કરુણ ઘટના! બે બહેનોએ દુલ્હન બની એક જ યુવક સાથે કર્યા લગ્ન, પતિએ આપ્યું બંનેને દર્દનાક મોત

બે બહેનોની તવીર

પુત્રી પુજાને પણ રાજિન્દ્રએ કરંટ આપીને મારી નાંખી હતી. અમને જણાવ્યા વગર જ તેના અંતિમ સંસ્કાર કરી લીધા હતા. ત્યારબાદ તેણે મારી નાની પુત્રી મમતાને પણ જાળમાં ફસાવીને લગ્ન કરી લીધા હતા.

 • Share this:
  અબોહરઃ એક પિતા પોતાની જિંદગીભરની કમાણી પોતાની પુત્રીઓના લગ્ન કરવામાં ખર્ચી નાંખે છે. કારણ કે તેના સાસરીના લોકો તેને આખી જિંદગી ખુશ રાખે. જ્યારે એ જ પિતાને એ ખબર પડે કે તેની પુત્રીઓ સાથે સાસરીના લોકો મારપીટ અને અન્ય પ્રકારના અત્યાચાર (domestic violence for dowry) કરે છે તો એ પિતાને કેટલું દુઃખ થતું હશે. આવી જ એક દુઃખદ ઘટના પંજાબના (punjab) અબોહર જિલ્લામાં સામે આવી છે. જ્યાં એક બાપની બે પુત્રીઓનું મોત (two daughter death) તેના સાસરીના લોકોના કારણે થયું છે.

  બંનેએ એક જ યુવક સાથે લગ્ન કર્યા અને બંનેનું થયું મોત
  મળતી માહિતી પ્રમાણે આ આખી ઘટના અબોહર જિલ્લાના કલ્લરખેડાની છે. અહીં એક એક પરિણીતાનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. મૃતકના પરિજનો સાસરીના લોકો ઉપર હત્યાનો આરોપ લગાવી રહ્યા છે. પીડિત પરિવારની ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. હૈરાનીની વાત એ છે કે પીડિત પરિવારની બંને પુત્રીોએ એક જ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. જ્યાં આરોપીએ એક એક કરીને બંનેને મારી નાંખી હતી.

  અંતિમ સંસ્કાર પહેલા પિતાએ ખોલ્યું સત્ય
  મૃતકાના પિતા રાજકુમારે જણાવ્યું કે તેમણે પોતાની પુત્રી મમતાના લગ્ન આશરે ચાર વર્ષ પહેલા રાજિન્દ્ર જટવાલની સાથે કર્યા હતા. પરંતુ લગ્ન બાદ જ સાસરીના લોકો પુત્રીને દહેજ માટે ત્રાસ આપવા લાગ્યા હતા. શુક્રવાર સાંજે જમાઈનો ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું કે મમતાનું હાર્ટએટેક આવવાથી મોત થયું હતું. અમે ત્યાં પહોંચ્યા તો અંતિમ સંસ્કારની તૈયારી કરી લીધી હતી.

  આ પણ વાંચોઃ-

  પુત્રીના ગળા પર હતા નિશાન
  જ્યારે મમતાને જોઈ તો તેના ગળા ઉપર નિશાન હતા. જેનાથી શક થયો હતો. કે તેની હત્યા કરવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશનો કબ્જો લઈને પતિ રાજિન્દ્ર, દિયર પવન કુમાર, સાસું શારદા, સસરા સાહબરામ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

  આ પણ વાંચોઃ-

  આરોપીએ એકવાર ફરીથી એક જ ઘટનાનું પુનરાવર્તન કર્યું હતું
  અહીં સૌથી દુઃખદ વાત એ છે કે પીડિત રાજકુમારની બંને પુ્તરી પુજા અને મમતાએ રાજિન્દ્ર સાથે જ લગ્ન કર્યા હતા. જોકે બંનેના મોત નિપજ્યા છે. પિતા રાજકુમારના જણાવ્યા પ્રમાણે પુત્રી પુજાને પણ રાજિન્દ્રએ કરંટ આપીને મારી નાંખી હતી.  અમને જણાવ્યા વગર જ તેના અંતિમ સંસ્કાર કરી લીધા હતા. ત્યારબાદ તેણે મારી નાની પુત્રી મમતાને પણ જાળમાં ફસાવીને લગ્ન કરી લીધા હતા. પરંતુ તે પણ વધારે દિવસ સુધી તેની સાથે ના રહી શકી. આરોપી રાજિન્દ્રએ ફરીથી પોતાની પુત્રી મમતાની હત્યા કરી દીધી હતી. (તસવીર Hindi.asianet.news)
  Published by:ankit patel
  First published: