ડોનાલ્ડ 'પેશ્વા' ટ્રમ્પ : અમેરિકન પ્રમુખના આસિસ્ટન્ટે બાજીરાવ મસ્તાનીનો વીડિયો શેર કરતા ધમાલ

News18 Gujarati
Updated: August 4, 2019, 2:18 PM IST
ડોનાલ્ડ 'પેશ્વા' ટ્રમ્પ : અમેરિકન પ્રમુખના આસિસ્ટન્ટે બાજીરાવ મસ્તાનીનો વીડિયો શેર કરતા ધમાલ
અમેરિકામાં આગામી વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે, ત્યારે હરીફોને પેશ્વા બાજીરાવની જેમ હંફાવાની નેમ લેતા ટ્રમ્પના સહયોગી

અમેરિકામાં આગામી વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે, ત્યારે હરીફોને પેશ્વા બાજીરાવની જેમ હંફાવાની નેમ લેતા ટ્રમ્પના સહયોગી

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ભારતની મુલાકાતે ન આવ્યા હોય પરંતુ તેમનો વીડિયો શોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના સોશિયલ મીડિયા આસિસ્ટન્ટ ડેન સ્કાવિનોએ બાજીરાવ મસ્તાનીના એક ગીતોનો વાયરલ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રણવીરસિંહ મલ્હારી ગીત પર નાચી રહ્યો છે. જોકે, અમેરિકામાં ધૂમ મચાવી રહેલા આ વીડિયોમાં બાજીરાવના રણવીરની જગ્યાએ ડોનાલ્ડ ટ્રમ્પ નાચતા જોવા મળી રહ્યાં છે.

ટ્રમ્પના સોશિયલ મીડિયા આસિસ્ટન્ટે ટ્વીટર પર આ વીડિયો પોસ્ટ મૂકીને લખ્યું કે 'મસ્ત મજાને એક અઠવાડિયા બાદ હું કોઈ પણ કારણ વગર અમારા વિરોધીઓને આજે ગાંડા કરી નાખવા માંગું છું #KAG2020'

આ પણ વાંચો :  ચંદ્રયાન-2એ મોકલી પહેલી તસવીર, જુઓ અંતરીક્ષથી પૃથ્વીનો અદ્ભુત નજારો

ઉલ્લેખનીય છે કે આ ગીત અને રણવીરસિંહનો ડાન્સ ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં 'પેશ્વા બાજીરાવ'ની જીતની ખુશીમાં ફિલ્માવાયેલો છે, ત્યારે અમેરિકાની ચૂંટણીમાં ભારતીય ફિલ્મના પડઘા પડી રહ્યાં છે. આગામી વર્ષે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે ત્યારે સ્વાભાવિક છે કે ટ્રમ્પના આસિસ્ટન્ટ વિરોધીઓને પરેશાન કરવાની સાથે ભારતીયનો આકર્ષવા માટે આ પ્રકારના અભિયાનો ચલાવી રહ્યાં છે.



આ વીડિયો અગાઉ પણ ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો જેમાં ટ્રમ્પ પેશ્વાના રૂપમાં જોવા મળ્યા હતા. ફેબ્રુઆરીમાં વાયરલ થયેલો આ વીડિયો હવે વ્હાઇટ હાઉસ સુધી પહોંચી જતા અમેરિકાના સોશિયલ મીડિયામાં ધૂમ મચી ગઈ છે.

 
First published: August 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading