ડૉક્ટરનો ચોંકાવનારો દાવો, લીંબુનું પાણી, પેરાસીટામોલ અને ચીકન સૂપથી મટી ગયો કોરોના વાયરસ !

શું બ્રિટનના આ તબીબનો કિમીયો દેશમાં પણ ઉપયોગી થશે?

બ્રિટનના એક મહિલા તબીબે કોરોનાને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. જાણો કેવી રીતે તેમણે મટાડ્યો કોરોના વાયરસ

 • Share this:
  લંડન : બ્રિટનના (Britain) એક ડોક્ટરે (doctor) દાવો કર્યો છે કે જો યોગ્ય રીતે દર્દીને આઇસોલેશનમાં રાખવામાં આવે અને નિયંત્રિત આહાર લેવામાં આવે ત કોરોના વાયરસને (Corona virus)ને સરળતાથી પરાજિત કરી શકાય છે. 60 વર્ષીય ડૉક્ટર ક્લેર ગ્રેડા ભૂતપૂર્વ જનરલ પ્રેક્ટિશનર રહી ચૂકી છે અને દાવો કરે છે કે તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો પરંતુ તેમણે તેના પર જાતે કાબુ મેળવી લીધો.

  ક્લેર દાવો કર્યો કે તેમણે તેના કોરોનાની સારવાર કેટલીક પેરાસીટામોલ, ચિકન સૂપ અને લિંબુનું શરબત પી કરી છે. ક્લેર બ્રિટનની રોયલ કોલેજના જીપી વિભાગનાં વડા પણ રહી ચુક્યા છે. તેમણે જણાવ્યું કે તેઓ એક કોન્ફરન્સ માટે ન્યૂયોર્ક ગઈ હતી. ત્યાંથી પરત ફર્યા બાદ તેમને ખબર પડી કે તેને કોરોના ચેપ લાગ્યો છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 15 દિવસથી હું પથારીમાં હતી અને તાવ, સુકી ઉધરસ, શરદી, ગળામાંથી દુખાવો, ચક્કર આવવું, સાંધાનો દુખાવો, શ્વાસની તકલીફ અને સાંધાનો દુખાવો હતો. આ બધા કોરોના વાયરસના લક્ષણોમાં શામેલ છે.

  સ્વસ્થ થયા પછી, ક્લેરે એક વીડિઓ દ્વારા દાવો કર્યો હતો કે તેમણે તેના કોરોના વાયરસની જાતે જ સારવાર કરી હતી. તેમણે કહ્યું હતું કે વૃદ્ધ લોકો માટે કોરોના ચેપથી બચવું મુશ્કેલ છે. તેણે કહ્યું કે મને જાતે જ કોરોના ચેપમાં ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો, જમીનમાં પડેલી એક નોટ લેવાની ઉર્જા પણ મારામાં રહેતી નહોતી. તેમ છતાં તેઓ કહે છે કે આ બધું ખૂબ કંટાળાજનક હતું, પરંતુ મને ક્યારેય લાગ્યું નહીં કે હું મરી જઈશ.

  ચિકન સૂપથી જીવન બચી ગયું…

  ક્લેર કહે છે કે કોરોનાને કારણે ગભરાવાની જરૂર નથી, તે સરળતાથી ટાળી શકાય છે. તેણે કહ્યું કે તેના પતિ સર સિમોન, જે રોયલ કોલેજ ઓફ સાયકોલો જીના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે, તેમણે સંપૂર્ણ સહકાર આપ્યો.

  ક્લેરના જણાવ્યા મુજબ, તેને કોઈ ખર્ચાળ દવાની જરૂર નહોતી. તેમણે કહ્યું 'મેં દિવસમાં ત્રણ વખત પેરાસીટામોલ લીધી અને વારંવાર લીંબુનું સેવન કરતી રહી. આ સિવાય ચિકન સૂપ છે જે તમારી ભૂખને વધારે છે, તે પણ મને ખૂબ મદદ કરે છે. હું હંમેશાં મારા ચહેરાને ઢાંકી રાખતી અને હું ફોન દ્વારા મારા પતિ સાથે પણ વાત કરતી રહેતી હતી. આખરે મેં બિમારીને માત આપી'
  Published by:Jay Mishra
  First published: