીથી થયો હનોઇનો વિકાસ: 47 વર્ષ પહેલાં અમેરિકાએ હનોઇ પર થાઈલેન્ડના યૂ-તપાઓ અને ગુઆમના એન્ડરસન એરબેઝથી બે બી-52 ફાઈટર પ્લેનથી બોમ્બ ફેંક્યા હતા. હનોઇ તે સમયે ઉત્તર વિયતનામની રાજધાની હતી અને તેને દુનિયાનું સૌથી સુરક્ષિત સ્થળ માનવામાં આવતું હતું. 1954માં હનોઇમાં માત્ર 43 હજાર લોકો જ રહેતાં હતા અને તે 152 ચોરસ કિલોમીટરમાં જ વસેલું હતું. આજે હનોઇ 3 હજાર ચોરસ કિમીનું બની ગયું છે અને તેની વસ્તી 70 લાખથી પણ વધુ છે. હનોઇ વિકાસમાં પણ ઘણો થયો છે જે તેની ગગનચુંબી ઈમારતો તેમજ રેસ્ટોરન્ટ અને દુકાનો પરથી લગાવી શકાય છે.
Photos from moments ago: President Donald J. Trump and Chairman Kim Jong Un meeting in Hanoi. pic.twitter.com/cWQNOLVecK
કિમ જોંગે નોર્થ કોરિયન એમ્બેસીની મુલાકાત લીધી: કિમ જોંગે મંગળવારે હનોઇ પહોંચીને અહીંની નોર્થ કોરિયન એમ્બેસીની મુલાકાત લીધી હતી. આ સમિટ દરમિયાન નોર્થ કોરિયાના પરમાણુ કાર્યક્રમ સંબંધિત ઉલ્લેખનીય પ્રગતિની ચર્ચા થશે. આ અગાઉ બંને નેતા ગત વર્ષે જૂન મહિનામાં સિંગાપોરમાં પ્રથમ સમિટ કરી ચૂક્યા છે. જો કે, પહેલી સમિટ બાદ પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા અંગે કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નહતું.
ટ્રમ્પે પોતાની વિયેતનામ સમિટની શરૂઆત કિમ જોંગ ઉન સાથેની મુલાકાતને અત્યંત હકારાત્મક ગણાવી છે. ટ્રમ્પે કહ્યું કે, આજે સોશિયલ ડિનર સમયે મારાં મિત્ર અને નોર્થ કોરિયાના લીડર કિમ જોંગ ઉન સાથેની મુલાકાત દરમિયાન સારી ઘટનાઓ બનશે. ટ્રમ્પે આજે વિયેતનામના પ્રેસિડન્ટ અને ડેલિગેશન સાથે મુલાકાત કરી હતી. ટ્રમ્પે વિયેતનામના ઝડપી વિકાસના વખાણ પણ કર્યા હતા. પ્રેસિડન્ટ સાથે મુલાકાત દરમિયાન ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, વિયેતનામ અમેરિકામાં બનેલા 10 પ્લેનની ખરીદી કરશે. આ અંગેની સંધિ ટૂંક સમયમાં જ થશે.ટ્રમ્પે વિયેતનામ અને અમેરિકાના સંબંધોને ઉદાહરણ તરીકે દર્શાવીને નોર્થ કોરિયાને સંદેશ પાઠવ્યો હતો કે, તેઓ પણ પરમાણુ નિઃશસ્ત્રીકરણ દ્વારા ઝડપી વિકાસ કરતો દેશ બની શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર