Doctors day: નશામાં ટલ્લી ડોક્ટરોએ ઢાબા ઉપર મચાવ્યો હંગામો, બીજા જૂથે ધોઈ નાંખ્યા, મારામારીનો live video

ઢાબાના વૃદ્ધ માલિક સાથે ડોક્ટરોની મારામારી

doctors day 2021 doctors video viral: મારપીટની ઘટના પહેલા ડોક્ટરોના ગ્રૂપે બીજા પક્ષ સાથે બેશીને દારૂ પીધો હતો. આ દરમિયાન કોઈ બાબત અંગે વિવિદ થયો હતો. પછી વિવાદ એટલો ઉગ્ર થયો કે મારામારી સુધી પહોંચી ગયો હતો.

  • Share this:
    નવી દિલ્હીઃ આજે દેશમાં ડોક્ટર્સ ડેની (Doctors day) ઉજવણી થઈ રહી છે ત્યારે સોશિયલ મીડિયા ઉપર ડોક્ટરોનો એક વીડિયો વાયરલ (Doctors video viral) થઈ રહ્યો છે. આ વીડિયો દિલ્હીના ગૌતમ નગર વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. દિલ્હીના ગૌતમ નગર વિસ્તારમાં (Delhi Gautam Nagar) ડોક્ટરને માર માલવાનો (Beating up Doctors) વીડિયો સામે આવ્યો છે. બીજા પક્ષે પણ ડોક્ટર ઉપર મારામારીનો આરોપ લગાવ્યો છે. બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

    પ્રાથમિક તપાસ અને દિલ્હી પોલીસ (Delhi police) સૂત્રોના પ્રમાણે ડોક્ટર પરાઠાની દુકાનમાં હાજર હતો અને નશામાં ટલ્લી હતો. કેટલાક લોકો સાથે તેણે ઝઘડો કર્યો હતો. બંને પક્ષે મારામારી થઈ હતી. અને બંને પક્ષોએ એકબીજા ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ ઝઘડાનું સાચું કારણ જાવાનો કોશીશ કરી રહી છે.

    ઘટના બાદ દુકાનમાં રાખેલા સીસીટીવીના ફૂટેજ (cctv footage) કાઢ્યા હતા. ફૂટેજમાં ડોક્ટર વૃદ્ધ દુકાનદાર સાથે મારામારી કરતો દેખાય છે. ડોક્ટર વૃદ્ધને લાતો-ફેંટોનો માર મારે છે. પોલીસે અત્યારે બંને પક્ષોની ફરિયાદ લઈને તપાસ શરું કરી છે. આ મામલાના સંબંધીત લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચોઃ-મામાના ઘરે રહેતા ભાણિયા ઉપર ફીદા થઈ ગઈ મામી, બંનેએ કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા થકી લોકોને કરી જાણ

    આ પણ વાંચોઃ-પત્નીના મોત બાદ મિત્રની પત્ની રસોઈ બનાવીને ખવડાવતી હતી, થયું એવું કે મહિલાએ સંભળાવી સો મણની ગાળો

    સાથે બેશીને પીધો દારૂ
    સૂત્રોના જણાવ્યા પ્રમાણે મારપીટની ઘટના પહેલા ડોક્ટરોના ગ્રૂપે બીજા પક્ષ સાથે બેશીને દારૂ પીધો હતો. આ દરમિયાન કોઈ બાબત અંગે વિવિદ થયો હતો. પછી વિવાદ એટલો ઉગ્ર થયો કે મારામારી સુધી પહોંચી ગયો હતો.

    આ પણ વાંચોઃ-ભાવનગરઃ જન્મદિવસની પાર્ટીમાં પડ્યો 'ડખો', ઘાતક હથિયારો વડે બર્થડે બોય ગોપાલની જાહેરમાં કરાઈ હત્યા

    આ પણ વાંચોઃ-હૃદયદ્વાવક ઘટના! 17 દિવસના અંતરમાં જ બે બહેનોના થયા શંકાસ્પદ મોત, બંને પતિઓના ઘરે લટકતી મળી હતી

    ડોક્ટર્સ છાસવારે ઢાબા ઉપર આવતા હતા
    માનવામાં આવી રહ્યું છે કે ડોક્ટર્સ છાસવારે આ ઢાબા ઉપર આવતા જતા રહેતા હતા. ઢાબાના માલિક વૃદ્ધ સાથે મારામારી બાદ કેટલાક સ્થાનિક લોકો અહીં આવ્યા હતા અને ડોક્ટરના સમૂહ સાથે મારામારી કરી હતી.



    બંને પક્ષના બે-બે લોકોની મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી. દારૂ પીધા બાદ પોલીસ તપસા કરી રહી છે. ત્યારબાદ મેડિકલ ટેસ્ટ પણ કરાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે ડોક્ટર્સ ડેના દિવસે (Doctors day) આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે ત્યારે સ્થાનિક લોકોમાં ડોક્ટર્સ સમૂદાય માટે એક કાળી ટીલી સમાન માનવામાં આવી રહ્યો છે.
    Published by:ankit patel
    First published: