કેરળ: પાળેલા શ્વાને આખા પરિવારને આ રીતે બચાવ્યો

પ્રતિકારાત્મક ફોટો

કેરલમાં વરસાદના કારણે જાન-માલનું મોટું નુકશાન થયું છે. સતત ત્રણ દિવસથી વરસી રહેલ મૂસળધાર વરસાદ અને પૂરમાં અત્યાર સુધી 37 લોકોની મોત થઈ છે.

 • Share this:
  કેરલમાં વરસાદના કારણે જાન-માલનું મોટું નુકશાન થયું છે. સતત ત્રણ દિવસથી વરસી રહેલ મૂસળધાર વરસાદ અને પૂરમાં અત્યાર સુધી 37 લોકોની મોત થઈ છે. આ દરમિયાન ઈડ્ડુકી સહિત કેરલના 25 જગ્યાઓ પર અનેક ઘર ધરાશાયી થઈ ગયા છે. ઈડ્ડુકીમાં ધોધમાર વરસાદ વચ્ચે એક પરિવારના બધા જ લોકોનું જીવ તેમના દ્વારા પાળેલા કૂતરાએ બચાવ્યા હતા.

  મોહનન પીડ. ઈડ્ડુકી જિલ્લાના કાંઝીકૂઝી ગામમાં પરિવાર સાથે રહે છે. ત્યાં ગુરૂવારે સવારે ખુબ જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. દિવસે પણ રાતનો આભાસ થાય તેવું વાતાવરણ બનેલું હતું. વરસાદ એટલો મૂસળધાર પડી રહ્યો હતો કે, 50 મીટર દૂરની વસ્તુ પણ તમે જોઈ શકો નહી. ખતરનાક રીતે વરસી રહેલા વરસાદના કારણે પરિવાર ઘરમાં સૂઈ રહ્યું હતું, ત્યારે બહાર બાંધેલ તેમના પાળતું કૂતરાએ ભસવાનું અને રડવાનું શરૂ કરી દીધું, તેની અવાજ સાંભળીને મોહનન ઉંઘમાંથી ઉભા થઈ ગયા. પહેલા તો તેમને આને નંજર અંદાજ કરી દીધું, પરંતુ થોડી વાર પછી શ્વાને વધારે આવાજથી ભસવાનું અને રડવાનું શરૂ કરી દીધું.

  આનાથી પરિવારને કોઈ ગડબડ હોવાની આશંકા થઈ, તેથી મોહનન સહિત પરિવારના બધા જ સભ્ય ઘરની બહાર આવ્યા. ત્યારે જ તેમને જોયું કે, વરસાદના કારણે મકાનનો એક ભાગ તૂટી રહ્યો છે. આમ જોત-જોતામાં જ ભૂસ્ખલનના કારણે તેમનું મકાન જમીન દોસ્ત થઈ ગયું. આ દુ:ખ વચ્ચે એક ખુશીની વાત તે હતી કે, પરિવારના બધા લોકોના જીવ તેમના પાળેલા શ્વાનના કારણે બચી ગયા હતા.

  મોહનને જણાવ્યું કે, અમારા ઘરની બાજુંમાં એક બુઝુર્ગ દંપતિ રહેતા હતા. ભૂસ્ખલનના કારણે તેમનું ઘર ધરાશાયી થઈ ગયું, જેમાં તે દંપતિનું મોત થઈ ગઈ. આવી ઘટના અમારા સાથે પણ ઘટી શકતી હતી, જો કે અમારા પાલતું શ્વાનના કારણે અમે સલામત છીએ.

  જણાવી દઈએ કે, કેરલમાં વરસાદના કારણે પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. અત્યાર સુધી 3000થી વધારે લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા છે. 50,000 લોકોને કેમ્પમાં રાખવામાં આવ્યા છે. કેરલના સીએમ પિનરાઈ વિજયને પૂરમાં મરનાર પરિવારને 4 લાખ રૂપિયા અને ઘર વિહોણા થયેલા પરિવારને 10 લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે.
  Published by:Mujahid Tunvar
  First published: