US-ઈરાન વચ્ચે તણાવ: બંનેએ એકબીજાને ખતર કરવાની આપી ધમકી

  • Share this:
    ઈરાન અને યુએસ વચ્ચે ચાલી રહેલી સતત ખેંચતાણ અટકવાનું નામ જ નથી લેતી. બંને દેશોના નેતા સતત એકબીજા સામે આકરા પ્રહાર કરી રહ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી જાવેદ જરીફે સોમવારે કહ્યું છે કે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નરસંહાર વાળા પ્રહારથી ઈરાન ખતમ નહીં થઈ જાય.જરીફે ટ્વિટર પર લખ્યું છે કે, ઈરાની હજારો વર્ષોથી માથું ઉંચુ કરીને ઉભા છે જ્યારે દરેક હુમલાખોરોમાંથી કોઈનું નામો-નિશાન વધ્યું નથી. આર્થિક આતંકવાદ અને નરસંહારના પ્રહારથી ઈરાનનો અંત થવાનો નથી. એક ઈરાનીને ક્યારેય ધમકી ન આપવી. સન્માન આપશો તો તે જ કામ લાગશે.

    ઈરાનના વિદેશ મંત્રીનું આ નિવેદન ટ્રમ્પની ધમકી પછી આવ્યું છે. હકીકતમાં રવિવારે ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન અમેરિકન હિત પર હુમલો કરશે તો તેને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવામાં આવશે. ટ્રમ્પે ટ્વિટ કરી હતી કે, જો ઈરાન યુદ્ધ કરવા માંગતુ હોય તો આ તેનો ઓફિશિયલ અંત હશે. અમેરિકાને ફરી ધમકી ન આપતા.

    અહીં ક્લિક કરી વાંચોઃ સપના ચૌધરીનું સૌથી ધમાકેદાર ડાન્સ પરફોર્મન્સ, 5 કરોડથી વધુ જોવાયો VIDEO

    વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે સંબંધો એક વર્ષ પહેલાં ખરાબ થયા જ્યારે ટ્રમ્પે 2015માં ઈરાન સાથે પરમાણુ સમજૂતી રદ કરી દીધી અને તેમના પર કડક પ્રતિબંધો લાદી દીધા. ઈરાનના અધિકારીઓ સતત અમેરિકાના પ્રતિબંધોની નિંદા કરી રહ્યા છે અને તેને આર્થિક આતંકવાદ ગણાવી રહ્યા છે. ઈરાનનો આરોપ છે કે, અમેરિકાના પ્રતિબંધોના કારણે બેઝિક ચીજ વસ્તુઓની પણ ખામી સર્જાઈ શકે છે.

    આ મહિને અમેરિકાએ તેહરાનથી તેલ આયાત વિશે ભારત સહિત અમુક દેશોને આપવામાં આવેલી છૂટ ખતમ કરીને તેમની મુશ્કેલીમાં વધારો કરી દીધો હતો. ત્યારપછી અમેરિકાએ ઈરાનના કથિત જોખમને ધ્યાનમાં રાખીને ખીણ વિસ્તારમાં કેરિયર ગ્રૂપ અને બી-52 બોમ્બર તહેનાત કર્યા હતા. ગયા સપ્તાહમાં ટ્રમ્પ પ્રશાસને ઈરાન સમર્થિત ઈરાકી ગ્રૂપથી જોખમ હોવાની વાત કરીને તેમના અમુક રાજકીય અધિકારીઓને પરત આવી જવાનો આદેશ આપ્યો હતો.
    Published by:Sanjay Vaghela
    First published: