કોલકાતાના 700 ડૉક્ટર્સ આપી ચૂક્યા છે રાજીનામા, એઇમ્સનું 48 કલાકનું અલ્ટીમેટમ

ડૉક્ટર્સની હડતાલના કારણે હોસ્પિટલોમાં બગડી શકે છે સ્થિતિ

News18 Gujarati
Updated: June 15, 2019, 11:01 AM IST
કોલકાતાના 700 ડૉક્ટર્સ આપી ચૂક્યા છે રાજીનામા, એઇમ્સનું 48 કલાકનું અલ્ટીમેટમ
પ્રતીકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 15, 2019, 11:01 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : કોલકાતાની એક હોસ્પિટલમાં ડૉક્ટર્સ સાથે મારપીટની ઘટનાની વિરુદ્ધ જૂનિયર ડૉક્ટર્સની હડતાલના સમર્થનમાં દેશના અનેક હિસ્સામાં પ્રદર્શન થઈ રહ્યા છે. કોલકાતાથી શરૂ થયેલું પ્રદર્શન શુક્રવારે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનનું રૂપ લઈ લીધું. એઇમ્સ જેવી સરકારી હોસ્પિટલોને લઈને ખાનગી હોસ્પિટલના ડૉક્ટર્સ પણ હવે આ આંદોલનમાં સામેલ થઈ ગયા છે. નોંધનીય છે કે, કોલકાતાની એનઆરએસ હોસ્પિટલમાં થયેલી ઘટના બાદથી અત્યાર સુધી પશ્ચિમ બંગાળના લગભગ 700 ડૉક્ટર્સે રાજીનામા આપ્યા છે.

આ દરમિયાન, એઇમ્સના રેસિડન્ટ ડૉક્ટર્સ એસોસિએશને કહ્યું છે કે અમે પશ્ચિમ બંગાળ સરકારને હડતાળ પર ઉતરેલા ડૉક્ટર્સની માંગોને પૂરી કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આ દરમિયાન તેમની માંગ પૂરી કરવામાં ન આવી તો અમને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવા મજબૂર થવું પડશે.

આ પણ વાંચો, ડૉક્ટર્સની હડતાળ : કોઈએ હેલમેટ પહેરીને તો કોઈએ માથે પટ્ટી બાંધી કરી સારવાર

બીજી તરફ, મમતા બેનર્જીના ભાઈ કાર્તિક બેનર્જીના દીકરા આબેશને પણ ડૉક્ટર્સનો સાથ મળ્યો છે. હડતાલ કરી રહેલમ ડૉક્ટર્સની સાથે તેમની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કોલકાતાના મેયર ફિરહાદ હકીમની દીકરી શબ્બા હકીમ અને તૃણમૂલ કોંગ્રેસના નેતા કાકલી ઘોષ દસ્તીદારના દીકરા બૈદ્યનાથ ઘોષ દસ્તીદાર પણ હડતાલ પર ઉતરેલા ડૉક્ટર્સનો સાથ આપી રહ્યા છે.
First published: June 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...