આજનો સમય દેખા દેખીથી ભરેલો છે. લોકો સોશિયલ મીડિયા પર અપડેટ રહેવાના નામે એવા ઘણા વિચિત્ર ટ્રેન્ડ (Weird Trends)ને ફોલો કરે છે. આ ટ્રેન્ડમાં કેટલાક ટ્રેન્ડ્સ મનોરંજક છે પરંતુ કેટલાક ખૂબ જોખમી હોય છે. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા સાઇટ ટિકટોક (Tiktok) પર મહિલાઓ દ્વારા ખૂબ જ ખતરનાક ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ ટ્રેન્ડમાં, મહિલાઓ જાતે પોતાના હાથે કાંન્ટ્રેસેપ્ટિવ કોઈલ (Women Removing Contraceptive Coils) દૂર કરતી જોવા મળી રહી છે. આ વાયરલ થતા જ આ અંગે ડોક્ટરોએ ચેતવણી જાહેર કરી છે.
ચેતવણી આપતા ડોક્ટરોએ કહ્યું કે, આવું કરવું ખતરનાક છે. ગર્ભનિરોધક કોઇલને કોપર ટી કહેવામાં આવે છે. ટ્રેન્ડમાં મહિલાઓ તેમના પ્રાઈવેટ પાર્ટમાં હાથ નાખીને કોપર ટી કાઢી રહી છે. ડોક્ટરોએ કહ્યું કે, આ ટ્રેન્ડ ઘણો ખતરનાક છે. આમાં, સ્ત્રીઓને પીડા થવાની સાથે, રક્તસ્રાવ થવાની સંભાવના છે. તેમણે મહિલાઓને રિકવેસ્ટ કરી કે, આવો પ્રયોગ નકરવો મેડિકલ એક્સપર્ટ પાસે જવું જોઈએ. નહિંતર, આ ટ્રેન્ડના ચક્કરમાં ભૂલથી મહિલાઓ પોતાના ગર્ભાશયને પણ નીચે ખેંચી શકે છે.
ખતરનાક વલણ આ રીતે શરૂ થયું
Tiktokar @mikkiegallgher એ આ ટ્રેન્ડ શરૂ કર્યો. ટિકટોક પર તેના લગભગ 25 હજાર ફોલોઅર્સ છે. આ વિડીયો બનાવનાર સૌ પ્રથમ મિકી હતી. મિકી અમેરિકાની છે પણ હવે આયર્લેન્ડમાં સ્થાયી થઈ છે. તેના વીડિયોમાં, મિકીએ માત્ર 2 મિનિટ તેનો હાથ બતાવ્યો અને કોપર-ટી બહાર કાઢી બતાવી. આ વિડીયો વાયરલ થતા જ ઘણી મહિલાઓએ આ ટ્રીક ફોલો કરવાનું શરૂ કર્યું.
ડોક્ટરોએ ચિંતા વ્યક્ત કરી
આ વીડિયો વાયરલ થતાં જ મહિલાઓએ એક પછી એક આ ટ્રેન્ડને ફોલો કર્યો. ઘણી મહિલાઓએ તેની નકલ કરી. પરંતુ ડોક્ટરોએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ન્યૂયોર્કના એક ડોક્ટરે કહ્યું કે, ડોકટરો યોગ્ય સાધનથી કોપર ટી ખેંચે છે. આ માટે થોડું બળ વપરાય છે. પરંતુ જો બળનો યોગ્ય અંદાજ ન હોય તો તે ખતરનાક બની શકે છે.
તબીબી નિષ્ણાતોના મતે, જો જાતે કોપર ટી કાઢતી વખતે ભૂલ થઈ જાય, તો તેની અસર ગર્ભાશય પર પડી શકે છે. જો ભૂલથી કોપર ટીની જગ્યાએ ગર્ભાશય ખેંચાઈ જાય તો તે નીચે આવી જશે. આ કારણે મહિલાઓને આ ટ્રેન્ડ ન અનુસરવા વિનંતી કરવામાં આવી રહી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર