Home /News /national-international /Corona treatment : કોરોનાનો હવે જડમૂળથી સફાયો થશે! આ ભારતીય ડોક્ટરે નાકથી સુંઘાડી કરી કોરોનાની સારવાર

Corona treatment : કોરોનાનો હવે જડમૂળથી સફાયો થશે! આ ભારતીય ડોક્ટરે નાકથી સુંઘાડી કરી કોરોનાની સારવાર

અમદાવાદની શાળામાં પહોંચ્યો કોરોના.

Corona epidemic - ડૉક્ટરે શોધેલી આ પદ્ધતિને ઇન્ટરનેશનલ જર્નલમાં પણ સ્થાન મળ્યું છે

નવી દિલ્હી : છેલ્લા ત્રણ વર્ષથી વિશ્વમાં કોરોના મહામારીએ (Corona epidemic)આતંક મચાવ્યો છે. મહામારીના કારણે કરોડો લોકોના મોત નિપજ્યા છે અને તેનાથી પણ વધુ લોકો શારીરિક તકલીફો ભોગવી રહ્યા છે. કોરોનાની (Coronavirus)સારવાર માટે હજુ પણ કોઈ ચોક્કસ દવા નથી. અલબત્ત ભારતના એક ડોક્ટરે કોરોનાનો ઈલાજ (Corona treatment) શોધ્યો હોવાનો દાવો કર્યો છે. તેમણે કોરોનામાંથી હજારો લોકોને પોતાની શોધેલી રીત દ્વારા સાજા પણ કર્યા હોવાનો દાવો કર્યો છે. એટલું જ નહીં ડૉક્ટરે શોધેલી આ પદ્ધતિને ઇન્ટરનેશનલ જર્નલમાં પણ સ્થાન મળ્યું છે.

મહારાષ્ટ્રના મહાડના ડો. હિંમતરાવ બવાસ્કરે કોરોનાથી ગંભીર રીતે પીડાતા હજારો દર્દીઓને સિન્થેટિક મિથિલિન બ્લુ (methylene blue) સુંઘાડી સાજા કર્યા છે. જે દર્દીઓ એન્ટિવાયરલ દવાઓથી સાજા થયા નહોતા, એ જ દર્દીઓ ડો.હિંમતરાવ બવાસ્કર પાસે આવ્યા હતા.

ડો.હિંમતરાવ બવાસ્કર (dr. Himmatrao Bawaskar)જાણીતા તબીબ છે. તેમને વીંછી અને સાપના કરડવાની સારવાર કરવા બાબતે વૈશ્વિક ખ્યાતિ મળી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા રિપોર્ટ અનુસાર, ડો.બવાસ્કરે કહ્યું હતું કે, કોરોનાની પહેલી લહેર દરમિયાન 2020માં એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમથી પીડિત દર્દીઓને મિથિલિન બ્લુ સૂંઘાવી સાજા કરવામાં આવ્યા હતા. આ લોકોએ અગાઉ રેમડેસિવિર, ફેવિપિરાવીર અને ટોસિલિઝુમેબ જેવી કોરોનાની એન્ટી વાયરલ દવાઓ લીધી હતી, પરંતુ આ દવાઓથી તેમનો ઇલાજ થયો ન હતો.

આ પણ વાંચો - Lalu Yadav Verdict: લાલુ પ્રસાદ યાદવને ડોરંડા ટ્રેઝરી કેસમાં 5 વર્ષની સજા અને 60 લાખ રૂપિયાનો દંડ

એક પણ દર્દીનું મૃત્યુ ન થયું

ડો. હિંમતરાવ બવાસ્કરે જણાવ્યું હતું કે, 2021માં પણ બીજી લહેર દરમિયાન મેં 200થી વધુ કોરોના દર્દીઓને સાજા કર્યા હતા. તેમાંથી કેટલાક કોરોનાથી ગંભીર રીતે પીડિત હતા. ડો.બવાસ્કરેના કામ બાબતે શુક્રવારે જર્નલ ઓફ ફેમિલી મેડિસિન એન્ડ પ્રાઈમરી કેર (Journal of Family Medicine and Primary Care’ on Friday)માં અહેવાલ પ્રકાશિત થયો હતો. સંશોધન પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે દર્દીઓને મિથિલિન બ્લુ સુંઘાડવામાં આવ્યા તેમાંથી એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી.

મિથિલિન એટલે શું?

મિથિલિન બ્લુ એક પ્રકારનું ક્લોરાઇડ સોલ્ટ છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ ડાઈમાં થાય છે. તે એન્ટિઓક્સિડન્ટ, એન્ટિમેલેરિયલ, એન્ટિઓક્સિડન્ટ, એન્ટિડિપ્રેસન્ટ અને કાર્ડિયોપ્રોડક્ટિવ છે. તેનો ઉપયોગ મલેરિયાની દવા હાઇડ્રોક્લોરોક્વીન (hydro chloroquine) અને એન્ટિપેરાસિટિક આઇવરમેક્ટિનમાં પણ થાય છે. તેની કિંમત ખૂબ જ ઓછી છે. 10 રૂપિયામાં 5 મિલી મિથિલિન બ્લુ મેળવી શકાય છે. આમ તો આપણા દેશમાં મિથિલિન બ્લૂનો ઉપયોગ સદીઓથી અનેક રોગોમાં થાય છે. પણ વધુ પડતા પ્રમાણમાં લેવાથી તે શરીર માટે ઝેર બની શકે છે.

મિથિલિન બ્લુ કેવી રીતે કામ કરે છે?

શરીરમાં કોરોનાની ગંભીર અસર શરૂ થવાની સાથે શરીરના કોષમાં સાયટોકાઈનનો હુમલો શરૂ થઈ જાય છે. તેથી તેની કોષ પર ખરાબ અસર પડે છે. શરીરમાં રહેલ રોગપ્રતિકારક શક્તિ પોતાના શરીરના કોષોને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. ડો.બવાસ્કર કહે છે, બ્રેડીકિનિન (Bradykinin) સાઇટોકાઇનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મિથિલિન બ્લુ બ્રેડીકિનિનને ન્યુટ્રલાઈઝ કરે છે.
First published:

Tags: Corona epidemic, કોરોના વાયરસ

विज्ञापन