Home /News /national-international /PM મોદીનાં 'આત્મનિર્ભર ભારત' મિશનને મજબૂતી આપવાં માટે તૈયાર થઇ રહ્યાં છે સ્વદેશી શ્વાન!

PM મોદીનાં 'આત્મનિર્ભર ભારત' મિશનને મજબૂતી આપવાં માટે તૈયાર થઇ રહ્યાં છે સ્વદેશી શ્વાન!

8 જાન્યુઆરી 2018નાં ટેકનપુરમાં નેશનલ ટ્રેનિંગ સેન્ટર ઓફ ડોગમાં કરતબ જોતા PM મોદી

NCBનાં અધિકારીઓને ધ્યાન આવ્યુંકે, PM મોદીનો ઇશારો શ્વાનની તે પ્રજાતી તરફ હતો જેણે કર્ણાટક અને મહારાષ્ટ્રની સીમા વિસ્તારમાં મુઘોલ હાઉન્ડ્સ તરીકે જાણીતા હતાં. ક્યારેક શિવાજીની સેનાનો ભાગ રહેલાં આ શ્વાન હાલનાં સમયમાં મુઘોલ હાઉન્ડ્સ તરીકે ઓળખાવાની કહાની પણ ઘણી રોચક છે.

વધુ જુઓ ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દસ મહીના પહેલાં 'મન કી બાત' કાર્યક્રમમાં વિદેશી બ્રિડનાં શ્વાનની જગ્યાએ ભારતીય બ્રિડનાં શ્વાને સુરક્ષા એજન્સીઓની ડોગ સ્ક્વૉ઼માં શામેલ કરવા અપીલ કરી હતી. અને આમ થવા પર તેને આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું ઉઠાવ્યાંની વાત કરી હતી. PM મોદીનાં આસંદેશ બાદ દેશની મોટા ભાગની સુરક્ષા એજન્સીઓ અને પોલીસ સંગઠનોએ ગૌરવશાળી ભૂતકાળવાળા મુઘોલ હાઉડ્સ, રાજાપાલયમ અને રામપુર હાઉંડ્સ જેવી સ્વદેશી નસ્લનાં શ્વાનને પ્રશિક્ષિત કરી તેમી ટીમમાં શામેલ કરવા ઝડપી પગલાં ઉઠાવ્યાં હતાં. મુઘોલ હાઉન્ડ્સ નસ્લનાં શ્વાન તો મોદીનાં પ્રેરણાસ્ત્રોત રહેલાં છત્રપતિ શિવાજીનાં હિંદવી સ્વરાજ્યનાં સપનાને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી ચુક્યા ચે. એવામાં મોદી સહિત દેશવાસીઓને આશાછે કે, હવે એવી નસ્લનાં શ્વાન આત્મનિર્ભર ભારતની મુહિમને આગળ વધારી શકશે.

મે 2020નો મહિનો હતો, નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોનાં એક વરિષ્ઠ અધિકારીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે NCBનાં કેસમાં ભવિષ્યનાં પડકાર, યોજનાઓ અને હાલની પરિસ્થિતિ સહિત તમામ ગતિવિધિઓની માહિતીઓની જાણકારી આપવાની શરૂ કરી હતી. PM મોદીની આગેવાની વાળી સરકારે 2014માં કેન્દ્રની સત્તામાં આવતા જ નશીલા પદાર્થોની સ્મગલિંગ અને ભારતમાં તેનાં વધતા ચલન ને રોકવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ મામલે ગૃહ મંત્રાલય અને PMOની સાથે થયેલી સમીક્ષા બેઠક બાદ PM મોદીને આ દિશામાં NCB તરફથી ઉઠાવવામાં આવેલાં પગલાંની જાણકારી આપવાં ગયા હતાં NCBનાં વરિષ્ઠ અધિકારી.

PM મોદીએ આપ્યું હતું સ્વદેશી નસ્લનાં શ્વાનનો ઉપયો કરવાની સલાહ
ચર્ચા દરમિયાન PM મોદીએ ડ્રગ્સની સીમા પાર થનારી સ્મગલિંગને રોકવા માટે ટ્રેઇન્ડ શ્વાનની મદદ લેવાનો સુઝાવ આપ્યો હતો. સાથે જ એમ કહ્યું હતું. કે શ્વાનની તે પ્રજાતિને પ્રશિક્ષિત કરવામાં આવે જે મહારાષ્ટ્ર અને કર્ણાટકની સીમા પર જોવા મળે છે. અને જેનો ઉપયોગ છત્રપતિ શિવાજી તેમની સેનામાં મોટા પ્રમાણમાં કરતાં હતાં. જ્યારે તે મુઘલ શાસક ઔરંગઝૈબ સામે લડી રહ્યાં હતાં. હિંદવી સ્વરાજ્યનાં સપનાને સાકાર કરી રહ્યાં હતાં. PM મોદી માટે શિવાજી આદર્શ શાસક રહ્યાં છે. અને ઇતિહાસની બૂક્સમાં તેમણે શિવાજીની સેનામાં શામેલ શ્વાનનાં જૂથ અંગે વાંચ્યું હતું.

PM મોદીએ કર્યો હતો મુઘોલ હાઉંડ્સ તરફ ઇશારો
NCBનાં અધિકારીઓને ધ્યાન આવ્યુંકે, PM મોદીનો ઇશારો શ્વાનની તે પ્રજાતી તરફ હતો જેણે કર્ણાટક અને મહારાષ્ટ્રની સીમા વિસ્તારમાં મુઘોલ હાઉન્ડ્સ તરીકે જાણીતા હતાં. ક્યારેક શિવાજીની સેનાનો ભાગ રહેલાં આ શ્વાન હાલનાં સમયમાં મુઘોલ હાઉન્ડ્સ તરીકે ઓળખાવાની કહાની પણ ઘણી રોચક છે. મઘ્યકાળમાં શ્વાનનાં ઉપયોગને તે વેપારી તેની સુરક્ષા માટે કરતાં હતાં. જે હજાર વર્ષ પહેલાં પૂર્વ અને પશ્ચિમની વચ્ચે સિલ્ક રુટ દ્વારા વેપાર કરતાં હતાં. ચીનથી ઇરાન અને અરબ થઇને તેઓ આગળ યૂરોપ સુધી વેપારીઓનાં મોટા મોટા કાફલા ચાલતા. વેપારીઓ આ કાફલાની સુરક્ષા માટે રાખતાં શિકારી શ્વાનઅરબ અને તુર્કી નસ્લનાં હોતા હતાં. તેમને મધ્ય-પૂર્વનાં દેશોમાં સાલુકી તરીકે પણ ઓળખવામાં આવતાં. સમય જતા તુર્કી અને અરબી નસ્લનાં આ શ્વાનની ક્રોસ બ્રીડિગથી જે નવી પ્રજાતી તૈયાર થઇ તેજ કારવાં કે કારવાની નસ્લ તરીકે જાણીતી છે.

છત્રપતિ શિવાજીની સેનામાં મોટી માત્રામાં હતાં મુઘોલ હાઉન્ડ્સ મોટી સંખ્યામાં હોતા હતા


શિવાજીની સેનામાં મોટી સંખ્યામાં હતા શિકારી શ્વાન
કારવાની નસ્લનાં આ શ્વાનનો ઉપયોગ શિવાજીનાં સમયમાં મોટી સંખ્યામાં થતો હતો. આ શ્વાન વફાદાર તો હતાં જ સાથે જ શત્રુનાં આગમનની જાણકારી કે પછી તેમનાં માલિકની સુરક્ષામાં પણ કટિબદ્ધ રહે છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકનાં વિસ્તારમાં લોકકથા તો એ પણ છે કે, કુતરાંએ શિવાજીનાં મોટા દીકાર સંભાજીનો જીવ બચાવ્યો હતો. અને આ કારણે જ શિવાજીનો તેમનાં પ્રત્યે લગાવ વધી ગયો હતો. અને તેમની છાપામાર સેનામાં મોટી સંખ્યામાં આ બ્રિડનાં શ્વાનનો ઉપયોગ થતો હતો. કહેવાય છે કે, શિવાજી જ્યાં પણ જતાં હતાં તેમની આજુબાજુ આ નસ્લનાં શ્વાન રહેતા હતાં. જેને કારણે તે નસ્લ મરાઠા પણ કહેવાવાં લાગી. શિવાજીની સેનામાં ભરતી પહેલાં તેમને ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવતી હતી.

અંગ્રેજી શાસન દરમિયન વધેલી વિદેશી નસ્લનાં શ્વાનની પૂંછડી
શિવાજી બદ ધીમે ધીમે મરાઠા સામ્રાજ્ય કમજોર થવાં અને અંગ્રેજોને ભારત પર કબ્જા બાદ તેનો ઉપયોગ માટે કુતરાંની પૂંછડી ઘટવા લાગી. જોકે, 1857 સુધી આ કુતરાંથી ખુદ અંગ્રેજ પણ ડરતા હતાં. કારણ કે જ્યારે પણ થે કુતરાં અંગ્રેજોને જોતા હતાં તે ઉંચી છલાંગ મારી તેનાં ઉપર હુમલો કરવાં આગળ વધતાં. કારણ કે અંગ્રેજોની શક્લ તેમનાં માલિકો કે તેમનાં વિસ્તારમાં રહેતા લોકોથી મળતી ન હતી. પણ 19મી સદીની સમાપ્તિ થતા જ આ નસ્લનાં કુતરાં લુપ્ત થવાની સ્થિતિમાં આવી ગયા હતાં. બ્રિટિશ શાસન દરમિાયન દેશી રાજા- મહારાજા પણ ભારતીય નસ્લનાં કુતરાં લુપ્ત થવાની સ્થિતિમાં હતાં. બ્રિટિશ શાસન દરમિયાન દેશી રાજા- મહારાજા પણ ભારતીય નસ્લનાં કુતરાની જગ્યાએ વિદેશી નસ્લનાં શ્વાન પ્રત્યે પ્રેમ ભાવ રાખતાં. જે યૂરોપનાં ઠંડા પ્રદેશમાં પેદા થતા હતાં.



મુઘોલનાં રાજાએ શ્વાનનાં સંરક્ષણનું કામ શરૂ કર્યું-
આ સમય દરમિયાન મુઘોલ નામનાં જાગીરી રિયાસતનાં તત્કાલીન શાસક રાજા માલોજીરાવ રાજે ધોરપડે છત્રપતિ શિવાજી મહારાજનાં સમયે જબરદસ્ત નામના ધરાવતા કુતરાંઓનાં તારણહાર બન્યા હતાં. મૂળ રૂપે મેવાડનાં શિશોદિયા રાજવંશ સાથે સંબંધ રાખનાંરા ઘોરપડે પરિવારમાં 1884માં જન્મેલા માલોજીરાવે રિયાસત સંભાળતા જ તેમનાં વિસ્તારમાં રહેતા બહેલિયો અને આદિવાસી જાતીનાં લોકો પાસે જે શિકારી કુતરાં હતાં તેમનાંથી તેઓ પ્રભાવિત થઇ ગયા હતાં તેમની રફતાર, આક્રમકતા અને સૂંઘવાની જગ્યાએ શિકાર જોઇ તેમનાં પર ઝપટ્ટો મારવાની પ્રવૃતિએ તેમનું દિલ જીતી લીધુ હતું. આ કુતરાંનાં સંરક્ષણનો પ્રયાસ શરૂ કરી દીધો છે. વીસમી સદીનાં પ્રારંભનાં દશકમાં તેમની ઇંગ્લેન્ડ યાત્રા દરમિયાન તત્કાલીન બ્રિટિશ સમ્રાટ જોર્જ પંચમને બે એવાં કુતરાં તેમણે ભેટમાં આપ્યાં હતાં. જેમને ખુદ બ્રિટિશ સમ્રાટે મુઘોલ હાઉંડ્સનું નામ આપ્યું હતું. જે બાદથી આ મુઘોલ હાઉંડ્સ તરીકે દેશ અને દુનીયામાં લોકપ્રિય થયા.

મુઘોલ રાજાની પત્ની હતી મોદીનાં ગૃહ રાજ્ય ગુજરાતથી-
વર્ષ 1939નાં માલોજીવરાવનાં દેહાંત થયો અને એવામાં તેમની રાણી પાર્વતી દેવીએ રાજમાતા તરીકે મુઘોલની ગાદીનાં ઉત્તરાધિકારી રહ્યાં અને તેમનાં સગીર દીકરા ભૈરવસિંહ ઘોરપડેનાં સંરક્ષક બની ઘણાં વર્ષો સુધી મુઘોલનો રાજપાઠ સંભાળ્યો હતો. જે સૌરાષ્ટ્રનાં એક તાલુકેદારી રિયાસત મોડાનાં જાડેજા રાજસી પરિવારથી હતી. તેમનાં દીકરા અને મુઘોલનાં અંતિમ રાજા ભૈરવસિંહ ઘોરપડેનાં લગ્નમાં સૌરાષ્ટ્રનાં કેન્દ્ર તરીકે પ્રખ્યાત રાજકોટનાં રાજસી જાડેજા પરિવારમાં થઇ હતી. સૌરાષ્ટ્ર 1960માં અસ્તિત્વમાં આવ્યું મોદીએ તેમનાં ગૃહરાજ્ય ગુજરાતનો ભાગ બન્યો.આ સંયોગ જ છે કે, સો વર્ષ પહેલાં શિવાજીની સેનાનાં સભ્ય રહેલાં જે શિકારી શ્વાનની પ્રજાતિને મુઘોલ રાજપરિવારે સંરક્ષિત કરવાનું કામ કર્યું હતું. આજનાં સમયમાં તેની મહ્તતાને રેખાંકિત કરવાનું કામ PM મોદીએ કર્યું છે.

આઝાદી બાદ ચેન્નઇમાં બન્યું દેશનું પહેલું ડોગ સ્ક્વોડ
વચ્ચેનાં સો વર્ષથી વધુ સમયમાં આ સ્વદેશી શિકારી કુતરાંની પ્રજાતિનું મહત્વ ફરી ઓછું થઇ ગયું. જ્યાં અંગ્રેસજી શાસનનો 1947માં અંત થયો હતો તો હિન્દુસ્તાનનાં બાકી રજવાડોની જેમ મુઘોલનું પણ વિલય ભારત સંઘમાં થયું હતું. ભારતનાં આઝાદ થયાનાં આશરે પાંચ વર્ષ બાદ ભારતમાં પહેલી વખત સંગઠિત તરીકે પોલીસ વ્યવસ્થામાં શ્વાનનો ઉપયોગ થવાનું શરૂ થયું. આ શરૂઆથ મદ્રાસમાં જે હવે ચેન્નઇ તરીકે જાણીતુ છે. 1952માં મદ્રાસ સિટી પોલીસે તેની ડોગ સ્ક્વોડ બનાવી હતી. સબ ઇન્સ્પેક્ટર કનૈયા નાયડૂની આગેવાનીમાં. કુતરાં મંગાવવામાં આવ્યાં જર્મનીથી અલ્સેસિયન નસ્લનાં. 1956માં શ્વાન પ્રશિક્ષણ માટે ઔપચારિક તરીકે ડો ટ્રેનિંગ સેન્ટર મદ્રાસ પોલીસે ખોલ્યું. બાદનાં વર્ષોમાં બાકીનાં રાજ્યોમાં પણ ડોગ સ્ક્વૉડ બનવાનાં શરૂ થયા.



શિમલામાં રાજા ભદરીની પ્રેરણાથી સ્થાપિત થયું 1957માં શ્વાન ટીમ
ઉત્તર ભારતમાં સૌથી પહેલાં હિમાચલ પ્રદેશમાં શ્વાન ટીમ બનાવવામાં આવી. જ્યારે હિમાચલ પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ હોતું હતું. આ પ્રદેશનાં તત્કાલીન લેફ્ટિનેન્ટ ગવર્નર રાજા બજરંગ બહાદુર સિંહ ભદરીની પ્રેરણાથી શિમલામાં ડોગ સ્ક્વૉડ બની, જેમાં શામેલ કરવામાં આવેલો પહેલો કુતરો જર્મન શેફર્ડ નસ્લનો હતો. અને આયરલેન્ડથી ખરીદવામાં આવ્યો હતો. તે સમયમાં આશરે 250 સૌ પાઉન્ડમાં. આ કુતરાંને હીરો નામ આપવામાં આવ્યું. અને તેની સાથે 1957માં શિમલામાં શ્વાન ટીમની શરૂઆત થઇ. અને થોડા જ સમયમાં આશરે એક ડઝન કુતરાં તે ટીમમાં શામેલ થયા હતાં.



રાજા ભદરીએ બનાવ્યું હતું સ્વતંત્ર ભારતનો પહેલો ડોગ ટ્રેનિંગ મેન્યુઅલ
રાજા બજરંગ બહાદુર સિંહ જે રાજા ભદરી તરીકે ઓળખાતા હતાં, ઉત્તર પ્રદેશની અંદર આવનારી આઝાદી પૂર્વનાં તાલુકેદારી રિયાસત ભદરીનાં રાજા હતાં. જે હાલમાં પ્રતાપગઢ જિલ્લાનો ભાગ છે. ઉત્તર પ્રદેશની ઘણી સરકારોમાં મંત્રી રહી ચુકેલાં રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફ રાજા ભૈયાનાં પિતા ઉદય પ્રતાપ સિંહને રાજા બજરંગબહાદૂર સિંહે દત્તક લીધા હતાં. તેમણે રાજા બજરંગ બહાદુર સિંહને સ્વતંત્ર ભારતમાં પહેલું ડોગ ટ્રેનિંગ મેન્યુઅલ તરીકે 'How to Train Dogs' મામની બૂક લખી હતી. બૂક લખતાં સમયે તેમણે જિંદનાં મહારાજાનાં શ્વાનનું ઘર બનાવનારા જેડબ્લ્યૂ ગોલ્ડસ્મિથ અને મુંબઇયા ફિલ્મોની શૂટિંગનાં ઘોડા અને શ્વાનની સપ્લાય કરનારા જિમ્મી ભરુચાની સાથે ઘણી વખત લાંબી ચર્ચાઓ કરી હતી. જેનો ફાયદો મળ્યો હતો.

રાજા ભદરીએ નેહરુનાં શ્વાનને પણ ટ્રેનિંગ આપી હતી.

ખરેખરમાં રાજા ભદરીએ હિમાચલ પોલીસને ત્યારે શ્વાન ટીમ બનાવવા પ્રેરિત કર્યા જ્યારે પ્રદેશમાં થયેલી બે હત્યાઓનો કેસ ઉકેલાતો ન હતો. તે સમયે રાજા ભદરી હતાં. જેમણે દેશનાં પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુનાં અધિકારિક આવાસ તીનમૂર્તિ ભવનમાં રહેનારા ગોલ્ડેન રિટ્રીવર નસ્લનાં કુતરાં 'મધુ'ને ટ્રેન કરી હતી.અને દર વર્ષે નેહરુ તેમની પાસે તેમનાં કુતરાંને મોકલતા રિફ્રેશર કોર્સ માટે. રાજા બજરંગ બહાદૂર સિંહ પોતે તેમની પાસે ઘણાં શ્વાન રાખતા જેમાં એક તેમની ખાસ 'મોટૂ' હતો. તે તેજ ખાતો જે રાજા ખાતા. શ્વાનની મહત્તા અને ફાયદાને સારી રીતે જાણતા હતાં રાજા ભદરી.



બાકી રાજ્યોમાં સિત્તેરનાં દાયકામાં સ્થાપિત થઇ શ્વાન ટીમ
ખાસ વાત એ રહી કે, રાજા બજરંગ બહાદુર સિંહે તેમનાં રાજ્ય ઉત્તર પ્રદેશમાં શ્વાન ટીમ હિમાચલ પ્રદેશમાં તેનાં ગઠનનાં પાંચ વર્ષ બાદ 1962માં બનાવી. જ્યારે કર્ણાટકમાં આ 1965માં, જ્યાં શિવાજીની સેનામાં તે શિકારી કુતરાં ભરતી કરતા હતાં. જે બાદનાં દિવસોમાં મુઘોલ હાઉન્ડ્સ તરીકે પ્રખ્યાત હતાં. દેશનાં બાકી રાજ્યોમાં ધીમે ધીમે શ્વાન ટીમ બનવા લાગી. તેની ઉપયોગિતા સમજાવવા લાગી. આજે દેશનું એક પણ રાજ્ય એવું નથી જેમની પાસે શ્વાનટીમ ન હોય. આ શ્વાન ટીમ તમામ પ્રકારની ભૂમિકા અદા કરે છે. અપરાધિયોની તલાશથી લઇ વિસ્ફોટક અને ડ્રગ્સની માહિતી મેળવવા તેનો ઉપયોગ થાય છે.

NTCDમાં ભારતીય મૂળનાં શ્વાનને ટ્રેનિંગ આપતાં સેન્ટરનાં અધિકારીઓ


1970માં સ્થાપિત થયો BSF કેમ્પ્સમાં શ્વાનનું રાષ્ટ્રીય પ્રશિક્ષણ કેન્દ્ર

જ્યાં સુધી ભારતીય સેનાનો સવાલ છે, ત્યાં શ્વાને ઔપચારિક રીતે પ્રશિક્ષણ આપી સેનામાં ભરતી કરવાનું કામ 1960થી શરૂ થયું. જ્યારે મેરઠમાં ભારતીય સેનાનું આરવીસી સેન્ટર અસ્તિત્વમાં આવ્યું. એક માર્ચ 1960થી ત્યાં કુતરાંનાં પ્રશિક્ષણનું કામ શરૂ થયું. જેનાં દસ વર્ષ બાદ, વર્ષ 1970માં સીમા સુરક્ષા દળ આની BSFનાં ટેકનપુર પ્રશિક્ષણ કેન્દ્રમાં 'National Traiining Center for Dog' એટલે કે NTCDની સ્થાપના થઇ. અહીંથી ન ફક્ત BSFનો ઉપયોગ માટે, પણ દેશનાં તમામ રાજ્યોની પોલીસ અને કેન્દ્રીય અર્ધસૈનિક દળ માટે પ્રશિક્ષિત કુતરાં ઘણાં વર્ષો સુધી સપ્યાય કરવામાં આવ્યાં. સાથે જ તેમનાં હેન્ડલર્સને પણ ટ્રેનિંગ આપવામાં આવી હતી. હાલમાં મોટાભાગનાં કેન્દ્રીય દળ તેમનાં શ્વાન પ્રશિક્ષણ કેન્દ્ર તેમની જરૂરિયાત મજુંબ બનાવવામાં આવ્યાં છે. પણ ગૃહ મંત્રાલયે નોડલ સંસ્થા તરીકે કેન્દ્રે આજે પણ દેશ જ નહીં મિત્રો દેશોની સુરક્ષા એજન્સીઓ પણ શિક્ષા માટે ટ્રેનિંગ આપવામાં મદદ કરે ચે. જેને 2001માં સેન્ટર ઓફ એક્સીલન્સ તીરકે માન્યતા આપવામાં આવી હતી

ડોગ સ્ક્વૉડમાં ભરતી કરવામાં આવે છે ફક્ત વિદેશી નસ્લનાં શ્વાન-
ખાસ વાત તો એ રહી કે, આઝાદીનાં સાત દશક સુધી દેશની તમામ સુરક્ષા એજન્સીઓ, ભલે તે સેના હોય કે પછી અર્ધ સૈનિક દળ હોય કે પછી રાજ્યોની પોલીસ કે પછી કસ્ટમ, એનસીબી અને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ, આ તમાં તેમનાં ડોગ સ્ક્વૉડમાં વિદેશી નસ્લનાં શ્વાનને જ શામેલ કરે છે. તેમને જ ખરીદી થાય છે. તેમની બ્રીડિંગ કરાવવામાં આવે છે અને પછી ટ્રેનિંગ આપી ટીમમાં શામેલ કરવામાં આવે છે. એ પણ થ્યારે જ્યારે ભારતમાં શિકારી કુતરાંનો ઇતિહાસ ઘણો સમૃદ્ધ છે. અને તે વિદેશી કુતરાંની સરખામણીએ ઘણાં સસ્તા છે અને ઓછા ખર્ચામાં તેમનું ગુજરાન થઇ શકે છે.

PM મોદીએ ઓગસ્ટ 2020માં સ્વદેશી નસ્લનાં શ્વાન ઉપયોગમાં લેવાની અપીલ કરી હતી-
ખુદ પ્રધાનમંત્રી મોદીએ આ મુદ્દે સૌનું ધ્યાન દોરયું હતું. જ્યારે તેમણે ત્રીસ ઓગસ્ટ 2020નાં 'મન કી બાત' કાર્યક્રમમાં ખોજી કુતરાંની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ એક તરફ જ્યાં બલરામ, ભાવના, ક્રેકર અને રોકી જેવાં પ્રશિક્ષિત કુત્રાની અલગ અલગ મામલે નિભાવવામાં આવેલી મોટી ભૂમિકાનું વર્ણન કર્યુ હતું. ત્યાં આ વતા પર પણ ભાર આપ્યો હતો કે ,જ્યારે દેશનાં જનમાનસ 'આત્મનિર્ભર ભારત'ની કૂચ તરફ વધ્યો છે તો પછી શ્વાન ટીમ મામલે આ આત્મનિર્ભરતા કેમ નહીં. આ દિશામાં કેમ વિચારી શકાતુ નથી. આ મામલે જ તેમણે ભારતનાં તે શિકારી શ્વાનનો ઉલ્લેખ કર્યો, જેને ઇતિહાસમાં અલગ અલગ સમયે તેમની ચપળતા, રફતાર અને ઉપયોગિતા માટે ઘણી નામના મેળવી હતી. એવાં કુતરાંની નસ્લની ગણતરીનાં સમયેતેમણએ મુધોલ હાઉન્ડ્સ, હિમાચલી હાઉન્ડ્સ, રાજાપાલયમ, કન્ની, ચિપ્પી પરાઇ, અને કુંબાઇ જેવી નસ્લનો ઉલ્લેખ કર્યો હતો. જેમનો ઇતિહાસ ઘણો જ સમૃદ્ધ હતો. પણ આધુનિક કાળમાં કોઇ તેમને પુછતું નથી.

PM મોદીએ જાન્યુઆરી 2018માં લીધી હતી NTCDની મુલાકાત
PM મોદીને પોતે આ વાતનો અનુભવ ત્યારે થયો હતો જ્યારે તેઓ દર વર્ષે થનારા ડીજી કાંફેસ મામલે જાન્યુઆરી 2018માં ટેક્નપુર ગયા હતાં. ગ્વાલિયરની પાસે ટેકનપુર તે જગ્યા છે જ્યાં દેશની પશ્ચિમી અને પૂર્વી સરહદની રક્ષા કરવાનાં ઉદ્દેશ્યથી 1965ની પહેલી ડિસેમ્બરનાં ગઠિત કરવામાં આવેલ સીમા સુરક્ષા દળનાં જવાનો અને અધિકારીઓનાં પ્રશિક્ષણનાં કામ સ્થાપનાને બે મહિના બાદ જ એક ફેબ્રુઆરી 1966નાં શરૂ કરવામાં આવ્યું હતું. આજની તારીખમાં ટેકનપુરમાં BSFની ટ્રેનિંગ એકેડમી ચાલે છે. સાથે જ કામ કરતાં ઘણાં સંસ્થાન, જેમાં આખા દેશની પોલીસને ટિઅર ગેસ સપ્લાય કરવા ટીઅર ગેસનું એકમ છે. જેમાં PM મોદીની સલાહ પર હાલમાં તેને વિશેષ ડાઇ માર્કર તૈયાર કરવામાં આવ્યું છે. જેને વોટર કેનનથી છોડી શકાય છે. જેનાં ડાઘા તોફાની તત્વનોનાં શરીર અને કપડાં પર લાગી જાય તો તે સહેલાઇથી છુટતા નથી અને પોલીસને તેમને શોધવામાં આસાની રહે છે. સાથ અને આઠ જાન્યુઆરી 2018નાં દિવસે PM મોદી BSFની ટેકનપુર એકેડમીમાં હતાં. અને દેશનાં તમામ રાજ્યોની પોલીસ અને કેન્દ્રિય બળોનાં મહાનિદેશકોની સામે તેમનાં વિચાર તેમને જાહેર કર્યાં હતાં તેમજ નેશનલ ટ્રેનિંગ સેન્ટર ફોર ડોગની પણ મુલાકાત લીધી હતી. જે શ્વાનનાં પ્રશિક્ષણ મામલે દેશની અગ્રણી સંસ્થા છે. અહી PM મોદીની સામે પ્રશિક્ષણ પ્રાપ્ત શ્વાનનાં અલગ અલગ કરતબોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું .પણ આ પ્રદર્શનમાં શામેલ વધુ પડતાં કુતરાં વિદેશી બ્રિડનાં હતાં. જર્મન શેફર્ડથી લઇ લેબ્રાડોર સુધી. PMનાં મનમાં સ્વાભાવિક રીતે આ વાત ઘર કરી ગઇ ઙતી. અને આ મામલે ભારત આત્મનિર્ભર કેમ નથી તે ખ્યાલ આવ્યો હશે.



PM મોદીએ લોન્ચ કર્યું મે 2020માં આત્મનિર્ભર ભારત મિશન
ભારત તેની જરૂરીયાતો મામલે આત્મનિર્ભર થાય, તે માટે કોરોનાનાં વૈશ્વિક સંકટની વચ્ચે 12 મે 2020નાં PM મોદીએ આત્મનિર્ભર ભારતનું સૂત્ર ઔપચારિક રીતે બુલંદ થયુ હતું. અને આ સપનાને સાકાર કરવા માટે વીસ લાખ કરોડ રૂપિયાનાં આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. જે બાદ અળગ અલગ પખવાડીયે આત્મનિર્ભર ભારતની સરકારની સંપૂર્ણ યોજના સામે આવી હતી.

મોદીએ ગણાવ્યાં સ્વદેશી નસ્લ વાળા શ્વાનના ફાયદા
ત્રણ મહિના બાદ 30 ઓગસ્ટ 2020નાં PM મોદીએ મન કી બાત દેશનાં લોકો સાથે કરી હતી. જેમાં ખોજી કુતરા મામલે પણ આત્મનિર્ભર ભારતનો નારો બુલંદ કર્યો હતો અને સુરક્ષા એજન્સીઓને પ્રોત્સાહિત કર્યા કે તેઓ તેમની શ્વાન ટીમમાં ભારતીય નસ્લનાં કુતરાંનો ઉપયોગ વધુમાં વધુ માત્રામાં કરે, કારણ કે ન આ કુતરાં ભારતની જળવાયુને હિસાબે વધુ ઉપયુક્ત છે પણ તેમની દેખરેખ વિદેશી નસ્લનાં કુતરાંની સરખામણીએ વધુ સરળ છે.

મોદીની અપીલ બાદ સ્વદેશી શિકારી કુતરાં તરફ ગયું દેશનું ધ્યાન
PM મોદીનાં આ ભાષણ બાદ જ ન ફક્ત દેશની સામાન્ય જનતા પણ મોટાભાગની સુરક્ષા એજન્સીઓનું ધ્યાન શિકારી કુતરાંની બ્રિડ તરફ ગયુ હતું. જેનો ઉલ્લેખ લેબ્રાડોર, જર્ન શેફર્ડ, બેલ્જિયમ શેફર્ડ અને ડોબરમેન જેવાં વિદેશી નસ્લનાં કુતરાની સરખામણી કદાચ જ થતો હતો. દેશની મોટાભાગની સુરક્ષા એજન્સીઓની ટીમમાં આ વિદેશી નસ્લનાં કુતરા જ શરૂઆતનાં સમયમાં જગ્યા બનાવતા હતાં. એવામાં ઘણી એજન્સીઓએ PMની અપીલથી પ્રેરણા લઇ આ દિશામાં વિચારવાનું શરૂ કર્યું હતું.

ICARએ શરૂ કર્યું સ્વદેશી કુતરાંનાં જેનેટિકનું રજિસ્ટ્રેશન-
મન કી બાતમાં PM મોદીએ જ્યારે ભારતીય મૂળનાં ખોજી કુતરાંનો ઉલ્લેખ કર્યો હતો તે સમયે આમાથી કેટલીક નસ્લોનો સીમિત ઉપયોગ જ કેટલીક સુરક્ષા એજન્સીઓ કરતી હતી. જેમ કે આર્મી, NSG,CIFA મુધોલ હાઉન્ડનો ઉપયોગ શરુ કરી ચૂકી હતી. તો SRPF કુંબઇ નો ઉપયોગ કરતી હતી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચ એટલે કે ICARએ પણ આ મામલે તેમની શરૂઆતી શોધ શરૂ કરી દીધી હતી. PMની અપીલ બાદ તેઓએ રાજાપાલયમ સહિત અન્ય સ્વદેશી નસ્લનાં કુતરાંનાં જેનેટિક રજિસ્ટ્રેશનની દિશામાં કૂચ કરી હતી.

પણ મોદીએ ઓગસ્ટ 2020નાં અંતમાં જ્યારે સુરક્ષા એજન્સીઓને શ્વાન ટીમ મામલે આત્મનિર્ભર ભરતનું સપનું સાકાર કરવાનો પડકાર આપ્યો, તે બાદ વધુ પડતી એજન્સીઓ ઝડપથી આ મામલે આગળ વધી હતી. ખાસ કરીને મુઘોલ હાઉ્ડ તરફ સૌનું ધ્યાન ગયુ હતું. જેની ખાસિયત પર આશરે સાડા ત્રણ સો વર્ષ પહેલાં શિવાજી મહારાજનું ધ્યાન ગયું હતું.

કર્ણાટકમાં એક દશક પહેલાંથી શરૂ થયો મુઘોલ હાઉન્ડ્સનાં સરકારી સંરક્ષણનો પ્રયાસ-
ખાસ વાત તો એ હતી કે, જે મુઘોલ હાઉન્સ તરફ મોટાભાગની સુરક્ષા એજન્સીઓનું ધ્યાન PM મોદીનાં ઇશારા બાદ ગયુ તેમની તરફ તેમનાં પોતાનાં રાજ્ય કર્ણાટકનું ધ્યાન પણ માત્ર દસ વર્ષ પહેલાં ગયુ હતું. કર્ણાટકની તત્કાલીન ભાજપ સરકારનાં મુખ્યમંત્રી તરીકે બીએસ યેદુરપ્પાએ 24 સ્પટેમ્બર 2009નાં દિવસે તેમનાં કેનાઇન રિસર્ચ એન્ડ ઇંફોર્મેશન સેન્ટર એટલે કે CRICનાં ઉદધાટન કર્યું હતું. જેની જવાબદારી આપવામાં આવી હતી મુધોલ હાઉન્ડ્સનાં સંરક્ષણ અને તેમની બ્રીડિંગની. જેથી ઐતિહાસિક મહત્વ વાળા શિકારી કુતરાની આ પ્રજાતીને બચાવી શકાય. આ સ્થાપના તે બાગલકોટ જિલ્લાનાં તીમાપુર ગામમાં કરવામાં આવી જે તે મુઘોલ કસ્બાથી માત્ર 16 કિલોમીટરની દૂરી પર હતો. જ્યાંથી મહારાજાએ સૌ વર્ષ પહેલાં આ નસ્લનાં સંરક્ષણ માટે મોટા પગલાં લીધા હતાં. અને જેમની રિયાસતનાં નામ પર શિકારી કુતરાંની નસ્લનું નવું નામ મુઘોલ હાઉન્ડ્સ પડ્યું હતું.

CRICએ ઝડપથી વધારી મુઘોલ હાઉન્ડ્સની સંખ્યા-
આ સંસ્થાની શરૂઆતી બજેટ પાંચ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું અને તેમને આશરે ચાલીસ એકર જમીન બ્રીડિંગ રિસર્ચ સેન્ટર ખોલવા આપવામાં આવી હતી. જ્યારે આ સંસ્થાએ કામ કરવાનું શરૂ કર્યું તો, આસપાસનાં વિસ્તારમાં માત્ર હજારની સંખ્યામાં મુઘોલ હાઉન્ડ્સ બચ્યા હતાં. જેમની બ્રીડિંગ કરી તેમને કુતરાં પ્રેમીઓને વેચવાનું કામ સ્થાનીકલ લોકો અંગત રીતે કરતાં હતાં. સંસ્થાનાં દશકભરની અંદર આ પ્રજાતિનાં કુતરાંની સખ્યા ત્રણ હજાર ઉપર પહોંચી ગઇ હતી. જે ભારતીય નસ્લનાં કુતરાંનો ઇતિહાસ આઠ સો વર્ષોથી વધુ જૂનો ચે. હવે દરેક વર્ષે આશરે પાંચસોથી વઘુ મુઘોલ હાઉન્ડ્સ વેચાય છે. જેમાં આશરે દોઢ સોથી વધુ વેચાણ CRIC ખુદ કરે છે. મુધોલ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોઆ શિકારી કુતરાની બ્રિડીંગમાટે કામ કરે છે. અને ખાસી કમાણી પણ કરે છે. આશરે એક મુઘોલ હાઉંડ દસથી પંદર હજાર રૂપિયામાં વેંચાય છે.

કર્ણાટક સરકારની સંસ્થા કરે છે કુતરાંની સપ્લાય-
બીદર સ્થિત કર્ણાટક વેટનરી, એનિમલ એન્ડ ફિશરીઝ સાયસેજ યૂનિવર્સિટીની દેખરેખમાં સંચાલિત થતાં કેનાઇન રિસર્ચ એન્ડ ઇન્ફોર્મેશન સેન્ટરથી જ ભારતીય સેનાએ વર્ષે 2016માં અડધો ડઝન મુઘોલ હાઉન્ડ્સ ખરીદ્યા હતાં. મેરઠ સ્થિત રિમાઉન્ટ એન્ડ વેટનરી કોર સેન્ટર માટે જ્યાં 1960થી તે તેમની જરૂર મુજબ કુતરાંને ટ્રેનિંગ આપી તેમનો અલગ અલગ ઉદ્દેશ્ય માટે ઉપયોગ કરે પ્રશિક્ષણ બાદ આ કુતરાંનો ઉપયોગ સેના જમ્મૂ કશ્મી સહિત ઘણાં વિસ્તારમાં 2017થી કરી રહી છે.

સ્વદેશી નસ્લનાં કુતરાનો ઉપયોગ અર્ધસૈનિક દળ પણ કરે છે-
સેના બાદ ITBP અને SSB પણ મુઘોલ હાઉન્ડ્સનાં ચાર ચાર જોડી કુતરાં તેમની જરૂરિયા મજુબ મંગાવ્યા અને તેમની શ્વાન ટીમમાં રાખ્યા. ITBP જ્યાં તેમનો ઉપયોગ એન્ટી નક્સલ ઓપરેશનમાં કરી રહી હતી. તો SSBએ તેનો ઉપયોગ ભારત-નેપાળ સીમાની દેખરેખ માટે કર્યો છે. આ દળની જેમ NSGએ પણ ડિસેમ્બર 2019માં મુઘોલ હાઉન્ડ્સનો ઉપયોગ આતંકવાદીઓનો ખાતમો કરતા ઓપરેશનમાં મદદ માટે કર્યો હતો.

રાજ્યનાં પોલીસ ટીમમાં શામેલ કરવામાં આવ્યાં ભારતીય શિકારી કુતરાં
થલ સેના, ITBP,SSB અને NSG બાદ ઘણાં રાજ્યોની પોલીસ પણ મુઘોલ હાઉન્ડ્સને તેમનાં શ્વાન ટીમમાં શામેલ કરવાનું શરૂ કરી દીધુ છે. એટલે કે, આંધ્ર પ્રદેશ અને રાજસ્થાન પોલીસે તેમની ટીમમાં શામેલ કર્યા છે. જે બાદ કર્ણાટક પોલીસ પણ આગળ આવી. કર્ણાટક પોલીસે જાન્યુઆરી 2021માં તેની શરૂઆત તે જ બાગલકોટ જિલ્લાથી કરી જેની અંદર આવે છે મુઘોલ અને જ્યાં થઇ રહી છે ગત દાયકાતી મુઘોલ હાઉન્ડ્સની બ્રીડિંગ. સ્વાભાવિક રીતે જે રાજ્યમાં જન્મ લેતા કુતરાંને સંપૂર્ણ દેશની સુરક્ષા એજન્સીઓ ઉપયોગમાં લે છે તો પછી ગૃહ પ્રદેશ કેમ પાછળ રહી જાય. બાગલકોટ જિલ્લાનાં શ્વાન ટીમમાં શામેલ લેબ્રાડોર હીરો જ્યારે રિટાયર્ડ થયો તો તેની જગ્યા લી કૃષ નામનાં તે કુતરાંએ જે મુઘલ હાઉન્ડ્સ છે.

MP પોલીસનો સ્વદેશી અભિયાનમાં મોટું પગલું-
મધ્યપ્રદેશ પોલીસે પણ આ વર્ષે માર્ચમાં મુઘોલ હાઉન્ડ્સ નસ્લનાં ત્રણ જોડી કુતરાને તેમની શ્વાન ટીમમાં શામેલ કરી લીધા છે. આ સાથે જ રામપુર ગ્રેહાઉન્ડ અને રાજાપાલયમ નસ્લનાં કુતરાંની બે બે જોડીઓ કંબાઇ, ચિપ્પી પરાઇ અને કન્ની નસ્લનાં કુતરાની એક એક જોડી પણ એમપી પોલીસે તેમની શ્વાન ટીમમાં શામેલ કરી છે. મધ્ય પ્રદેશ પોલીસે નવ મહિનાની ટ્રનિંગ બાદ તેમનો ઉપયોગ કરવાની તૈયારી કરીને બેઠી છે.

વાયુ સેના પણ કરી રહી છે દેશી શ્વાનનો ઉપયોગ-
થલ સેના અને પોલીસ દળોની દેખાદેખી ભારતીય વાયુ સેનાએ પણ મુઘોલ હાઉન્ડ્સની બે જોડીઓ આ વર્ષે કર્ણાટકનાં બ્રીડિંગ સેન્ટરથી હાંસેલ કરી છે. વાયુ સેના આ શિકારી કુતરાંને આઘઆ એરબેઝની હવાઇ પટ્ટીઓની આસપાસ ફરતાં પશુઓ અને પક્ષિઓને ભગાડવા માટે કરે છે. જે લડાકૂ વિમાનો માટે મોટો ખતરો રહે છે. એક ઝડકામાં પચાસ કિલોમિટર પ્રતિ કલાકની રફતાર પકડી લેતાં મુઘોલ હાઉન્ડ્સનું કામ નૈસર્ગિક રીતે ઉપયોગી છે. કારણ કે, કોઇપણ પશુ પક્ષી તેમની સામે દેખાતા નથી. કે પછી ભાગી છૂટે છે. અને આ પશુઓ અને પક્ષીઓ તેમનો જીવ બચાવવા ભાગી જાય છે.

આઇટીબીપી અને એસએસબીએ ભારતીય કુતરાંની ક્ષણતા પર ઉઠાવ્યાં સવાલ
ફોજ અને પોલીસમાં મુઘોલ હાઉન્ડ્સ જેવાં સ્વદેશી કુતરાંનાં વધતા ઉપયોગની વચ્ચે આ વર્ષે જાન્યુઆરીમાં નેશનલ પોલીસે K9 જર્નલમાં ITBP અને SSBનાં ડોગ ટ્રેન્રસની એક શોધ પત્ર છાપ્યો છે જે તેમની તે રિપોર્ટ પર આધારિત છે જે ગૃહ મંત્રાલયને ભારતીય નસ્લનાં કુતરાનાં ઉપયોગનું પરીક્ષણ માટે છે. જેમાં મુઘોલ હાઉન્ડ્સની કાર્ય ક્ષણતા પર સવાલ ઉઠાવવામાં આવ્યાં છે. એક તરફ જ્યાં સ્વામીભક્તિ, સેહત અને રફતાર અંગે આ કુતરાંનાં વખાણ થાય છે તો બીજી તરફ એમ કહેવામાં આવે છે કે, તેમની ટ્રેનિંગ સહેલી નથી કારણ કે આ ખુબજ જલ્દી તેમની ટ્રેનિંગ ભૂલી જાય છે. ભીડ ભાડ જોઇ ભાગી જાય છે. તેમની પતલી ગર્દનનાં કારણે તેમનાં કોલર ટકી શકતું નથી. તેમની સુંઘવાની શક્તિ ભરોસાપાત્ર નથી. કારણ કે આ કોઇ એક વસ્તુ પર તેમનું ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા.

BSF જેવી એજન્સીઓ ITBP-SSBની વાત સાથે સહમત નથી
પણ ITBP અને SSBની આ રિપોર્ટ માંથી ઘણી સુરક્ષા એજન્સીઓ સહમત નથી. પણ આ ભારતીય નસ્લનાં કુતરાં પર તેમને ખુબ વિશ્વાસ વધી રહ્યો છે. BSFએ ટેકનપુર કેમ્પ્સમાં 1970થી દેશનાં બીજા સૌથી જુના શ્વાન પ્રશિક્ષણ કેન્દ્ર તીરકે સંચાલિત નેશનલ ટ્રેનિંગ સેન્ટર ફોર ડોગ્સ એટલે કે NTCDનાં સંચાલકો અને પ્રશિક્ષકોનો મત સ્વદેશી નસ્લનાં શ્વાન પ્રત્યે ઘણો સકારાત્મક છે. આ સેનટ્રમાં હાલમાં ભારતીય પૃષ્ઠભૂમિવાળા ત્રણ પ્રકારનાં કુતરાં રાખવામાં આવ્યાં છે- મુઘોલ હાઉન્ડ્સ, રાજાપાલયમ અને રામપુર હાઉન્ડ્સ

રામપુર હાઉન્ડ પ્રજાતીનાં શ્વાનનો ઉપયોગ ભારતીય સેના અને ઘણાં પોલીસ સંગઠનો કરે છે



અસ્થાનાએ BSF ડીજી બનતા જ દેશી કુતરાંની ટ્રેનિંગ પર જોર આપ્યું -

ભારતીય પોલીસ સેવાનાં વરિષ્ઠ અધિકારી 18 ઓગસ્ટ 2020નાં BSFનાં નવાં ડીજી બનાવવામાં આવ્યાં છે. આ પહેલાં તેમની પાસે NCBનો પણ ચાર્જ હતો. આ દરમિયાન નશીલા પદાર્થોને સીમા પારથી થનારી તસ્કરી રોકવા માટે NCB અને BSFએ કામમાં વધુ સમન્વય સ્થાપિત કર્યો અને મોટા પ્રમાણમાં આ ડ્રગ્સનાં કાળા કારોબાર પાછળ છુપાયેલો ચહેરો બેનકાબ કર્યો. જેમાં ફિલ્મ જગતની ઘણી મોટી મોટી હસ્તીઓનાં નામ પણ શામેલ હતાં. PM મોદીએ સાર્વજનીક રીતે મન કી બાત કાર્યક્રમ હેઠળ 30 ઓગસ્ટ 2020નાં શ્વાન ટીમ માલે આત્મનિર્ભર થવાની સલાહ સુરક્ષા એજન્સીઓને આપી હતી. વિદેશી નસ્લની જગ્યાએ દેશી નસ્લનાં કુતરાંનો ઉપયોગ કરવા પર ભાર આપ્યો છે. એવામાં અસ્થાનાએ BSFમાં તેનાં માતહત અધિકારીઓને આ દિશામાં ઝડપથી કામ કરવાની સલાહ આપી છે. અસ્થાનાએ BSF જોઇ કરતાં પહેલાં ટેકનપુરનાં એટીસીડીમાં ઓક્ટોબર 2019માં ચાર રામપુર હાઉન્ડસ લગાવ્યાં હતાં. જે ગ્રેહાઉન્ડ અને અફઘાન હાઉન્ડની ક્રોસ બ્રીડિંગ માનવામાં આવે છે. અને જેમનાં સંવર્ધન અને સંરક્ષણ રામપુરનાં તત્કાલીન નવાબે મોટી ભૂમિકા અદા કરી હતી. તેનો ઉપયોગ ભારતીય સેના કરી રહી છે.

NTCDમાં થઇ રહી છે ભારતીય નસ્લનાં કુતરાંની ટ્રેનિંગ
અસ્થાનાએ BSFમાં આવવાનાં બે મહિનાની અંદર જ BSF સંચાલિત NTCDનાં કર્ણાટકનાં CRICને ઓક્ટોબર 2020માં મુઘોલ હાઉન્ડ્સ ખરીદ્યા હતાં. જ્યારે આ શ્વાન ખરીદવામાં આવ્યાં ત્યારે તે માત્ર બે મહીનાનાં હતાં. NTCDએ ડિસેમ્બર 2020માં તમિલનાડુથી રાજાપાલયમ નસ્લનાં બે કુતરાં ખરીદ્યાં હતાં. આ રીતે આ સંસ્થાએ ત્રણ સ્વદેશી નસ્લનાં કુતરાને ટ્રેનિંગ આપવાનું કામ કર્યું હતું. તમિલનાડુનાં રાજાપાલયમ શહેર મદુરૈથી કોચ્ચી જતા રસ્તા પર છે. આ શહેરનો શાબ્દિક અર્થ થાય છે રાજા. આ વ્સ્તારમાં જે શિકારી કુતરાં જોવા મળે છે તે રાજાપાલયમ નસ્લનાં કુરતાં તરીકે ઓળખાય છે.

સફેદ રંગનાં રાજાપાલયમ છે ભૂતિયા કુતરાં તરીકે પ્રખ્યાત



સફેદ રંગનાં રાજાપાલયમ છે ભૂતિયા કુતરાં તરીકે પ્રખ્યાત

પલ્લવ અને ચોલ રાજાઓનાં સમયમાં ઘણાં સમૃદ્ધ રહેલાં રાજાપાલયમ શહેરનાં નામ જે શિકારી કુતરાંની સાથે જોડાયુ છે તે સફેદ રંગનાં હોય છે. આ કારણે સ્થાનિક લોકો તેમને ભૂતિયા કુતરા એટલે કે ઘોસ્ટ ડોગ્સ પણ કહે છે. તેમની સુંઘવાની શક્તિ ઘણી તેજ છે. પાતળા અને લાંબા આ કુતરાં સહેલાઇથી ઝાડીઓ અને લાકડીઓ ઉપર કુદીને નીકળી જાય છે અને તેમનો શીકાર ઝડપી લે છે.

વિદેશી નસ્લનાં કુતરાંની ટ્રેનિંગ હોય છે સહેલી- સ્વદેશી નસ્લનાં આ ત્રણ કુતરાં- મુઘોલ હાઉન્ડ્સ, રામપુર હાઉન્ડ્સ અને રાજપાલયમને પ્રશિક્ષિત કરવા સહેલા નથી. પણ NTCDએ આ પડકાર સ્વીકારી લીધો છે. લેબ્રાડોર, જર્મન શેફર્ડ, બેલ્જિયન શેફર્ડ અને ડોબરમેન જેવાં વિદેશી નસ્લનાં કુતરાંને લાંબા સમય સુધી તેમનાં મૂળ પ્રદેશનાં માલિકોની સાથે ઘમાં રહેવાની આદત છે ચેનથી બાંધી રહેવું તેમનાં માટે સહજ છે. યૂરોપનાં ઠંડા પ્રદેશમાં જનમવાને કારણે તેઓ ભારે આકાર છતાં શાંત છે. અને તેમને ટ્રેઇન કરવાં પણ સરળ છે. તેઓ તેમનાં ટ્રેનરની વાત સહેલાઇથી સમજી લે છે. આ કારણે તેઓને મોટાભાગની સુરક્ષા એજન્સીઓ પસંદ કરે છે.

વિદેશી નસ્લની સરખામણીએ દેશી નસ્લનાં કુતરા અંગે જાણકારીઓછી છે.
વિદેશી નસ્લનાં કુતરાનાં ઉપયોગ સુરક્ષા કાર્ય કરવાની પાછળ એક મોટું કારણ એ છે કે, તેમની ટ્રેનિંગ આપવાની પ્રક્રિયા ગત બસો વર્ષોમાં ઘણી હદે વિક્સી છે. તેમનાં વ્યવહારથી લઇ તેમની બોડી લેંગવેજ અંગે હજારો પુસ્તકો અને રિસર્ચ પેપર ઉપલબ્ધ છે. ગુગલ પર પણ થેમની ટ્રેનિંગ અંગે ટાઇપ કરવાં પર આસાનીથી જાણકારી મળી જાય છે.

સ્વદેશી કુતરાંની ટ્રેનિંગની રીત અલગ-
વિદેશી નસ્લનાં આ કુતરાંની સરખામણીએ ભારતીય નસ્લનાં કુતરા અંગે જાણકારી ઘણી ઓછી છે. કારણ કે આ કુતરાં પર ગત બે શતાબ્દીઓથી અધ્યયન ઘણું ઓછુ થયુ છે. લોકોનો શોખ પણ રહ્યો હોય તો તેઓ તેમનાં વ્યવહારને સમજવાનો પ્રયાસ કરે છે. સંગઠિત રીતે આ મામલે કંઇ કામ થયુ નથી. આ કારણે આજે જ્યારે આ કુતરાં તેમનાં કામ માટે સુરક્ષા એજન્સીઓ તૈયાર કરી રહી છે તો તેમની પાસે પહેલાં જ ઉપલ્બ્ધ માહિતી કે મેન્યુઅલ જેવી કોઇ જ સામગ્રી નથી. જેની સરખામણીએ વિદેશી નસ્લનાં કુતરાંનું પ્રશિક્ષણ અંગે ઘણાં દાયકા પહેલાં જે ટ્રેનિંગ મેન્યુઅલ જર્મનીમાં તૈયાર કરવામાં આવ્યો હતો જર્મન ઓબિડિએન્સ મોડલ તરીકે, તેની જ માહિતી હેઠળ આજે ભારત મામ સુરક્ષા એજન્સીઓને તેમનાં વિદેશી નસ્લનાં કુતરાંને ટ્રેનિંગ આપી રહી છે. અને તેમનાં ઉપયોગમાં લઇ રહી છે.

વિદેશી અને સ્વદેશી કુતરાંનાં વ્યવહારમાં ફરક-
વિદેશી નસ્લનાં કુતરાની જે પ્રકારે ટ્રેનિંગ આપવામાં આવે છે તેવી રીતે ભરતીય નસ્લનાં શ્વાનને નથી આપવામાં આવી શકતી. કારણ કે બંનેનાં વ્યવહાર અને સાંસ્કૃતિક-સામાજિક પૃષ્ઠભૂમિમાં અંતર છે. યૂરોપ અને અમેરિકાનાં દશોનાં કુતરાં ઘણી હદે ઘરેલું હોય છે. માલિકોની સાથે જમવાથી લઇ તેમની સાથે સુવા સુધીની તેમની આદત હોય છે. તે કુતરાંનાં ગળામાં પટ્ટો નાખવો સામાન્ય લાગે છે. કારણ કે આ પ્રકારનું જીવન તેઓ સેંકડો પેઢીઓથી જીવી રહ્યાં છે તેમની દિનચર્યા પણ ઘણી નિયમિત હોય છે.

આની સરખામણીએ ભારતમાં શિકારી કુતરાનું જીવન ઘણું અલગ હોય છે. ભારતીય સંસ્કૃતિમાં કુતરા ક્યારેય ઘરની અંદર નથી લાવવામાં આવતાં. તેમને અપવિત્ર માનવામાં આવે છે. મહાભારત કાળમાં કથા છે કે યુધિષ્ઠિરની સાથે તેમનાં કુતરાંને પણ સ્વર્ગમાં સ્થાન મળ્યું. પણ કુતરાંને ક્યારેય ઘરમાં રાખવામાં આવતા નથી. ભારતમાં આજે પણ જે શહેરી અભિજાત્ય વર્ગ છે તે તેમનાં ઘરમાં કુતરાં રાખે છે તેમાંથી મોટાભાગનાં વિદેશી બ્રિડનાં હોય છે. તેમાં ઘણાં તો દેખાવડા હોય છે.

ભારતીય કુતરાંની મૂળ પ્રવૃતિ શિકારી છે-

તેની સરખામણીએ ભારતીય શિકારી કુતરા હમેશાં જંગલમાં રહે છે. એકલાં ભાગે છે. તેમનાં માલિક સિવાય તે કોઇને ઓળખતા નથી. તેમને પાળતું બનાવવાં સહેલા નથી. આવારા સ્થિતિમાં જંગલમાં અને ગ્રામીણ પૃષ્ઠભૂમિમાં રહેવાને કારણે તેઓને શહેરની ઝગમગ દુનીયા નથી ગમતી. તેઓ ભારે ભીડ જોઇને પણ અસહજ થઇ જાય છે.

જોકે આ બધાનો અર્થ એવો નથી કે તેમને ટ્રેનિંગ નથી આપી શકાતી. ભારતીય સેના મુઘોલ હાઉન્ડ્સ જેવાં સ્વદેશી શિકારી કુતરાંને ગત ચાર પાંચ વર્ષથી ઘણી સહજતા અને કુશળતાની સાથે ઉપયોગ કરી રહી છે. રામપુર હાઉન્ડ્સને તો તેઓ ઘણાં લાંબા સમયથી ઉપયોગમાં લે છે. શિકારની તેની પોતાની નૈસર્ગિક ક્ષમતાને કારણે ટોહી કુતરાં તરીકે તેમનો ઉપયોગ સહજ છે. સાથે જ સંદિગ્ધ લોકોને પણ તેઓ સહેલાથી પકડી લે છે.

NTCDનાં વિશેષજ્ઞ તરીકે કર્યો છે ત્રણ ચરણમાં ટ્રેનિંગ કોર્સ-
NTCDમાં BSFનાં ડોક્ટર્સ અને ટ્રેનર જેમને સામાન્ય ભાષામાં ઉસ્તાદ કહેવાય છે. સ્વદેશી નસ્લનાં આ કુતરાંની વિશિષ્ટ ખુબીઓ, વ્યવહાર અને દિનચર્યાને જોતા જ વિદેશી બ્રિડનાં શ્વાનથી અલગ પ્રકારનાં પ્રશિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો છે. સ્વદેશી નસ્લનાં જે કુતરાંને ખરીદીને લાવવામાં આવ્યાં છે તેમની બ્રીડિંગ ટેકનપુરમાં જ ડોગ બ્રીડિંગ સેન્ટરમાં કરવામાં આવી રહી છે. જેથી તેમનાંથી જે બાળકો જન્મી રહ્યાં છે તે પહેલાં દિવસથી જ નિયંત્રિત વાતાવરણમાં રહેવાનાં આદી થઇ જાય.

આ સોચને કારણે સ્વદેશી કુતરાંનું પ્રશિક્ષણ ત્રણ ચરણમાં કરવામાં આવી રહ્યું છે. પહેલાં ચરણમાં આ કુતરાનાં વ્યવહાર નૈસર્ગિક શક્તિ અને માનવની સાથે તેનાં વ્યવહારને સંગઠિત અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જેથી તેમનાં અંગે ટ્રેનર્સ ખુદ તેમની જાણકારી વધારી શકે. બીજા ચરણમાં આ કુતરાં તેમનાં ટ્રેનર કે હેન્ડલરની સાથે સહજ સંબંધ બનાવ્યા બાદ એટલું સુંદર ટ્રેનિંગ લે છે કે, તેનાંથી ટ્રેનર્સ ખુશ છે. સાથે જ આ પણ વાતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે, કઇ રીતે કોલર તેમની ગર્દન પર આવશે કે પછી તેને કયા પ્રકારની રસ્સીમાં બાંધી શકાય છે. આ કુતરાની આંખ અને બોડી મૂવમેન્ટ પર પણ આ દરમિયાન બારીક નજર રાખવામાં આવી રહી છે. તેમને કેવી રીતે ટ્રેન કરવામાં આવે છે, આ હિસાબથી ખુદ ટ્રેનરને પણ પોતે આ વિશે નવું નવું શોધવાની જરૂર ઉભી થઇ છે. આ કુતરાંનો વ્યવહાર સમજવા અને ઓળખ વધારવા માટે ચોવીસ કલાક ટ્રેનર તેમની સાથે રહે છે.

ટ્રેનિંગનું અત્યાર સુધીનું પરિણામ સકારાત્મક રહ્યું-

ત્રીજા ચરણમાં આ કુતતારની ખાસ ખુબીને આધારે તેમને અલગ અલગ કામ માટે પ્રશિક્ષિત કરવાનું કામ થઇ રહ્યું છે. અત્યાર સુધીનું જે અધ્યયન આ કુતરાં પર કરવામાં આવ્યું છે, તેમાં જાણવા મળ્યું છે કે, ભારતીય નસ્લનાં કુતરા સ્વાભાવિક રીતે પ્રોટેક્સન માટે ઉપયુક્ત છે. ભારતીય ઇતિહાસમાં એવાં સેંકડો કિસ્સા છે જ્યાં બહાદુરીની સાથે ભારતીય શિકારી કુતરાંએ તેમનાં માલિકનો જીવ બચાવ્યો હોય. ભલે આ ચક્કરમાં તેમનો જીવ કેમ ન જતો રહ્યો હોય.

દોડવાની અને છલાંગ લગાવવાની ક્ષમતા છે ગજબની
એક રોચક વાત આ શ્વાનમાં જોવા મળી છે. તે છે ભલે ભારતીય નસ્લનાં આ કુતરાં વિદેશી નસ્લનાં કુતરાંની સરખામણીએ દુબલા-પાતળા હોય પણ તેઓ ન દોડવાની રફ્તાર વિદેશી નસ્લનાં કુતરાંથી વધુ છે તેમજ તેઓની છલાંગ લગાવવાની ક્ષમતા પણ વધુ છે અને તેઓ વધુ કાલક સુધી કામ પણ કરી શકે છે. ભારતીય નસ્લનાં આ શિકારી કુતરાં સહેલાઇથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડે છે અને ઉભા ઉભા તેમની જગ્યાથી છ ફીટ ઉંચી છલાંગ પણ મારી અવરોધો પણ પાર કરી શકે છે. રામપુર હાઉન્ડ્સ પર જે અત્યાર સુધીમાં શોધ થઇ છે તે મજુબ વિસ્ફોટકોની ખોજ અને ઓળખ મામલે તેમની સફળતા પચાસ ટકાની નજીક છે. જે બીજા ચરણની ટ્રેનિંગની સમાપ્તિ સુધી 80 ટકા સુધી જવાની સંભાવના છે.

નક્સલ વિરોધી ઓપરેશનમાં પણ સફળ છે સ્વદેશી કુતરાં
એન્ટી નક્સલ ઓપરેસનમાં પણ આ સ્વદેશી કુતરાંનો ઉપયોગ વધુ માત્રામાં થઇ રહ્યો છે. CRPF ગત કેટલાંક વર્ષોતી કંબોઇ નસ્લનાં કુતરાંનો ઉપયોગ નક્સલીઓને શોધવા અને તેમનાં વિરુદ્ધ અભિયાન ચલાવવામાં સફળ રીતે ઉપયોગ કરી રહ્યાં છે. આ કામમાં રામપુર હાઉંડ્સ અને મુઘોલ હાઉન્ડ્સ પણ ઉપયોગી સાબિત થઇ શકે છે. કારણ કે આ કુતરામાં જંગલોની વચ્ચે તેજીથી ભાગવામાં અને શિકાર શોધવાની નૈસર્ગિક તાકત છે. આની સરખામણીએ વિદેશી નસ્લનાં કુતરાં એન્ટી નક્સલ ઓપરેશનમાં વધુ સફળ નથી. તે તેમનાં ભારે ભરખમ આકારને કારણે જલ્દી જ થાકી જાય છે. લાંબા વાળનકે કારણે જંગલી વસ્તારમાં ઝડપથી ભાગવું તેમનાં માટે સંભવ નથી તેમની સરખામણીએ ભારતીય શ્વાનનાં શરીર પર વાળ નથી હોતા અને તે જંગલ વિસ્તારમાં વધુ ચપળ હોય છે.

સ્વદેશી શ્વાનને પાળવું સસ્તુ પણ પડે છે-
વિદેશી બ્રિડનાં કુતરાંની સરખામણીએ ભારતીય નસ્લનાં કુતરાંનો ઉપયોગ સુરક્ષા કાર્યમાં ઘણાં ફાયદો થશે. એક તો ભારતીય નસ્લનાં કુતરા સ્વાભાવિક રીતે ભારતનાં જળવાયુ પ્રમાણે વધુ ટેવાયેલાં છે. ઠંડી, ગરમી વરસાદ દરેક પ્રકારની ઋતુમાં તેઓ સહેલાઇથી સહન કરી શકે છે. તેની સરખામણીએ વિદેશી બ્રિડનાં કુતરાંની ન ફક્ત કિંમત વધારે હોય છે. તેમની દેખરેખ પાછળ પણ મોટી માત્રામાં ખર્ચો થાય છે. કેનેલ યાની શ્વાન ગૃહમાં તેમને ઠંડામાં રહેવાની ટેવ છે કારણ કે મૂળ રૂપે તેઓ યૂરોપીયન છે. જેઓ ઠંડા પ્રદેશનાં છે. તેમનું ભોજન વિશિષ્ઠ હોય છે. કામ કરવાં, સુવા અને ખાવાનાં કલાકો તેમનાં ફિક્સ્ડ છે. તેની સરખામણીએ ભારતીય કુતરાં મામલે એવી કોઇ સમસ્યા આડે નથી આવતી. તેઓ બધુ જ ખાઇ પી લે છે. તેમને વિશેષ સુવિધાની જરૂર નતી. કામનાં કલાકોની કોઇ મર્યાદા નથી. વિદેશી નસ્લનાં કુતરાં બે કલાકમાં થાકી જાય છે. મુઘોલ હાઉંડ્સ, રામપુર હાઉન્ડ્સ કે રાજાપાલયમને આપ દસ દસ કલાક સુધી ઉપયોગમાં લઇ શકો છો. તેમ છતાં તેમનાં ચહેરા પર કોઇ શિકન નથી આવતી.

સ્વદેશી શ્વાનની ફિટનેસ પણ ઉત્તમ છે.

ભારતીય કુતરાંનું સ્વાસ્થ્ય વિદેશી બ્રિડનાં કુતરાંથી સારુ રહે છે. તે જોતા જ ખબર પડે છે. ભારે ભરખમ ભોજનની સાથે લેબ્રાડોર જેવા વિદેશી નસ્લનાં કુતરાનું વજન ઝડપથી વધી જાય છે. તેને ડાયાબિટીઝ અને આર્થિરાઇટિસ જેવી બીમારી થઇ જાય છે. અને ઘણી વખત સેવા કાળ દરમિયાન જ તેમની ફિટનેસ એટલી હદે બગડી જાય છે કે તેઓ કામને લાયક નથી રહેતાં. સામાન્ય રીતે કોઇ કુતરાંની સામાન્ય જીંદગી બાર વર્ષની હોય છે .તેમનો ટ્રેનિંગ સમય એક વર્ષની ઉંમરમાં પૂર્ણ થઇ જાય છે અને આગામી સાત વર્ષ સુધી તેઓ સર્વિશમાં રહે છે. આઠ વર્ષની ઉંમરે તેઓ રિટાયર્ડ થઇ જાય છે. રિટાયર્ડ થવા પર તેમની હરાજી બોલાય છે. પછી સંવેદનશીલ કાર્યો સાથે જોડાયેલાં કુતરાંની રિટાયરમેન્ટ બાદ અન્ય વ્યવસ્થા કરવામાં આવે છે.

2021નાં અંત સુધીમાં સ્વદેશી કુતરાંની ટ્રેનિંગ પૂર્ણ થઇ જાય છે
આશા છે કે, 2021નાં અંત સુધીમાં BSFની એનટીસીડી તરફથી ત્રણ તબક્કામાં ટ્રેનિંગ મેળવ્યાં બાદ સ્વદેશી કુતરાં તેમનાં કામ માટે તૈયાર થઇ જાય છે અને 2022થી તેનો ઉપયોગ શરૂ કરવામાં આવશે. BSF ટેકનપુરની ટ્રેનિંગ કેન્ટ્રમાં આશરે 200 શ્વાન રહે છે. જે ટ્રેનિંગનાં અલગ અલગ તબક્કામાંથી પસાર થાય છે. મોટાભાગે નવાં હોય છે તો કોઇ રિફ્રેશર કોર્સ માટે આવે છે. નવાં નવાં ખતરાં અને પડકારને ધ્યાનમાં રાખી તેની કાર્યકુશળતામાં જરૂરી સુધાર કરવામાં આવે છે. અત્યાર સુધીની વ્યવસ્થા મુજબ BSF તેમની દરેક બટાલિયનમાં ચાર પ્રશિક્ષિત કુતરાં રાખવામાં આવે છે. જેમની ટ્રેનિંગ ટેકનપુરનાં NTCDમાં થાય છે .

શ્વાનોનાં કેસમાં જલ્દી જ આત્મનિર્ભર ભારતનું સપનું થશે પૂર્ણ
આ વર્ષએ 12-13 જાન્યુઆરીનાં તેનાં ટેકનપુર પ્રવાસ દરમિયાન BSF ડીજી તરીકે રાકેશ અસ્થાનાએ સ્વદેશી બ્રિડનાં કુતરાની દેખરેખ અને ટ્રેનિંગ કોર્સની સમીક્ષા કરી હતી. વિદેશી નસ્લનાં કુતરા બાદ હવે સ્વદેશી નસ્લનાં આ કુતરાંની સુરક્ષાનાં તમામ પડકારનો સામનો કરવાં તૈયાર કરનારા આ સેન્ટરને ડોક્ટર્સે ઘણી સકારાત્મક છે. આ સેન્ટરનાં કમાંડેંટ અને વેટનરી સાઇંસનાં ડોક્ટર સંદીપ ગુપ્તાનું માનવું છે કે, 2022 આવતાં આવતાં સ્વદેશી નસ્લનાં કુતરાંનું પહેલું ગ્રુપ તૈયાર તેમની ડ્યૂટી કરવાં માટે તૈયાર છે. તેમની પોતાની નૈસર્ગિક વિશિષ્ટતાને કારણે તેમને નશીલા પદાર્થ અને હથિયાર-ગોળા-બારુદની ઓળખ કરવાની સાથે જ સુરક્ષાનાં અલગ અલગ કાર્ય માટે તૈયાર કરવામાં આવશે. જેમાં ખુફિયા જગ્યાઓએ ગૂમ આતંકીઓને બહાર કાઢવા પણ શામેલ હશે.

જલ્દી જ પરત આવી શકે છે સ્વદેશી શ્વાનોનું ગૌરવ
જો એમ થશે તો ક્યારેક શિવાજી જેવાં પ્રતાપી શાસકની સેનાનો ભાગ રહેલાં મુઘોલ હાઉંડ્સ જેવાં કુતરાં વચ્ચેનાં સમયમાં ચરસીઓ અને ગુંડાઓની સાથે સમય વિતાવ્યાં બાદ હવે ભારતીય સુરક્ષા એજન્સીઓની ડોગ સ્કવૉડનો હિસ્સો મોટી સંખ્યામાં હશે. આ 2022માં ભારતીય સ્વતંત્રતાની પ્લેટિનમ જુબલીનાં અવસર પર આત્મનિર્ભર ભારતની દિશામાં એક મોટું પગલું છે. જે માટે એક વર્ષતી સતત મેહનત કરી રહી છે મોદી સરકાર



મોદીનાં સપનાને પૂર્ણ કરી શકે છે BSF જેવી એજન્સીઓ-
ખુદ મોદીની પણ આ આશા છે કે, BSF જેવી સુરક્ષા એજન્સીઓથી. મોદીનું માનવું છે કે, સમયની સાથે સાથે દરેક સંસ્થા તેની ભૂમિકામાં વધારો કરવો જોઇએ. જે માટે નવી યોજનાઓને સફળ ઢંગથી અંજામ આપવું પણ શામેલ છે. PM મોદીએ તેમનાં મનની આ જ વાત રેડિયોની જગ્યાએ BSFનાં ટેકનપુર સેન્ટરમાં 8 જાન્યુઆરી 2018નાં દિવસે તેમની માતૃભાષા ગુજરાતીમાં કલમ દ્વારા કી હતી. તેમણે વિઝિટર્સ બૂકમાં જે ક્યારેક સિંધિયા રાજધરાના તેમનાં મહેલમાં રહેલાં સુરક્ષા ભવનમાં રાખી છે. જેનો ઉપયોગ BSFએ 1966થી તેમનાં જન્મનાં બે મહિના બાદ જ તેમનાં ટ્રેનિંગ સેન્ટર તરીકે શરૂ કરી હતી. મોદીએ વિઝિટર્સ બૂકમાં લખ્યું હતું કે, 'નામ તો છે સીમા સુરક્ષા, પણ કોઇપણ પ્રકારની સીમાઓની ચિંતા કર્યા વગર રાષ્ટ્ર રક્ષામાં સૌનાં માટે સાધના ભૂમિ છે. અહીંથી પ્રાપ્ત થયેલી શિક્ષા-દીક્ષા, જીવન સાર્થક બનાવે, સંકલ્પ સિદ્ધ કરે, તે શુભેચ્છા.'

કોશિશ કરને વાલે કી કભી હાર નહીં હોતી..
મોદીનો આ સંદેશ BSFનાં ટેકનપુર કેમ્પ્સમાં ચાલી રહેલાં NTDS માટે પ્રેરણાનું કામ કરે છે. જ્યાંથી ડોક્ટર્સ અને ટ્રેનર વિદેશી નસ્લનાં કુતરાં પર જ નિર્ભર રહેવાની જગ્યાએ હવે ભારતીય નસ્લનાં કુતરાંની ટ્રેનિંગમા સતત તેમનો પરસેવો પાડી રહ્યાં છે. જેથી આ કુતરાં અહીંથી હાંસેલ કરેલી ટ્રેનિંગ બાદ રાષ્ટ્ર રક્ષામાં તેમનું યોગદાન આપી શકે. પ્રયાસ કરનારાઓની ક્યારેય હાર થતી નથી. આ સૂત્રવાક્ય તેમને યાદ છે અને તેથી જ તેઓ મિશનની કામયાબીની આશાથી ભરેલું છે. આશા આખા દેશની પણ આજ છે. સમૃદ્ધ, ઇતિહાવાળા ભારતીય નસ્લનાં કુતરાં 21મી સદીમાં જો મુખ્યધારામાં શામેલ થઇ યોગદાન આપે છે તો આ ફક્ત મોદીનાં આત્મનિર્ભર ભારતનાં સપનાની દિશામાં એક ડગલું છે. પણ રાષ્ટ્રીય સ્વાભિમાનને વધુ મજબૂત કરવાનું છે.
First published:

Tags: Dog Squad, Indian Bread Dogs, Mann ki baat, પીએમ નરેન્દ્ર મોદી