રીવા. રીવા જિલ્લાના સામન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોતનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. અહીં એક યુવકના લગ્નમાં તેનો મિત્ર બેન્ડના બાજા પર જોરદાર ડાન્સ કરી રહ્યો હતો. પરંતુ, ડાન્સ કરતી વખતે તે એકદમ જમીન પર ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો. આ ઘટના 17-18 જાન્યુઆરીની રાત્રે બની હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. આ અકસ્માત બાદ લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. નવવધૂની ડોલી પહેલાં જ યુવકની અર્થી ઉઠી.
મળતી માહિતી મુજબ વરરાજાની આ જાન કાનપુરથી આવી હતી. જાન અમરદીપ મેરેજ ગાર્ડનમાં રોકાઈ હતી. આ લગ્નના મહેમાનોમાંના એક 32 વર્ષીય અભય સચન હતો. લગ્નના દિવસે તે તમામ જાનૈયાઓ સાથે તૈયાર થઈને જનમાસાથી અમરદીપ મેરેજ ગાર્ડન જવા રવાના થયા હતા. રસ્તાની વચ્ચે બધા જાનૈયાઓ નાચવા લાગ્યા. ડાન્સ કરતી વખતે અભય અચાનક જમીન પર ઢળી પડ્યો. તે જમીન પર પડતાની સાથે જ ચારે બાજુ શાંતિ છવાઈ ગઈ. અભયના અચાનક પડી ગયા પછી બેન્ડ-બાજા બંધ કરવામાં આવ્યા હતા.
જુબાજુના લોકો તેની પાસે દોડી આવ્યા હતા. લોકો તેને બેભાન અવસ્થામાં સારવાર માટે સંજય ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે લોકો તેના ડાન્સનો વીડિયો બનાવી રહ્યા હતા ત્યારે તેને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. તે તરત જ જમીન પર ઢળી પડ્યો અને મૃત્યુ પામ્યો. આ પછી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.
પીએમ રિપોર્ટ બાદ કારણ સ્પષ્ટ થશે
મૃતક અભય સચાન 32 વર્ષનો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તેના મિત્રો સાથે વાત કરી હતી. આ પછી 18 જાન્યુઆરીએ તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ અભયનો મૃતદેહ તેના મિત્રોને સોંપવામાં આવ્યો હતો. મૃતદેહ લઈને મિત્રો કાનપુર ગયા. પોલીસનું કહેવું છે કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર