Home /News /national-international /શું રશિયા યુદ્ધ ઇચ્છે છે? યુક્રેન વિવાદ વચ્ચે પરમાણુ અભ્યાસ દરમિયાન હાયપરસોનિક મિસાઈલ લોન્ચ કરી
શું રશિયા યુદ્ધ ઇચ્છે છે? યુક્રેન વિવાદ વચ્ચે પરમાણુ અભ્યાસ દરમિયાન હાયપરસોનિક મિસાઈલ લોન્ચ કરી
મિસાઇલની પ્રતિકાત્મક તસવીર
યુક્રેન (Ukraine) સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયા (Russia)એ હાઈપરસોનિક મિસાઈલ (hypersonic missile) લોન્ચ કરી છે. જો કે આ પરમાણુ કવાયત (Nuclear Drill) તરીકે કરવામાં આવ્યું છે.
યુક્રેન (Ukraine) સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયા (Russia)એ હાઈપરસોનિક મિસાઈલ (hypersonic missile) લોન્ચ કરી છે. જો કે આ પરમાણુ કવાયત (Nuclear Drill) તરીકે કરવામાં આવ્યું છે. પરંતુ રશિયાના આ વલણને જોઈને તણાવ વધવાની શક્યતા છે કારણ કે અમેરિકા સતત દાવો કરી રહ્યું છે કે રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી શકે છે. રાષ્ટ્રપતિ જો બાઇડેને (Joe Biden) રશિયાને ચેતવણી આપી હતી કે જો આવું થશે તો આ વિનાશક યુદ્ધ માટે રશિયા જવાબદાર રહેશે.
જોકે રશિયાએ યુક્રેન પર હુમલો કરવાની યોજના અંગેના અમેરિકાના દાવાને નકારી કાઢ્યો છે. ઘણા દિવસોથી ચાલી રહેલા આ વિવાદ અંગે રશિયાએ કહ્યું કે યુક્રેન સરહદ પર સ્થિત રશિયન સૈનિકો તેમના ઠેકાણા પર પરત ફરી રહ્યા છે. પરંતુ અમેરિકાએ રશિયાના આ દાવાને નકારી કાઢ્યો છે.
અમેરિકા અને સહયોગીઓનું કહેવું છે કે 1.5 મિલિયનથી વધુ રશિયન સૈનિકો યુક્રેનિયન સરહદથી થોડાક કિલોમીટરના અંતરે તૈનાત છે અને હુમલો કરવા માટે તૈયાર છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે રશિયા થોડા દિવસોમાં યુક્રેન પર હુમલો કરી શકે છે. અમેરિકી ગુપ્તચર એજન્સીએ આ અનુમાન લગાવ્યું છે અને આ દાવો મેક્સર ટેક્નોલોજી દ્વારા જાહેર કરાયેલી સેટેલાઇટ તસવીરોના આધારે કરવામાં આવ્યો છે.
આ તસવીરો દર્શાવે છે કે સૈનિકો ઓપુક અને યેવપટોરિયા રેલયાર્ડમાં હાજર છે. આ ઉપરાંત ડોનુઝલાવ અને નોવોઝરનોયે તળાવના વિસ્તારોમાં સશસ્ત્ર વાહનો અને ટેંક દેખાય છે. રશિયાએ યુક્રેનને ત્રણ બાજુથી ઘેરી લેવા માટે સૈન્ય અભ્યાસ માટે બેલારુસમાં સૈનિકો પણ મોકલ્યા છે.
ત્યાં જ છેલ્લા એક અઠવાડિયાની ઉચ્ચ રીઝોલ્યુશન તસવીરોમાં બેલારુસ, ક્રિમીઆ અને રશિયાના પશ્ચિમી વિસ્તારોમાં મોટી સંખ્યામાં સૈનિકોની તૈનાતી સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. ટ્વીટર પર કેટલાક પત્રકારોએ યુએસ સ્પેસ ટેક્નોલોજી કંપની મેક્સરના સેટેલાઇટ ફોટાને ટાંકીને કહ્યું કે 32 સુખોઇ-25 ફાઇટર જેટ અને ઓછામાં ઓછા 50 એટેક હેલિકોપ્ટર બેલારુસમાં તૈનાત કરવામાં આવ્યા છે, જે યુક્રેનથી લગભગ 30 માઇલ ઉત્તરમાં છે. ક્રિમીઆમાં 60 થી વધુ હેલિકોપ્ટર દેખાય છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર