Home /News /national-international /

શું BJPના માધુરી દીક્ષિતના 'દાવ'નો જવાબ કોંગ્રેસ કરીના કપૂર દ્વારા આપશે?

શું BJPના માધુરી દીક્ષિતના 'દાવ'નો જવાબ કોંગ્રેસ કરીના કપૂર દ્વારા આપશે?

ભોપાલ લોકસભા બેઠકમાં કોંગ્રેસની ટિકિટ પર કરીના કપૂરને ચૂંટણી લડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ભોપાલ લોકસભા બેઠક માટે કોંગ્રેસના નેતા ગુડ્ડૂ ચૌહાણ અને અનસ ખાને સૂચવ્યું છે.

  રશીદ કિદવઈ

  શું કરીના કપૂર સસરા મંસૂર અલી ખાન પટૌડીના પગલે રાજકારણમાં પ્રવેશ કરશે? કોંગ્રેસના બે નેતા ગુડ્ડૂ ચૌહાન અને અનસ ખાને ભોપાલ લોકસભા બેઠક માટે કરીના કપૂરનું ઉમેદવાર તરીકે નામ સૂચવ્યું છે. આ સીટ પર વર્ષ 1984થી કોંગ્રેસને જીત મળી નથી. જોકે, આ સમાચાર અંગે કરીના કપૂર અથવા તો મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી કમલનાથ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

  આમ તો પટૌડી શાહી પરિવાર ગુરૂગ્રામ પાસે આવેલા પટૌડી વિસ્તારનો રહેવાસી છે પરંતુ ભોપાલ સાથે તેમનો ત્રણ પેઢી જૂનો સંબંધ છે. એ વખતે નવાબ ઇફ્તિખાર અલી ખાન પટૌડીનું લગ્ન ભોપાલના તત્કાલીન નવાબની દીકરી બેગમ સાજિદા સુલતાન સાથે થયું હતું. બેગમ સાજિદા ભોપાલના નવાબ હમીદુલ્લા ખાનની બીજી દીકરી હતી.

  જ્યારે રાજીવ ગાંધી વર્ષ 1991માં સત્તામાં પુનરાગમન કરવા માગતા હતા ત્યારે નવાબ પટૌડી રાજનીતિમાં ઉતર્યા હતા. પટૌડીની રાજકીય રણભૂમિ ભોપાલ જ હતી. રાજીવ ગાંધીને વિશ્વાસ હતો કે પટૌડીની જીત થશે જ કારણ કે ગરીબોને જમીન આપવા માટે ભોપાલમાં નવાબ ખૂબ જ પ્રસિદ્ધ થયા હતા. સાજિદા સુલતાનના મૃત્યુ બાદ ભોપાલ શહેરની મસ્જિદો, દરગાહ, કબ્રસ્તાનનો વારસો નવાબ પટૌડીને મળ્યો હતો.

  વર્ષ 1991માં ચૂંટણીના પ્રચાર દરમિયાન પટૌડીને અહેસાસ થયો કે આખું ભોપાલ શહેર ધાર્મિક પરિમાણ પર વહેચાયેલું છે. પટૌડી ટોપી પહેરીને પોતાની જાતને કટ્ટર મુસ્લિમ તરીકે દર્શાવવા નહોતા માંગતા. શર્મિલા અને નવાબ પટૌડીના કારણે તેમની સભાઓમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હતા. ચૂંટણીના કેટલાક દિવસ પહેલાં જ સ્થાનિક નેતાઓએ પટૌડીની વિરુદ્ધ કાવતરુ રચ્યું કારણ કે તેઓ જાણતા હતા કે જો નવાબ પટૌડી જીતી ગયા તો આગલા 20 વર્ષો સુધી તેમનો વારો નહીં આવે. રાજીવ ગાંધી જાતે એ વખતે નવાબ પ
  પટૌડીની સભા સંબોધવા આવ્યા હતા.

  રાજીવ ગાંધીની રણનીતિ એ સમયે એવી હતી કે તેઓ પટૌડીને ચૂંટણી લડાવીને સિંધિયા, શ્યામા ચરણ શુક્લા, અને અર્જુન સિંહ જેવા મહત્વાકાંક્ષી લોકો વચ્ચે પોતાનો વિશ્વાસુ માણસ રાખવા માગતા હતા.

  આ ચૂંટણીમાં પટૌડીની હાર થઈ હતી. અગાઉ તેઓ 1971માં ગુડગાંવથી ચૂંટણી લડ્યા હતા. તેઓ તે વખતે કોંગ્રેસની વિરુદ્ધમાં ઇંદીરા ગાંધીની વિરુદ્ધ ચૂંટણી લડવા માગતા હતા. પટૌડી ઇંદિરા ગાંધીના પ્રિવીપર્સના કાયદાથી નારાજ હતા જે રજવાડાઓની સંપતિને લગતો એક કાયદો હતો.
  પટૌડી વર્ષ 71માં વિશાલ હરિયાણા પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા અને તેમની હાર થઈ હતી. જોકે, કૉંગ્રેસની વિરુદ્ધ ચૂંટણી લડવા છતાં ગાંધી-નહેરુ પરિવાર સાથેના તેમના સંબંધોમાં ઓટ નહોતી આવી. જોકે, હવે મોટો પ્રશ્ન એ છે કે શું રાહુલ ગાંધી કરીના કપૂરને ચૂંટણી લડાવવા માટે સૈફ અલી ખાન અને શર્મિલા ટાગોરને રાજી કરી શકશે કે નહીં?

  વર્ષ 2019ની ચૂંટણીમાં અનેક મોટી હસ્તીઓને ટિકિટ મળે તેવી શકયતાઓ છે. એવી અટકળો છે કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં માધુરી દીક્ષિત, ગૌતમ ગંભીર, સની દેઓલ, અજય દેવગણ, કપિલ દેવ, અક્ષય કુમાર સહિત અનેક લોકોને મેદાનમાં ઉતારવાની છે, ત્યારે શું કોંગ્રેસ માધુરીની સામે કરિનાને ઉતારીને ભાજપના દાવનો જવાબ આપશે? હાલમાં આ વિષય રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

  ( લેખક ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનમાં વિઝિટિંગ ફેલો અને પત્રકાર છે. અહેવાલમાં વ્યક્ત કરાયેલા વિચારો તેમના વ્યક્તિગત વિચારો છે.)
  Published by:Jay Mishra
  First published:

  Tags: Kareena kapoor, Madhuri dikshit, કોંગ્રેસ, ભાજપ

  આગામી સમાચાર