Home /News /national-international /ડ્રેગનની દાદાગીરી-1890ની સંધિ આગળ ધરીને કહ્યું, ડોકલામ અમારૂ

ડ્રેગનની દાદાગીરી-1890ની સંધિ આગળ ધરીને કહ્યું, ડોકલામ અમારૂ

  ભારત અને ચીન વચ્ચે ડોકલામને લઈને એકવાર ફરીથી વિવાદ વધતો નજરે પડી રહ્યો છે. ચીની વિદેશ મંત્રાલયે સોમવારે કહ્યું કે, તેઓ ડોકલામમાં આધારભૂત સૈન્ય માળખાનું નિર્માત તે માટે કહ્યું છે કે કેમ કે, તે ક્ષેત્ર તેમના અધિકાર ક્ષેત્રમાં આવે છે. જોકે, તેને આ બાબતને શાંતિપૂર્વક ઉકેલ લાવવાની વાત પણ કહી છે.

  ચીની વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, ભારત અને ચીન ડોકલામ સહિત પોતાના સીમા વિવાદને શાંતિપૂર્વક રીતે જોવું જોઈએ અને વર્તમાન તંત્ર દ્વારા તેનો ઉકેલવો જોઈએ.

  સ્થિતિમાં ફેરફાર વિરૂદ્ધ ભારત

  ચીની દેનિક ગ્લોબલ ટાઈમ્સમાં છપાયેલ ભારતીય રાજદૂત ગૌતમ બંબાવલેએ એક ઈન્ટરવ્યુ પર પ્રતિક્રિયા કરતાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું કે, વર્તમાન તંત્ર દ્વારા મતભેદોનો ઉકેલ કરવામાં આવી શકે છે. ભારતીય રાજદૂતે પોતાના ઈન્ટરવ્યુંમાં કહ્યું કે, 3,488 કિલોમીટરની સીમાના સંવેદનશીલ વિસ્તારોમાં હાલમાં રહેલી સ્થિતિમાં ફેરફાર કરી શકાય નહી. તેમને કહ્યું કે, નિશ્ચિત રીતે અમે તે નોંધ્યું છે કે, રાજદૂતે ડોકલામ મુદ્દે નિવેદન આપ્યું છે.

  ચીન વિદેશ મંત્રાલયે કહ્યું કે, "મારે કહેવું જોઈએ કે, બંને દેશોએ સીમા મુદ્દાને શાંતિપૂર્વક રીતે જોવો જોઈએ અને સીમા બાબતે વર્તમાન તંત્રો દ્વારા સમાધાન કરવું જોઈએ જથી આપણે આપણા મતભેદોને લઈને ઉચિત સમાધાન માટે સ્થિતિઓ અને સક્ષમ પરિસ્થિતિ ઉભી કરી શકીએ. બોર્ડર પર તણાલને લઈને ચર્ચા કરવા માટે તંત્ર વ્યવસ્થા ઉપરાંત સીમા વિવાદને લઈને સમધાન માટે એક વિશેષ કમિટી પણ બનાવવામાં પણ આવેલી છે."

  ચીને કર્યો દાવો

  એક નવી ઉપગ્રહ તસવીરમાં બંને તરફની કરેલી મોર્ચાબંદીને લઈને પૂછવામાં આવેલા પ્રશ્ન પર પ્રવક્તા હુવાએ જોર આપીને કહ્યું કે, ડોકલામ ચીની ભૂભાગ છે અને ચીન તે વિસ્તારમાં પોતાના પ્રતિષ્ઠાન બનાવી રહ્યું છે. ભૂતાન અહી પોતાની સાર્વભૌમત્વનો દાવો કરે છે. તેમને 1890માં બ્રિટન અને ચીન વચ્ચે થયેલ સંધિનો સંદર્ભ આપતા કહ્યું, ચીન-ભારત સીમાનો સિક્કિમ વિસ્તાર આ ઐતિહાસિક સંધિથી સિમાંકિત છે અને આ ચીનના પ્રભાવી ન્યાયીક્ષેત્રમાં આવે છે.

  ચીની વિદેશ મંત્રાલયની પ્રવક્તાએ કહ્યું, ચીને હંમેશા ડોકલામ સહિત પોતાના સીમાવર્તી વિસ્તારમાં સાર્વભૌમત્વને કાયમ રાખ્યું છે.

  ઉપગ્રહની તસવીર વિશે તેમને કહ્યું કે, હું ભાર આપીને કહેવા માંગીશ કે, આ વિસ્તારમાં ચીનના સાર્વભોમત્વમાં આવે છે. જેને લઈને અમે ડોકલામ વિસ્તારમાં પ્રતિષ્ઠાનોનું નિર્માણ કરી રહ્યાં છીએ. તેમને કહ્યું, કેટલાક ભારતીય મીડિયામાં સૈન્ય પડાવ અને આધારભૂત સંરચનાઓના નિર્માણને લઈને સમાચાર સામે આવ્યા છે, તે આ બાબતે ખુબ જ ઉત્સાહિત છે.
  Published by:Mujahid Tunvar
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन